Pramāṇa · Search · About · API

Viyahapannatti 619

Viyāhapannatti: ṭīkānusārī vivecana 619

Language
Gujarati

619

વિવેચન :–૪૨૨, ૪૨૩
બન્ધ - પુદ્ગલાદિ વિષય સંબંધ. પઓગ બંધ - જીવ વડે પ્રયોગ કૃત્‌. વિસ્રસા બંધ - સ્વભાવ સંપન્ન. યથાસત્તિન્યાયને આશ્રીને કહે છે – વિસ્રસા આદિ. ધર્માસ્તિકાય - પ્રદેશોનો પરસ્પર જે અનાદિક વિસ્રસાબંધ, તે તથા બાકીના ભેદમાં પણ જાણવું.
દેસબંધ - દેશથી, દેશ અપેક્ષાએ બંધ તે દેશબંધ. સંકલિત કડીની જેમ જાણવો. સવ્વબંધ - સર્વથી, સર્વાત્મના બંધ, નીર ક્ષીરવત્‌ ધર્માસ્તિકાયના પ્રદેશોના પરસ્પર સંસ્પર્શથી રહેલ હોવાથી દેશબંધ જ છે, સર્વબંધ નથી. તેમાં એક પ્રદેશનો બીજા પ્રદેશ સાથે સર્વથા બંધમાં અન્યોન્ય અન્તર્ભાવથી એક પ્રદેશત્વ જ થાય, અસંખ્યપ્રદેશત્વ નહીં.
સવ્વદ્ધં - સર્વકાળ. સાદિક વિસ્રસા બંધ. જેના વડે બંધાય તે બંધન - વિવક્ષિત સ્નિગ્ધતાદિક ગુણ, તે જ હેતુ જેમાં છે, તે. એ રીતે ભાજન પ્રત્યય અને પરિણામ પ્રત્યય જાણવો. વિશેષ આ કે – ભાજન એટલે આધાર, પરિણામ એટલે રૂપાંતર ગમન. પરમાણુ પુદ્ગલ એટલે પરમાણુ જ. જેની માત્રા વિષમ છે, તે વિમાત્રા, એવી જે સ્નિગ્ધતા, તે વિમાત્રસ્નિગ્ધતા, તેના વડે. એ પ્રમાણે બીજા બે પદ જાણવા.
આ પ્રમાણે કહેલ છે કે – સમ સ્નિગ્ધતાથી પણ બંધ ન થાય, સમ ઋક્ષતાથી પણ બંધ ન થાય. વિમાત્રાએ સ્નિગ્ધ અને ઋક્ષતાથી સ્કંધોનો બંધ થાય. તેનો અર્થ વૃત્તિકાર આ રીતે લખે છે – સમગુણ સ્નિગ્ધનો સમગુણ સ્નિગ્ધ સાથે બે આદિ પરમાણુ વડે બંધ થતો નથી, સમગુણ રૂક્ષનો સમગુણ રૂક્ષ સાથે પણ નહીં. જો વિષમ માત્રા હોય તો બંધ થાય છે. વિષમ માત્રા નિરૂપણાર્થે કહે છે – સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બે થી વધુ પરમાણુ વડે, રૂક્ષનો રૂક્ષ સાથે બે થી વધુ પરમાણુ વડે, સ્નિગ્ધનો રૂક્ષ સાથે બંધ જધન્ય વર્જીત વિષમ કે સમમાં થાય.
બંધનનો - બંધન પ્રત્યય - હેતુ ઉક્ત વિમાત્રા સ્નિગ્ધતાદિ લક્ષણ બંધન જ, વિવક્ષિત સ્નેહાદિ પ્રત્યય બંધન. અહીં બંધન-પ્રત્યયથી સામાન્ય વિમાત્રા સ્નિગ્ધતયા ઈત્યાદિ તેના ભેદ છે.
અસંખેજ્જ કાલ - અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ. જુન્નસુરે - જૂના દારૂમાં સ્ત્યાની ભવન લક્ષણ બંધ છે, જૂના ગોળ અને જૂના ચોખામાં પિંડીભવન લક્ષણ બંધ છે.

Linked texts (1)