Viyahapannatti 63
Viyāhapannatti: ṭīkānusārī vivecana 63
- Language
- Gujarati
63
વિવેચન :–૩૭
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – જીવો કાંક્ષા મોહનીય વેદે છે, તે પૂર્વે નિર્ણીત થયું છે, તો પુનઃ પ્રશ્ન કેમ? વેદનાના કારણો પ્રતિપાદિત કરવા માટે. કહ્યું છે – પૂર્વે કહેવાયા છતાં ફરી જો કહેવાય, તો તેનું કારણ હોય તેમ સમજવું, પ્રતિષેધ, અનુજ્ઞા, હેતુ વિશેષ જણાવવા છે.
બીજા દર્શનનું શ્રવણ, કુતિર્થિકનો સંસર્ગ આદિ વિદ્વત્ પ્રસિદ્ધ કારણો વડે – શંકાદિ હેતુ વડે. તે હેતુ શું? શંકિત - જિનોક્ત પદાર્થ પ્રતિ સર્વથી કે દેશથી સંશય પામેલ.. કાંક્ષિત - અન્યાન્ય દર્શનના ગ્રહણથી તેની ઈચ્છાવાળા થયેલ.. વિતિગિચ્છિય - ફળના વિષયમાં શંકિત.. ભેદસમાપન્ન - શું આ જિનશાસન છે કે આ જિનશાસન છે, એ રીતે જિનશાસનના સ્વરૂપમાં મતિભેદને પામેલ. અથવા અનિશ્ચયરૂપ મતિભંગને પામેલા. અથવા શંકિત આદિ વિશેષણવાળા છે માટે જે જેઓની બુદ્ધિ દ્વિધાભાવને પામી છે તે. કલુષસમાપન્ન - ‘આ એમ નથી’ એવી વિપરીત બુદ્ધિ પામેલા.
એ પ્રકારે જ જીવો કાંક્ષા મોહનીયને વેદે છે એમ જાણવું. કેમ કે આ રીતે જિનવરે કહ્યું છે અને તે સત્ય છે. તેની સત્યતા –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit