Pramāṇa · Search · About · API

Viyahapannatti 621

Viyāhapannatti: ṭīkānusārī vivecana 621

Language
Gujarati

621

વિવેચન :–૪૨૪
પઓગબંધ - જીવ વ્યાપાર બંધ, તે જીવપ્રદેશો કે ઔદારિક પુદ્ગલોનો અનાદિક આદિ બીજો વર્જીને ત્રણે ભાંગા છે. તેમાં પહેલા ભંગને ઉદાહરણરૂપે કહે છે – આ જીવના અસંખ્ય પ્રદેશિકના જે આઠ મધ્યપ્રદેશો છે, તેમાં અનાદિ અપર્યવસિત બંધ છે. જો કે જીવ તો લોકવ્યાપી છે, તો પણ અહીં આમ જાણવું. બીજા જીવપ્રદેશોમાં પરિવર્તમાનત્વ હોવાથી અનાદિ અપર્યવસિત બંધ નથી. તેમાં નીચે ચાર અને ઉપર ચાર એ રીતે આઠ પ્રદેશ છે. તેથી સમુદાયથી આઠેનો બંધ કહ્યો. તેના એક એક આત્મપ્રદેશ સાથે જેટલો પરસ્પર સંબંધ થાય તે કહે છે.
તે આઠ જીવપ્રદેશોમાં મધ્યમાં ત્રણ-ત્રણના એક-એક સાથે અનાદિ અપર્યવસિત બંધ છે. તેથી કહે છે – પૂર્વોક્ત પ્રકારે અવસ્થિત આઠના ઉપરના પ્રતરના જે કોઈ વિવક્ષિત છે, તેના બે પાર્શ્વવર્તિનો એક અધોવર્તિ એ ત્રણનો સંબંધ થાય છે. બાકીનો એક ઉપરિતન ત્રણ અને અધસ્તનનો સંબંધ થતો નથી. એ પ્રમાણે અધસ્તન પ્રતર અપેક્ષાએ આ ચૂર્ણિકારની વ્યાખ્યા છે. ટીકાકારની વ્યાખ્યા તો સમજવી અઘરી હોવાથી છોડી દીધેલ છે.
બાકીના આઠમાંના મધ્યમ બીજા સાદિ વિપરિવર્તમાનત્વથી કહ્યા. આ પહેલા ભંગનું ઉદાહરણ છે. અનાદિ સપર્યવસિત એ બીજો ભંગ અહીં સંભવતો નથી. અનાદિ સંબદ્ધ આઠેના જીવપ્રદેશોના પરિવર્તમાનત્વથી બંધનું સપર્યવસિતત્વ પ્રાપ્ત નથી.
હવે ત્રીજો ભંગ કહે છે – સિદ્ધોને સાદિ અપર્યવસિત જીવપ્રદેશ બંધ છે, શૈલેશી અવસ્થામાં સંસ્થાપિત પ્રદેશોનો સિદ્ધપણામાં પણ ચલન અભાવ છે. - - હવે ચોથો ભંગ ભેદથી કહે છે – તત્થ ણં જે સે સાઈએ ઈત્યાદિ - તેમાં જે સાદિક છે ઈત્યાદિ.
આલાવણબંધ - એના વડે આલીન કરાય છે, તે આલાપનરજ્જૂ આદિ, તેના વડે તૃણાદિનો આલાપ બંધ. અલ્લિયાવણબંધે - દ્રવ્યની બીજા દ્રવ્ય સાથે શ્લેષાદિ વડે આલીનનું જે કરણ, તદ્‌રૂપ જે બંધ તે. સરીરબંધે - સમુદ્ઘાત વેળાએ જે વિસ્તારિત, સંકોચિત જીવપ્રદેશ સંબંધ-વિશેષવશથી તૈજસાદિ શરીર પ્રદેશોનો સંબંધ વિશેષ તે શરીર બંધ, બીજાના મતે શરીરબંધ એટલે શરીરીનો સમુદ્ઘાતમાં વિક્ષિપ્ત જીવ પ્રદેશોનો સંકોચનમાં જે બંધ તે શરીરબંધ. સરીરપ્પઓગબંધે - ઔદારિકાદિ શરીરનો, પ્રયોગેણ - વીર્યાંતરાય ક્ષયોપશમાદિ જનિત વ્યાપાર વડે બંધ - તેના પુદ્ગલોનું ઉપાદન કે શરીરરૂપ પ્રયોગનો જે બંધ, તે શરીરપ્રયોગ બંધ.
તૃણભાર, તેમાં વેત્રલતા - જલવંશકમ્બા, વાગ - વલ્ક, વરત્ર - ચર્મમય રજ્જુ - સનાદિમયી વલ્લી - ત્રપુષ્યાદિ, કુશ - નિર્મૂલ દર્ભ, આદિ શબ્દથી ચીવર આદિ લેવા. લેસણાબંધ - શ્લેષણા, શ્લથ દ્રવ્ય વડે દ્રવ્યોનો સંબંધ, તદ્‌રૂપ જે બંધ. ઉચ્ચયબંધ - ઉર્ધ્વચયન - ઉંચો ઢગલો કરવો, તદ્‌રૂપ જે બંધ. સમુચ્ચયબંધ - સંગત, ઉચ્ચયની અપેક્ષાથી વિશિષ્ટતર તે સમુચ્ચય, તે જ બંધ, તે સમુચ્ચય બંધ. સાહણણાબંધે - સંહનન - અવયવોના સંઘાતનરૂપ જે બંધ તે.
કુટ્ટિમાણ - મણિભૂમિકા, કાદવ આદિ સાથે શ્લેષ એટલે વજ્રલેપ. લક્ખ - જતુ, લાખ. મહુસિત્થ - મદન. આદિ શબ્દથી ગુગ્ગુલ, રાલ, ખલી આદિ લેવા. અવગર - કચરો, તેનો ઢગલો. - X -
દેસ સાહણણાબંધે - દેશ વડે દેશનો સંહનન લક્ષણ બંધ તે સંબંધ, ગાડાના અંગાદિની જેમ, તે દેશ સંહનન બંધ. સવ્વ સાહણણાબંધ - સર્વ વડે સર્વનો સંહનન લક્ષણ બંધ - સંબંધ, ક્ષીર-નીર આદિની જેમ થાય તે સ સર્વ સંહનન બંધ.
શકટ આદિ પદો પૂર્વે વ્યાખ્યાયિત કર્યા છે, છતાં શિષ્યના હિતને માટે ફરી વ્યાખ્યા કરીએ છીએ. તેમાં સગડ - ગાડું, રહ - રથ, જાણ - યાન, નાનું ગાડું - જુગ્ગ-યુગ્ય - ગોલ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ વેદિકાથી ઉપશોભિત જમ્પાન. ગિલ્લિ - હાથી ઉપરની કોલ્લર-અંબાડી, થિલ્લિ - અડ્ડપલ્લાણ, સીય - શિબિકા, કૂટાકાર વડે આચ્છાદિત જમ્પાન, સંદમાણિય - પુરુષ પ્રમાણ જમ્પાન વિશેષ, લોહિ - લોઢી, રોટલો આદિ પકાવવાનું વાસણ, લોહકડાહ - કડાયુ, કડુચ્છુય - કડછો, પીરસવા માટેનું ભાજન, ભંડ - માટીનું વાસણ, મત્ત - અમત્ર, ભાજનવિશેષ, ઉવગરણ - વિવિધ પ્રકારના અન્ય ઉપકરણો.
પુવ્વપ્પઓગપચ્ચઈએ - પૂર્વ કાળે સેવેલ પ્રયોગ - જીવ વ્યાપાર, વેદના-કષાયાદિ સમુદ્ઘાતરૂપ. પ્રત્યય - કારણ, જે શરીરબંધમાં છે, તે તથા તે જ પૂર્વપ્રયોગપ્રત્યયિક. પચ્ચુપ્પન્નપઓગ પચ્ચઈએ - અપ્રાપ્ત પૂર્વ અર્થાત્‌ વર્તમાન. પ્રયોગ - કેવલિ સમુદ્ઘાત લક્ષણ વ્યાપાર, પ્રત્યય જેમાં છે, તે પ્રત્યુત્પન્નપ્રયોગ પ્રત્યયિક.
નેરઈયાણમ્‌૦ અહીં ‘તત્થ તત્થ’ શબ્દો વડે સમુદ્ઘાત કરણ ક્ષેત્રનું બાહુલ્ય કહ્યું. ‘તેસુ તેસુ’ શબ્દ વડે સમુદ્ઘાત કારણરૂપ વેદનાદિનું બાહુલ્ય કહ્યું. ‘સમોહણમાણાણં’ એટલે સમુદ્ઘાતથી શરીરની બહાર જીવ પ્રદેશનું પ્રક્ષેપણ. જીવપ્રદેશ એમ કહેવા છતાં પણ શરીર બંધ અધિકારથી તેનો વ્યપદેશ કરીને જીવપ્રદેશ આશ્રિત તૈજસ, કાર્મણ શરીરના પ્રદેશો જાણવા. શરીરબંધ એ પક્ષમાં સમુદ્ઘાત વડે વિક્ષિપ્ય-સંકોચિતના ઉપસર્જનીકૃત તૈજસાદિ શરીરપ્રદેશોના જીવપ્રદેશોની જ બંધ - રચનાદિ વિશેષ.
કેવલિ સમુદ્ઘાત વડે દંડ, કપાટ, મથિકરણ, અંતર્‌પૂરણ લક્ષણ વડે વિસ્તારિત જીવપ્રદેશનો, સમુદ્ઘાત વડે જે પ્રદેશોનું સંહરણ, સમુદ્ઘાત વડે પ્રતિનિવર્ત્તમાનપણે પાંચ આદિ અનેક સમયોમાં થાય, તે વિશેષથી કહે છે – નિવર્ત્તન ક્રિયાના અંતરે-મધ્યે અવસ્થિત ‘પાંચમો સમય’ અર્થ કરવો. જો કે છઠ્ઠા આદિ સમયમાં તૈજસાદિ શરીર સંઘાત સમુત્પન્ન થાય છે, તો પણ અભૂતપૂર્વતાથી પાંચમો સમય જ અહીં થાય, બાકીનાનો ‘ભૂતપૂર્વ પણાથી જ’ એમ કરીને ‘અંતરામંથે વટ્ટમાણસ્સ’ એમ કહ્યું.
તૈજસ અને કાર્મણ શરીરનો બંધ-સંઘાત સમુત્પન્ન થાય છે. કયા હેતુથી? તે કહે છે – ત્યારે સમુદ્ઘાત નિવૃત્તિ કાળે, તે કેવળીના જીવપ્રદેશો એકત્વ સંઘાતને પ્રાપ્ત થયેલા થાય છે. તેની અનુવૃત્તિથી તૈજસાદિ શરીર પ્રદેશોનો બંધ સમુત્પન્ન થાય છે. શરીરબંધ એ પક્ષમાં તૈજસ-કાર્મણ આશ્રય ભૂતત્વથી તૈજસકાર્મણ શરીરપ્રદેશો છે, તેનો બંધ સમુત્પન્ન થાય છે.
વીયાંતરાય ક્ષયાદિ કૃત શક્તિ, યોગ-મન વગેરે, યોગ સાથે વર્તે તે સયોગ, વિદ્યમાન દ્રવ્યો-તથાવિધ પુદ્ગલો જે જીવના હોય, તે સદ્‌ દ્રવ્ય. વીર્યપ્રધાન સયોગ એ વીર્યસયોગ, તે અને આ સદ્‌દ્રવ્ય એ વિગ્રહ, તેનો ભાવ, તેથી વીર્યસયોગસદ્‌દ્રવ્યતા. સવીર્યતાથી, સયોગતાથી, સદ્‌દ્રવ્યતાથી જીવનો પ્રમાદ લક્ષણ કારણથી તથા કર્મ્મ - એકેન્દ્રિય જાત્યાદિ ઉદયવર્તિ. યોગ - કાય યોગાદિ, ભવં - તિર્યગ્‌ભવાદિને અનુભવતા એવા, આઉયં - તિર્યંચાયુ આદિ ઉદયવર્ત્તિ. પડુચ્ચ - આશ્રીને, ઔદારિક પ્રયોગ સંપાદક, તે કર્મના ઉદયથી ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. આ વીર્ય સયોગ સદ્‌દ્રવ્યતાથી પદો ઔદારિક શરીર પ્રયોગ નામ કર્મોદયના વિશેષણતાથી વ્યાખ્યાયિત કરવા. વીર્ય સયોગ સદ્‌દ્રવ્યતાથી હેતુભૂતતાથી જે વિવક્ષિત કર્મોદય, તેના વડે, ઈત્યાદિ પ્રકારે અથવા આ ઔદારિક શરીર પ્રયોગ બંધના કારણો સ્વતંત્ર છે. તેમાં ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે? એમ પૂછતાં જે બીજા કારણો કહેવાય છે, તે વિવક્ષિત કર્મોદયમાં અભિહિત સહકારિ કારણોની અપેક્ષાએ આ કારણપણે જાણવા, એ અર્થની જાણકારી માટે કહ્યું.
-X-X-એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ.-X- દેશબંધ અને સર્વબંધ બંને છે. તેમાં જેમ પુડલો ઘીથી ભરેલ, તપેલી તાપિકામાં નાંખો, પહેલા સમયે ઘૃતાદિ ગ્રહણ કરશે જ. બાકીના સમયોમાં ગ્રહણ કરે અને વિસર્જે, એમ આ જીવો જ્યારે પહેલા શરીરને છોડીને, બીજાને ગ્રહણ કરે જ, તે આ સર્વબંધ. પછી બીજા વગેરે સમયોમાં તેને ગ્રહણ કરે અને વિસર્જે, તે દેશબંધ. આ જ પ્રમાણે ઔદારિક શરીરનો દેશબંધ અને સર્વબંધ પણ કહેવો.
પૂડલાના દૃષ્ટાંતથી તેનો સર્વબંધ એક સમયનો છે. તેમાં જો વાયુ, મનુષ્યાદિ વૈક્રિય કરીને છોડે તો ફરી ઔદારિકનો એક સમય સર્વબંધ કરીને ફરી તેનો દેશબંધ કરતો એક સમય પછી મરે, ત્યારે જઘન્યથી એક સમયનો દેશબંધ થાય છે - X - ઔદારિક શરીરીની ત્રણ પલ્યોપમ ઉત્કર્ષથી સ્થિતિ છે, તેમાં પહેલા સમયે સર્વબંધક, એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ ઉત્કર્ષથી ઔદારિક શરીરીનો દેશબંધ કાળ હોય છે.
વાયુ ઔદારિક શરીરી, વૈક્રિયમાં જઈને ફરી ઔદારિકને પ્રાપ્ત કરે તો સર્વબંધક થઈને દેશબંધક એક સમય માટે થઈને મરે. એકેન્દ્રિયને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ છે, તેમાં એ પ્રથમ સમયે સર્વબંધક, બાકીના કાળમાં દેશબંધક એ રીતે એક સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ દેશબંધકાળ છે.
પૃથ્વીકાય, ઔદારિક શરીરીનું જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ જીવિત છે. તે ગાથા વડે કહે છે – ૨૫૬ પ્રમાણ આવલિકાથી એક ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. અંતર્મુહૂર્ત્તમાં ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ થાય. આનપ્રાણમાં ૧૭ ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. ઉચ્છ્‌વાસના ૧૩૯૫ મુહૂર્ત્ત છે. અહીતં ઉક્ત લક્ષણ ૬૫,૫૩૬ મુહૂર્ત્તગત ક્ષુલ્લક ભવ ગ્રહણ રાશિથી ૩૭૭૩ મુહૂર્ત્તગત પરિમાણ થાય છે. તે ૧૭ છે, અવશિષ્ટ તે ઉક્ત લક્ષણ રાશિ થાય છે. એવું કહેવા માંગે છે કે – જેના અંશોનું ૩૭૭૩ ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય, તે અંશોને ૧૩૯૫-માં ૧૮ ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. તેમાં જે પૃથ્વીકાયિક ત્રણ સમયથી વિગ્રહ વડે આવે, તે ત્રીજા સમયે સર્વબંધક, બાકીનામાં દેશબંધક થઈને આ ક્ષુલ્લક ભવગ્રહણે મરે. મરીને વિગ્રહથી આવે ત્યારે સર્વબંધક જ થાય છે. એ પ્રમાણે જે તે ત્રણ વિગ્રહ સમયો, તેનાથી ન્યૂન એવા ક્ષુલ્લક ભવ ગ્રહણ કહ્યો. - X -
દેશબંધ જેમાં નથી આદિ - આ અર્થ છે અપ્‌, તેઉ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોના ક્ષુલ્લક ભવ ગ્રહણ, ત્રણ સમય ન્યૂન જઘન્યથી દેશબંધ છે, કારણ કે તેનું વૈક્રિયશરીર નથી. વૈક્રિયશરીર હોય તો જ એક સમય જઘન્યથી ઔદારિક દેશબંધ પૂર્વોક્ત યુક્તી વડે થાય. ઉત્કૃષ્ટથી અપ્‌કાયની ૭૦૦૦ વર્ષ સ્થિતિ, તેઉકાયને ત્રણ અહોરાત્ર, વનસ્પતિની ૧૦,૦૦૦ વર્ષ, બેઈન્દ્રિયની ૧૨ વર્ષ, તેઈન્દ્રિયની ૪૯ અહોરાત્ર, ચઉરિન્દ્રિયની છ માસ, આ સર્વબંધસમય ન્યૂન ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ છે.
વાયુ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોનો જઘન્યથી દેશબંધ એક સમય, ભાવના પૂર્વવત્‌ ઉત્કૃષ્ટથી વાયુકાયની ૩૦૦૦ વર્ષ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ સ્થિતિ છે. આ સ્થિતિમાં સર્વબંધ સમય ન્યૂન એવી ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ થાય છે. મનુષ્યોની દેશબંધ સ્થિતિ પ્રાપ્ત છે, તો પણ સૂત્રમાં સાક્ષાત્‌ કહી છે. - - હવે ઔદારિક શરીર પ્રયોગબંધનું અંતર –
સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. કઈ રીતે? ઔદારિક શરીરમાં ત્રણ સમયના વિગ્રહથી આવે છે, તેમાં બે સમય અનાહારક, ત્રીજા સમયે સર્વબંધક, ક્ષુલ્લક ભવમાં રહીને મરીને ઔદારિક શરીરીમાં જ ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે સર્વબંધક. એ રીતે સર્વબંધનુ સર્વબંધથી અંતર ક્ષુલ્લકભવે વિગ્રહ ગત ત્રણ સમય ન્યૂન. ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ અને પૂર્વકોટી સમય અધિક સર્વ બંધાંતર થાય છે. કઈ રીતે? મનુષ્યાદિમાં અવિગ્રહથી આવે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને પૂર્વકોટિ રહીને ૩૩-સાગરોપમ સ્થિતિ નારક કે સર્વાર્થ સિદ્ધે થઈને ત્રણ સમયના વિગ્રહથી ઔદારિક શરીરી થઈ, તેમાં વિગ્રહના બે સમય અનાહારક અને ત્રીજે સમયે સર્વબંધક. - X - X - આ રીતે સર્વબંધનું સર્વબંધથી ઉત્કૃષ્ટ અંતર થાય.
દેશબંધ અંતર, જઘન્ય એક સમય. કઈ રીતે? દેશબંધક મરીને વિગ્રહથી જ ઉત્પન્ન હોય, તેમાં પહેલા સમયે જ સર્વબંધક છે, બીજા વગેરે સમયમાં દેશબંધક છે તે જ દેશબંધનું દેશબંધથી અંતર જઘન્યથી એક સમય, સર્વબંધ સંબંધી છે, ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ અને અધિક ત્રણ સમય દેશબંધનું દેશબંધથી અંતર થાય છે. કઈ રીતે? દેશબંધક મરીને ઉત્પન્ન થઈ ૩૩-સાગરોપમ આયુ સર્વાર્થસિદ્ધાદિમાં પામે, ત્યાંથી ચ્યવીને ત્રણ સમય વડે વિગ્રહગતિથી ઔદારિક શરીરી થાય, તેમાં વિગ્રહના બે સમયે અનાહારક અને ત્રીજા સમયે સર્વબંધક, ત્યારપછી દેશબંધક થાય. આ પ્રમાણે દેશબંધનો દેશબંધથી ઉત્કૃષ્ટ અંતરાલ કહ્યા મુજબનો થાય.
ઔદારિક બંધનું સામાન્યથી કહ્યું, હવે વિશેષથી-એકેન્દ્રિયનું ઔદારિક સર્વબંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ છે. કઈ રીતે? ત્રણ સમયના વિગ્રહથી પૃથ્વી આદિમાં આવીને વિગ્રહના બે સમય અનાહારક, ત્રીજા સમયે સર્વ બંધ, તેથી ક્ષુલ્લકભવ ગ્રહણ ત્રણ સમય ન્યૂન રહીને મરીને અવિગ્રહથી જો ઉત્પન્ન થાય તો સર્વબંધક થાય છે. ઉત્કૃષ્ટથી સર્વબંધ અંતર ૨૨,૦૦૦ વર્ષ અને સમય અધિક છે. કઈ રીતે? પૃથ્વીકાયિકમાં આવીને પહેલા સમયે સર્વબંધક, પછી ૨૨,૦૦૦ વર્ષ રહીને સમય ન્યૂન વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે બીજા પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય ત્યાં બે સમય અનાહારક થઈને ત્રીજા સમયે સર્વબંધક થાય. બે અનાહારક સમયમાંથી એક સમય ૨૨,૦૦૦ વર્ષમાં નાંખતા તે સમય આવે. - X -
એકેન્દ્રિય ઔદારિકનું દેશબંધ અંતર જઘન્યથી એક સમય છે. કેમકે દેશબંધક મરીને વિગ્રહથી સર્વ બંધક થઈને એક સમયમાં ફરી દેશબંધક જ જન્મે. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત થાય. કેમકે વાયુનું ઔદારિકશરીર દેશબંધક થઈ વૈક્રિયમાં જઈને ત્યાં અન્તર્મુહૂર્ત્ત રહીને ફરી ઔદારિક શરીરનો સર્વબંધક થઈને દેશબંધકરૂપે જ જન્મે. એ રીતે આ અંતર પ્રાપ્ત થાય.
પૃથ્વીકાયિકનું દેશબંધ અંતર જઘન્યથી એકસમય ઉત્કૃષ્ટથી ત્રણ સમય. કેમકે પૃથ્વીકાયિક દેશબંધક-મરીને વિગ્રહ ગતિથી પૃથ્વી-કાયિકમાં જ ઉત્પન્ન થઈ એક સમય સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, તે એકસમય દેશબંધનું જઘન્ય અંતર, તથા પૃથ્વીકાયિક દેશબંધક મરીને ત્રણ સમય વિગ્રહથી તેમાં જ ઉત્પન્ન થાય ત્યારે બે સમય અનાહારક, ત્રીજા સમયે સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, એ પ્રમાણે ત્રણ સમય ઉત્કર્ષથી દેશબંધનું અંતર થાય.
હવે અપ્‌કાયિકાદિનું બંધંતર અતિદેશથી કહે છે – જેમ પૃથ્વીકાયિકનું છે તેમ. અહીં બધે સમપણાના પરિહારાર્થે કહે છે. વિશેષથી આદિ. એ રીતે અતિદેશથી જે પ્રાપ્ત છે તે કહે છે – અપ્‌કાયિકનું જઘન્ય સર્વબંધાંતર ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ સમયાધિક. દેશ બંધંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સમય, એ રીતે વાયુકાયને વર્જીને તેઉકાય આદિનું છે. વિશેષ આ - ઉત્કૃષ્ટ સર્વબંધતર પોતપોતાની સ્થિતિથી એક સમય અધિક કહેવું.
અહીં વાયુ બંધંતરની વિલક્ષણતા સૂચવી છે. વાયુ બંધંતર ભેદથી કહે છે – તેમાં વાયુકાયિક ઉત્કર્ષથી દેશબંધંતર અંતર્‌ મુહૂર્ત્ત છે. કઈ રીતે? વાયુ ઔદારિક શરીરનો દેશબંધક થઈ, વૈક્રિય બંધ અંતર્મુહૂર્ત્ત કરીને ફરી ઔદારિક સર્વ બંધ સમય પછી જો ઔદારિક દેશ બંધ કરે, ત્યારે યથોક્ત અંતર થાય છે.
પંચેન્દ્રિયમાં સર્વબંધંતર જઘન્ય કહ્યું છે. ઉત્કૃષ્ટ કહે છે – પંચેન્દ્રિય તિર્યંચ અવિગ્રહથી ઉત્પન્ન થઈ પહેલા સમયે જ સર્વબંધક, પછી સમયન્યૂન પૂર્વકોટિ જીવીને વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે તેમાં જ ઉત્પન્ન થઈ, ત્યાં બે અનાહારક સમય ત્રીજા સમયે સર્વબંધક સંપન્ન થાય. અનાહારકના બેમાંથી એક સમય પૂર્વકોટીમાં ઉમેરતા યથોક્ત અંતર થાય છે. દેશબંધ અંતર. એકેન્દ્રિય મુજબ, તે જઘન્ય એક સમય. કઈ રીતે? દેશબંધક મરીને સર્વબંધ સમય પછી દેશબંધક થાય. ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત્ત. કઈ રીતે? ઔદારિક શરીરી દેશબંધક થઈને વૈક્રિયને પામીને ત્યાં અંતર્મુહૂર્ત્ત રહીને ફરી ઔદારિક શરીરી થાય. તેમાં પહેલા સમયે સર્વબંધક, બીજા આદિમાં દેશબંધક એ રીતે દેશબંધંતર અંતર્મુહૂર્ત્ત થાય. એ રીતે મનુષ્યોનું પણ જાણવું.
ઔદારિક બંધંતર બીજા પ્રકારે કહે છે – બે ઈન્દ્રિયાદિમાં ફરી એકેન્દ્રિયત્વ હોય ત્યારે જે સર્વબંધાંતર, તે જઘન્યથી બે ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન. કઈ રીતે? એકેન્દ્રિય ત્રણ સમય વિગ્રહગતિ વડે ઉત્પન્ન થઈ, તેમાં બે સમય અનાહારક થઈને ત્રીજા સમયે સર્વબંધ કરીને તે ન્યૂન ક્ષુલ્લકભવ ગ્રહણ કરી જીવીને મરે. એકેન્દ્રિય સિવાયના ક્ષુલ્લક ભવ ગ્રહણથી જીવીને મરે, વિગ્રહથી ફરી એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે ઉક્ત અંતર થાય.
ઉત્કૃષ્ટથી ૨૦૦૦ સાગરોપમ સંખ્યાત વર્ષાધિક છે. કઈ રીતે? અવિગ્રહથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ, ત્યાં પહેલા સમયે સર્વબંધક થઈ ૨૨,૦૦૦ વર્ષ જીવીને મરે, પછી ત્રસકાયિકમાં ઉત્પન્ન થાય, ત્યાં સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટ ત્રસકાયિક કાયસ્થિતિમાં રહીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે આ અંતર આવે. - X - X - દેશ બંધંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ છે. કઈ રીતે? એકેન્દ્રિય દેશબંધક થઈ મરીને બેઈન્દ્રિયાદિમાં ક્ષુલ્લક ભવગ્રહણ અનુભવી અવિગ્રહથી પહેલા સમયે સર્વબંધક થઈને બીજે સમયે દેશબંધક થાય. એ પ્રમાણે દેશબંધાંતર ક્ષુલ્લક ભવ સર્વબંધ સમયાતિરિક્ત થશે.
હવે પૃથ્વીકાયિક બંધાંતરને વિચારીએ – - X - ઉત્કૃષ્ટથી અનંતકાળ. અહીં કાળ અનંતત્વ વનસ્પતિકાય સ્થિતિની કાળ અપેક્ષાથી કહ્યું છે. - X - અભિપ્રાય આ પ્રમાણે - તે અનંતકાળના સમયમાં અવસર્પિણી-ઉત્સર્પિણી સમયો વડે અપહ્રિયમાણમાં અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આ પ્રમાણ કાળની અપેક્ષાએ છે. ક્ષેત્રાપેક્ષાએ અનંતલોક અર્થાત્‌ અનંતકાળ સમયમાં લોકાકાશ પ્રદેશોથી અપહ્રિય-માણમાં અનંતલોક થાય છે. તેમાં કેટલાક પુદ્ગલ પરાવર્ત્ત થાય? અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત લક્ષણ સામાન્યથી આ છે - દશકોડાકોડી વડે અદ્ધાપલ્યોપમોનો એક સાગરોપમ, દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી, ઉત્સર્પિણી પણ એ રીતે છે. તે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીનું એક પુદ્ગલ પરાવર્ત્ત, આ વિશેષ લક્ષણ અહીં જ કહેશે–
પુદ્ગલ પરાવર્ત્તોના જ અસંખ્યાતત્વ નિયમનાર્થે કહે છે – અસંખ્યાત સમય સમૂહની આવલિકા-દેશબંધંતર૦ ભાવના આ રીતે પૃથ્વીકાયિક દેશબંધક થઈ મરીને પૃથ્વીકાયિકમાં ક્ષુલ્લકભવ ગ્રહણ જીવીને મર્યા પછી ફરી અવિગ્રહથી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય. તેમાં સર્વબંધ સમય પછી દેશબંધક થાય. એ રીતે સર્વબંધ સમયથી અધિક એક ક્ષુલ્લક ભવ ગ્રહણ દેશબંધનું અંતર છે.
વનસ્પતિકાયિકોમાં જઘન્યથી સર્વબંધંતર બે ક્ષુલ્લક ભવગ્રહણથી ત્રણ સમય ન્યૂન દેખાય છે. વનસ્પતિકાયિક ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન છે, તેમાં વિગ્રહના બે સમય અનાહારક, ત્રીજે સમયે સર્વબંધક થઈને ક્ષુલ્લક ભવ જીવીને ફરી પૃથ્વી આદિમાં ક્ષુલ્લક ભવ જ રહીને ફરી અવિગ્રહથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થઈ પહેલા સમયે તે સર્વબંધક થાય, ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ અંતર આ રીતે થાય. ઉત્કૃષ્ટમાં પૃથ્વી આદિમાં કાયસ્થિતિ કાળ છે. દેશબંધંતર જઘન્યથી પૃથ્વી આદિ માફક વનસ્પતિનું છે, તે સમયાધિક ક્ષુલ્લકભવ ગ્રહણ છે. ભાવના પૂર્વવત્‌.
ઉત્કૃષ્ટથી વનસ્પતિનું દેશ બંધંતર પૃથ્વીકાય સ્થિતિકાળ અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી આદિરૂપછે
ઔદારિક દેશબંધકાદિનું અલ્પબહુત્વ. સૌથી થોડાં સર્વબંધક છે, કેમકે ઉત્પત્તિ સમયે જ હોય, અબંધક વિશેષાધિક છે કેમકે વિગ્રહ ગતિમાં અને સિદ્ધત્વાદિમાં તે હોય, દેશબંધક અસંખ્યાતગણા, કેમકે દેશબંધક કાળ અસંખ્યગુણ છે. તેની ભાવના આગળ કહીશું. - - હવે વૈક્રિય શરીર પ્રયોગ બંધ નિરૂપણ કરવા કહે છે –

Linked texts (1)