Viyahapannatti 618
Viyāhapannatti: ṭīkānusārī vivecana 618
- Language
- Gujarati
618
‘ભગવતી’ સૂત્ર-૪૨૨, ૪૨૩ :– [૮/૯/૪૨૨, ૪૨૩]
[૪૨૨] ભગવન્! બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! બંધ બે ભેદે કહ્યો છે. તે આ – પ્રયોગબંધ, વીસ્રસાબંધ.
[૪૨૩] વીસ્રસા બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! બે ભેદે છે. તે આ – સાદિક વિસ્રસાબંધ, અનાદિક વિસ્રસાબંધ. - - ભગવન્! અનાદિક વિસ્રસાબંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! ત્રણ પ્રકારે છે, તે આ – ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસ્રસા બંધ, અધર્મા-સ્તિકાયનો અન્યોન્ય વિસ્રસા બંધ, આકાશાસ્તિકાયનો અન્યોન્ય વિસ્રસાબંધ.
ભગવન્! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસ્રસા બંધ શું દેશ બંધ છે કે સર્વબંધ? ગૌતમ! દેશબંધ છે, સર્વબંધ નથી. એ પ્રમાણે અધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસ્રસાબંધ પણ જાણવો. એ પ્રમાણે આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસ્રસાબંધ પણ જાણવો.
ભગવન્! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસ્રસાબંધ કાળથી કેટલો હોય? ગૌતમ! સર્વકાળ. એ પ્રમાણે બાકી બંને જાણવા.
ભગવન્! સાદિક વિસ્રસાબંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમ! ત્રણ ભેદે કહ્યો છે. તે આ - બંધનપ્રત્યયિક, ભાજનપ્રત્ય૦ પરિણામ-પ્રત્ય૦
તે બંધનપ્રત્યયિક શું છે? પરમાણુ પુદ્ગલ દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક યાવત્ દશપ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંતપ્રદેશિક પુદ્ગલ સ્કંધોની, ભગવન્! વિમાત્રાએ સ્નિગ્ધતાથી, વિમાત્રાએ ઋક્ષતાથી, વિમાત્રાએ સ્નિગ્ધતા-રૂક્ષતાથી બંધનપ્રત્યયિક બંધ સમુત્પન્ન થાય છે. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
તે ભાજન પ્રત્યયિક૦ શું છે? ભાજન પ્રત્યયિક - જૂનો દારૂ, જૂનો ગોળ, જૂના ચોખાનો ભાજનપ્રત્યયિક સાદિ વિસ્રસા બંધ સમુત્પન્ન થાય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે.
તે પરિણામ પ્રત્યયિક૦ શું છે? જે વાદળ, આમ્રવૃક્ષનું શતક-૩-માં યાવત્ અમોઘનો પરિણામ પ્રત્યયિક બંધ સમુત્પન્ન થાય. તે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. - આ પરિણામ પ્રત્યયિક છે, આ સાદિક વિસ્રસાબંધ છે, આ વિસ્રસાબંધ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit