Viyahapannatti 624
Viyāhapannatti: ṭīkānusārī vivecana 624
- Language
- Gujarati
624
‘ભગવતી’ સૂત્ર-૪૨૬ :– [૮/૯/૪૨૬]
ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. - એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. - - ભગવન્! એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે? આ આલાવા વડે ‘અવગાહના-સંસ્થાન’ મુજબ ભેદો યાવત્ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ૦ યાવત્ બંધ સુધી કહેવા.
ભગવન્! તૈજસ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે? ગૌતમ! વીર્યસયોગ સદ્દ્રવ્યતાથી યાવત્ આયુને આશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય.
ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધ, દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ! દેશબંધ છે, સર્વબંધ નથી.
ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધથી કાળથી કેટલો હોય? ગૌતમ! બે ભેદે છે - અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત.
ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય? ગૌતમ! અનાદિ અપર્યવસિત કે અનાદિ સપર્યવસિતને અંતર નથી. - - ભગવન્! આ તૈજસ શરીરના બંધકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો તૈજસશરીરના અબંધક છે, દેશબંધક અનંતગણા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit