Pramāṇa · Search · About · API

Viyahapannatti 622

Viyāhapannatti: ṭīkānusārī vivecana 622

Language
Gujarati

622

‘ભગવતી’ સૂત્ર-૪૨૫ :– [૮/૯/૪૨૫]
ભગવન્‌! વૈક્રિયશરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ અને પંચેન્દ્રિય૦
જો એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ છે, તો શું વાયુકાયિક એકેન્દ્રિય૦ છે કે અવાયુકાયિક એકેન્દ્રિય૦? આ અભિલાપથી જેમ ‘અવગાહના સંસ્થાન’માં વૈક્રિય શરીર ભેદ છે, તેમ કહેવા યાવત્‌ પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક વૈમાનિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગબંધ અને અપર્યાપ્તા સર્વાર્થસિદ્ધ૦ યાવત્‌ પ્રયોગબંધ.
ભગવન્‌! વૈક્રિયશરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી? ગૌતમ! વીર્યસયોગ સદ્‌દ્રવ્યતા યાવત્‌ આયુ કે લબ્ધિને આશ્રીને વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી વૈક્રિયશરીર પ્રયોગબંધ થાય.
વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગ૦ પૃચ્છા. ગૌતમ! વીર્યસયોગ સદ્‌દ્રવ્યતાથી યાવત્‌ લબ્ધિને આશ્રીને પૂર્વવત્‌.
ભગવન્‌! રત્નપ્રભાપૃથ્વીનૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી? ગૌતમ! વીર્ય સયોગ સદ્‌દ્રવ્યતા યાવત્‌ આયુને આશ્રીને યાવત્‌ બંધ થાય. એ રીતે અધઃસપ્તમી સુધી.
તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર પૃચ્છા. ગૌતમ! વીર્ય૦ વાયુકાયિક મુજબ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિય એમ જ છે.
અસુરકુમાર ભવનપતિ દેવ પંચેન્દ્રિય વૈક્રિય, રત્નપ્રભા પૃથ્વી નૈરયિકવત્‌ જાણવું. એ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું. એ રીતે વાણવ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ કલ્પોપન્નક વૈમાનિક યાવત્‌ અચ્યુત, ગ્રૈવેયક કલ્પાતીત વૈમાનિક, અનુત્તરોપપાતિક જાણવા.
ભગવન્‌! વૈક્રિયશરીર પ્રયોગ બંધ, દેશબંધ કે સર્વબંધ? ગૌતમ! બંને. વાયુકાયિક એકેન્દ્રિય, રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્‌ અનુત્તરોપપાતિક એ પ્રમાણે જ જાણવા.
ભગવન્‌! વૈક્રિયશરીર પ્રયોગબંધ કાળથી કેટલા છે? ગૌતમ! સર્વબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બે સમય. દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ૩૩-સાગરોપમ. વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય પૃચ્છા. ગૌતમ! સર્વબંધ, એક સમય અને દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત.
રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પૃચ્છા. ગૌતમ! સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સમય ન્યૂન સાગરોપમ. એ રીતે યાવત્‌ અધઃસપ્તમી. વિશેષ આ – દેશબંધ જેની જે જઘન્યા સ્થિતિ તે સમયન્યૂન કરવી અને સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. - - પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોની વાયુકાયિકની માફક કહેવી. અસુરકુમારાદિ યાવત્‌ અનુત્તરો-પપાતિકની નૈરયિક માફક કહેવી. વિશેષ આ – જેની જે સ્થિતિ તે કહેવી યાવત્‌ અનુત્તરોપપાતિકનો સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ૩૩-સાગરોપમ છે.
ભગવન્‌! વૈક્રિયશરીર પ્રયોગ બંધતર કાળથી કેટલું હોય? ગૌતમ! સર્વ બંધંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંત કાળ અનંતી યાવત્‌ આવલિકાનો અસંખ્યાત ભાગ, એમ દેશબંધંતર.
વાયુકાયિક વૈક્રિય શરીર પૃચ્છા. ગૌતમ! સર્વબંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ૦.
તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધંતર પૃચ્છા. ગૌતમ! સર્વબંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ પૃથક્ત્વ, એ પ્રમાણે દેશબંધંતર જાણવું, મનુષ્યનું પણ જાણવું.
ભગવન્‌! વાયુકાયિકજીવ નોવાયુકાયિકમાં જઈને ફરી વાયુકાયિકપણે ઉત્પન્ન થાય તો વાયુકાયિક એકેન્દ્રિયવૈક્રિય પૃચ્છા. ગૌતમ! સર્વ બંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. એ પ્રમાણે દેશબંધંતર પણ જાણવું.
ભગવન્‌! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, નોરત્નપ્રભાપૃથ્વી૦ પૃચ્છા. ગૌતમ! સર્વ બંધંતર જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત્તાધિક. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. દેશબંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. વિશેષ એ – જેની જે જઘન્ય સ્થિતિ છે, તેમાં અંતર્મુહૂર્ત્ત અધિક સર્વ બંધંતર કહેવું, બાકી પૂર્વવત્‌. પંચે૦તિ૦યો૦, મનુષ્યો વાયુકાયવત્‌.
અસુરકુમારાદિ યાવત્‌ સહસ્રારદેવોને રત્નપ્રભા પૃથ્વી નૈરયિકવત્‌ કહેવા. વિશેષ આ - સર્વ બંધંતર જેની જે જઘન્ય સ્થિતિ તેમાં અંતર્મુહૂર્ત્ત અધિક કહેવું. બાકી પૂર્વવત્‌. - - ભગવન્‌! આનતદેવપણે ઉત્પન્ન નોઆણત્તદેવ૦ પૃચ્છા - ગૌતમ! સર્વબંધંતર જઘન્યથી વર્ષ પૃથક્‌ત્વ અધિક ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. દેશબંધંતર જઘન્યથી વર્ષ પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ, એ રીતે યાવત્‌ અચ્યુત, વિશેષ જેની જે સ્થિતિ૦ આદિ પૂર્વવત્‌.
ગ્રૈવેયક, કલ્પાતીત પૃચ્છા - ગૌતમ! સર્વબંધંતર જઘન્યે ૨૨-સાગરોપમ વર્ષ પૃથક્‌ત્વ અધિક, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિ કાળ. દેશ બંધંતર જઘન્ય વર્ષ પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્‌! અનુત્તરોપપાતિક પૃચ્છા. ગૌતમ! સર્વબંધ અંતર જઘન્ય વર્ષ પૃથક્‌ત્વાધિક ૩૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ. દેશ બંધંતર જઘન્ય વર્ષ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગર૦
ભગવન્‌! આ વૈક્રિયશરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને અબંધકમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો વૈક્રિય શરીરના સર્વબંધક છે, દેશબંધક અસંખ્યાતગણા, અબંધક અનંતગણા છે. - - - ભગવન્‌! આહારક શરીરપ્રયોગબંધ કેટલા ભેદ છે? ગૌતમ! એકાકાર. જો એકાકાર છે તો શું મનુષ્યાહારક૦ છે કે અમનુષ્યાહારક૦? ગૌતમ! મનુષ્યાહારક શરીરપ્રયોગ બંધ છે. અમનુષ્યાહારક૦ નહીં. આ અભિલાપથી ‘અવગાહના સંસ્થાન’ મુજબ યાવત્‌ ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્‌દૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ કર્મભૂમિજ ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યાહારક શરીર પ્રયોગ બંધ, અનૃદ્ધિપ્રાપ્ત પ્રમત્ત યાવત્‌ આહારક શરીરપ્રયોગબંધ નહીં.
આહારક શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી? ગૌતમ! વીર્ય સયોગ સદ્‌દ્રવ્યતાથી યાવત્‌ લબ્ધિને આશ્રીને આહારક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી છે. - - ભગવન્‌! આહારક શરીર પ્રયોગ બંધ દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ! બંને. - - ભગવન્‌! આહારક શરીર પ્રયોગ બંધ કાળથી કેટલો હોય? ગૌતમ! સર્વબંધ એક સમયનો, દેશબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત્ત.
ભગવન્‌! આહારક શરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય? ગૌતમ! સર્વ બંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંત કાળ-અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણીકાળથી, ક્ષેત્રથી અનંત લોકદેશન્યૂન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત્ત. એ પ્રમાણે દેશબંધંતર પણ છે.
ભગવન્‌! આહારક શરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને અબંધકમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં સર્વબંધકો, દેશબંધક સંખ્યાતગુણા, અબંધક અનંતગુણા છે.

Linked texts (1)