Viyahapannatti 623
Viyāhapannatti: ṭīkānusārī vivecana 623
- Language
- Gujarati
623
વિવેચન :–૪૨૫
એકેન્દ્રિય વાયુકાયિક અપેક્ષાએ, પંચેન્દ્રિય ચારે ગતિથી છે. - X - લબ્ધિ, તે વૈક્રિયકરણ લબ્ધિ. તે વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યાપેક્ષાએ છે. વાયુકાયિક આદિને લબ્ધિ શરીરબંધથી અને દેવ-નારકને વીર્યસયોગ સદ્દ્રવ્યતાથી કહે છે. વૈક્રિય શરીરમાં ઉત્પન્ન થનારને એક સમય સર્વબંધક થાય. ઉત્કૃષ્ટથી બે સમય - ઔદારિકશરીરી વૈક્રિયતા પામીને સર્વબંધક થઈ મરીને ફરી નારકત્વ કે દેવત્વ પામે, ત્યારે પહેલા સમયે વૈક્રિયનો સર્વબંધક થાય - X - તેથી બે સમય છે.
ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને પહેલા સમયે સર્વબંધક થઈને, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી એક સમય થાય. દેવ કે નારકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો - X - પૂર્વવત્.
વાયુ ઔદારિક શરીરી થઈને વૈક્રિયમાં જાય પછી પહેલા સમયે સર્વબંધક, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી જઘન્ય એક સમય દેશબંધ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત (પૂર્વવત્), લબ્ધિવૈક્રિય શરીરીને અંતર્મુહૂર્ત્તથી પછી વૈક્રિય શરીરાવસ્થાન નથી. - X -
રત્નપ્રભા૦ ત્રણ સમય વિગ્રહથી રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિનારક સમુત્પન્ન થાય, તેમાં બે સમય અનાહારક, ત્રીજા સમયે સર્વબંધક પછી દેશબંધક, તેથી ત્રિસમય ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ કહ્યા. ઉત્કૃષ્ટથી સમયન્યૂન સાગરોપમ. - X - ભાવના પૂર્વવત્ કહેવી. એ પ્રમાણે બધે સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય વિગ્રહ સમય ત્રણ ન્યૂન પોત-પોતાની જઘન્ય સ્થિતિ પ્રમાણ કહેવું. - X -
પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોનો વૈક્રિય સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત કહ્યું છે – નરકમાં અંતર્મુહૂર્ત્ત, તિર્યંચ-મનુષ્યમાં ચાર, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકુર્વણા કાળ જાણવો. ચાર અંતર્મુહૂર્ત્ત કહ્યું, તે મતાંતર છે.
વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કહે છે – ઔદારિક શરીરી, વૈક્રિયમાં જઈને પહેલા સમયે સર્વબંધક, બીજે દેશબંધક થઈને મરીને દેવ કે નારકમાં વૈક્રિયશરીરીમાં અવિગ્રહથી ઉત્પન્ન થતો પહેલા સમયે સર્વબંધક તેથી એક સમય સર્વબંધાંતર થશે. ઔદારિક શરીરી વૈક્રિયમાં જઈને-X-ફરી અનંતકાળ ઔદારિકાદિ શરીરમાં વનસ્પતિ આદિમાં રહીને વૈક્રિયશરીરમાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક થાય. એ રીતે દેશબંધ - X - પૂર્વવત્.
વાયુ ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને, પહેલા સમયે સર્વબંધક થઈને, મરીને ફરીને વાયુકાયિક થાય, તેને અપર્યાપ્તકને વૈક્રિય શક્તિ ન હોય, અંતર્મુહૂર્ત્તમાં પર્યાપ્તક થઈને વૈક્રિય શરીર કરે, તેમાં પ્રથમ સમયમાં સર્વબંધક થાય એ રીતે સર્વબંધાંતર અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમકે ઔદારિક શરીરી વાયુકાય આટલા સમયે અવશ્ય વૈક્રિય કરે ઈત્યાદિ પૂર્વવત્ - X -
પંચેન્દ્રિય તિર્યંચયોનિક વૈક્રિયમાં જઈને ત્યાં પ્રથમ સમયે સર્વબંધક, પછી અંતર્મુહૂર્ત્ત માત્ર દેશબંધક, પછી ઔદારિકનો સર્વબંધક થઈને એક સમય દેશબંધક થઈને, ફરી વૈક્રિય કરતા પહેલા સમયે સર્વબંધ. ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ આયુ. - X - પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન, પૂર્વજન્મ સહ સાત-આઠ વખત, પછી વૈક્રિયમાં જાય. ત્યાં પ્રથમ સમયે સર્વબંધ કરીને દેશબંધ કરે છે - X - X -
વૈક્રિય શરીર બંધંતરને જ બીજા પ્રકારે ચિંતવે છે - વાયુ વૈક્રિય શરીર પામે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને મરીને પછી પૃથ્વી-કાયિકમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ ક્ષુલ્લક ભવગ્રહણ માત્ર રહીને ફરી વાયુકાય થાય. ત્યાં પણ કેટલાક ક્ષુલ્લકભવ રહીને વૈક્રિયમાં જાય, ત્યાં પહેલા સમયે સર્વબંધક થાય, પછી વૈક્રિયના સર્વબંધોનું અંતર ઘણાં ક્ષુલ્લક ભવોથી ઘણાં અંતર્મુહૂર્ત્ત થાય. ત્યારે યથોક્ત સર્વબંધાંતર થાય. ઉત્કૃષ્ટથી અનંત વનસ્પતિકાળ - X - પૂર્વવત્. એ પ્રમાણે દેશ બંધંતર પણ જાણવું.
રત્નપ્રભા નારક ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક ઉત્પત્તિમાં - X - ત્યાંથી ચ્યવી ગર્ભજ પંચેન્દ્રિયમાં અંતર્મુહૂર્ત્ત રહીને ફરી રત્નપ્રભામાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક, આ જઘન્ય અંતર કહ્યું. - X - X - રત્નપ્રભા નારક ઉત્પત્તિમાં સર્વબંધક થઈને ત્યાંથી ચ્યવીને અનંતકાળ વનસ્પતિ આદિમાં રહીને ફરી તેમાં ઉત્પન્ન થતાં સર્વબંધક થાય, તેથી આટલું ઉત્કૃષ્ટ અંતર કહ્યું. દેશબંધક થઈને મરીને અંતર્મુહૂર્ત્તાયુ પંચેન્દ્રિય તિર્યંચપણે ઉત્પન્ન થઈને, મરીને રત્નપ્રભા નારકપણે ઉત્પન્ન થાય, તેમાં બીજા સમયે દેશબંધક, આ જઘન્ય દેશબંધંતર છે, ઉત્કૃષ્ટ, પૂર્વવત્ ભાવના કરવી.
શર્કરાપ્રભાદિમાં નારકોનું વૈક્રિય શરીર બંધંતર સંક્ષેપ માટે અતિદેશથી કહ્યું – દ્વિતીયાદિ પૃથ્વીની જઘન્ય સ્થિતિ કહેવી.
પંચેન્દ્રિય, વાયુકાયિક મુજબ. અસુરકુમારથી સહસ્રાર સુધી ઉત્પત્તિ સમયે સર્વબંધ કરીને પોતાની જઘન્ય સ્થિતિ પાળીને પંચેન્દ્રિય તિર્યંચમાં જઘન્ય અંતર્મુહૂર્ત્ત આયુથી ઉપજી, મરીને તેમાં જ સર્વબંધક થાય, એ પ્રમાણે તેમની જઘન્ય સર્વબંધંતર વક્તવ્યતા છે. રત્નપ્રભાના નારકો માફક ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - X - X -
આનતકલ્પીય દેવ ઉત્પત્તિમાં સર્વબંધક છે, તે ૧૮-સાગરોપમ ત્યાં રહીને ત્યાંથી ચ્યવીને વર્ષ પૃથક્ત્વ મનુષ્યમાં રહીને ફરી ત્યાં જ ઉત્પન્ન થાય, પ્રથમ સમયે તે સર્વબંધક છે. એ રીતે તેનું સર્વ બંધંતર જઘન્યથી વર્ષ પૃથકત્વાધિક ૧૮ સાગરોપમ થાય, ઉત્કૃષ્ટ તો અનંતકાળ થાય, જો તે ચ્યવીને વનસ્પત્યાદિમાં અનંતકાળ જાય. પછી આનતકલ્પે ઉત્પન્ન થાય. દેશબંધંતર વર્ષ પૃથક્ત્વ. જો ચ્યવીને તે વર્ષ પૃથક્ત્વ મનુષ્યત્વ અનુભવીને ફરી આનતકલ્પે ઉપજે. અહીં સર્વબંધ જો કે સમયાધિક વર્ષ પૃથક્ત્વ થાય છે, તો પણ તેનું વર્ષ પૃથક્ત્વ અનર્થાન્તર અવિવક્ષાથી ભેદ વડે ગણેલ નથી. આ પ્રમાણે પ્રાણત યાવત્ ગ્રૈવેયક સૂત્રો પણ જાણવા.
સનત્કુમારથી સહસ્રાર સુધીના દેવો જઘન્યથી નવ દિવસ આયુષ્ય વડે આનતથી અચ્યુત સુધીના નવ માસ આયુ વડે સમુત્પન્ન થાય છે. એવું જીવસમાસમાં કહે છે. તેથી જઘન્ય સર્વબંધ અંતર તેટલું તેટલું અધિક તેની જઘન્ય સ્થિતિરૂપ પ્રાપ્ત થાય છે.
અનુત્તરવિમાને ઉત્કૃષ્ટ સર્વ બંધાંતર અને દેશબંધાંતર સંખ્યાત સાગરોપમ છે. કેમકે અનંતકાળ અનુત્તર વિમાનથી ચ્યુત થઈ સંચરતા નથી, તેમ જીવસમાસનો મત છે–
હવે વૈક્રિયશરીર દેશબંધકોનું અલ્પબહુત્વ કહે છે - વૈક્રિય સર્વબંધક કાળના અલ્પત્વથી સૌથી થોડાં છે, અસંખ્યગુણ કાળથી દેશબંધકો તેનાથી અસંખ્યાતગણા છે. સિદ્ધો, વનસ્પત્યાદિ અપેક્ષાએ તેના અબંધકો અનંતગણા છે.
આહારક શરીરપ્રયોગ બંધને આશ્રીને કહે છે – એક પ્રકાર છે. ઔદારિકાદિ બંધવત્ અનેક પ્રકાર નથી. સર્વબંધ એક સમય છે અને દેશબંધ જઘન્ય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત્ત માત્ર છે. કેમકે પછી અવશ્ય ઔદારિક શરીર ગ્રહણ કરે.-X-હવે આહારક શરીર પ્રયોગ બંધના જ અંતરને નિરૂપતા કહે છે– મનુષ્ય આહારક શરીર સ્વીકારે તેના પહેલાં સમયે સર્વબંધક, પછી અંતર્મુહૂર્ત્ત માત્ર રહીને ઔદારિક શરીરમાં જઈને ત્યાં પણ અંતર્મુહૂર્ત્ત રહે, ફરી પણ તેના સંશયાદિથી આહારક શરીર કરવાનું કારણ ઉત્પન્ન થાય, પછી ફરી આહારક શરીર ગ્રહણ કરે ત્યારે પહેલા સમયે સર્વ બંધક થાય. એ રીતે સર્વબંધંતર અન્તર્મુહૂર્ત્ત, બંને અંતર્મુહૂર્ત્તની એકત્વ વિવક્ષાથી આમ કહ્યું.
અનંતકાળે ફરી આહારક શરીર પામે, તેથી ઉત્કૃષ્ટકાળ તે કહ્યો. તેને વિશેષે કહે છે – અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક આદિ૦ તેની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી.
અહીં પુદ્ગલ પરાવર્ત પરિમાણ શું થાય? દેશન્યૂન અપાર્ધ પુદ્ગલ પરાવર્ત્ત. અપાર્દ્ધ - અડધું. પુદ્ગલ પરાવર્ત્ત પૂર્વે કહ્યું.
દેશ બંધંતર - જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન અપાર્ધ પુદ્ગલ પરાવર્ત્ત. - X - આહારક શરીરના સર્વબંધક આદિનું અલ્પ બહુત્વ - સૌથી થોડાં આહારકના સર્વબંધકો છે, કેમકે સર્વબંધકાળ થોડો છે, દેશબંધક સંખ્યાતગણા, કેમકે તે કાળનું બહુત્વ છે, મનુષ્યો જ સંખ્યાતા હોવાથી તેઓ અસંખ્યાત ગણા ન થાય. અબંધકો અનંતગણા છે. કેમકે આહારક શરીર માત્ર સંયત મનુષ્યોમાં કેટલાંકને અને કદાચિત્ જ હોય છે. બાકીના કાળે બધાં અબંધક હોય છે. - X - હવે તૈજસ શરીર પ્રયોગ બંધ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit