Pramāṇa · Search · About · API

Viyahapannatti 631

Viyāhapannatti: ṭīkānusārī vivecana 631

Language
Gujarati

631

વિવેચન :–૪૨૯
સૌથી થોડા આહારક શરીરના સર્વબંધક છે, કેમકે ચૌદ પૂર્વધરો જ તેવા કોઈ પ્રયોજનથી કરે છે. સર્વબંધકાળ સમય જ છે, દેશબંધ કાળના બહુત્વથી દેશબંધકો સંખ્યાતગણા છે, વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગણા છે, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા છે, કેમકે સર્વબંધાપેક્ષાએ દેશબંધાદ્ધાથી અસંખ્ય ગુણત્વ છે અથવા સર્વબંધક પ્રતિપદ્યમાનક છે,દેશબંધક પૂર્વપ્રતિપન્ન છે.વૈક્રિય સર્વબંધકથી દેશબંધક અસંખ્યાતગણા છે
તૈજસ-કાર્મણના અબંધક અનંતગણા છે. કેમકે સિદ્ધો વૈક્રિય દેશબંધકથી અનંતગણા છે. - X - ઔદારિક શરીરના સર્વ બંધકો અનંતગણા છે, તે વનસ્પતિ આદિને આશ્રીને કહેવા. તેના જ અબંધક વિશેષાધિક છે. આમાં વિગ્રહગતિક અને સિદ્ધાદિ હોય છે. તેમાં સિદ્ધાદિની અત્યંત અલ્પત્વથી આ વિવક્ષા છે. વિગ્રહગતિક કહેવાનાર ન્યાયથી સર્વબંધકથી ઘણાં છે, માટે તેના અબંધકો વિશેષાધિક છે. તેનાથી ઔદારિક દેશબંધકો અસંખ્યાતગણા છે.
તૈજસ-કાર્મણના દેશબંધક વિશેષાધિક છે. કેમકે બધાં પણ સંસારી તૈજસ-કાર્મણના દેશબંધક હોય છે. તેમાં જે વિગ્રહગતિક ઔદારિક સર્વબંધક અને વૈક્રિયાદિ બંધક તે ઔદારિક દેશ બંધકથી અતિરિક્ત હોવાથી વિશેષાધિક છે. વૈક્રિય શરીરના અબંધકો વિશેષાધિક છે. કેમકે વૈક્રિયના બંધકો દેવ અને નારકો છે, બાકીના તેના અબંધક છે. તેમાં સિદ્ધો તૈજસાદિ બંધકથી અતિરિક્ત છે, તેથી તે વિશેષાધિક કહ્યા. આહારક શરીરના અબંધક વિશેષાધિક છે કેમકે મનુષ્યોને જ આહારક શરીર હોય છે. - X -
[વૃત્તિકારશ્રીએ અહીં અલ્પબહુત્વ અધિકારમાં ૩૬-ગાથાઓની વૃત્તિમાં નોંધ કરી છે. ત્યારપછી આ ૩૬-ગાથાને સ્પષ્ટ કરવા વૃત્તિ પણ રચી છે. અમોએ મૂળ ગાથાનો અક્ષરશઃ અનુવાદ અહીં કરેલ નથી, પણ તેની વૃત્તિનો અનુવાદ કર્યો છે, તથા આવશ્યકતા લાગે ત્યાં મૂળ ગાથાનો અર્થ ઉમેરેલ છે. જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જોવા વિનંતી.]
અહીં ઔદારિક સર્વબંધાદિના અલ્પત્વાદિ ભાવનાર્થે સર્વબંધાદિ સ્વરૂપ કહે છે – અહીં ઋજુગતિ વડે, વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતાં એવા જીવોને ઉત્પત્તિ ક્ષેત્રની પ્રાપ્તિના પ્રથમ સમયે સર્વબંધ થાય છે. બીજા વગેરે સમયમાં દેશબંધ થાય છે. ‘સિદ્ધ આદિ’ – અહીં આદિ શબ્દથી વૈક્રિયાદિ બંધકોના અને જીવોના ઔદારિકનો અબંધ છે. અહીં સિદ્ધાદિના બંધકત્વ છતાં પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા ન કરીને વૈગ્રહિકોને આશ્રીને જ સર્વબંધકોથી અબંધક વિશેષાધિક કહ્યા છે.
તેથી જ કહે છે – સાધારણમાં પણ સર્વબંધ ભાવથી સર્વબંધકો સિદ્ધો કરતા અનંતગણા છે. એ પ્રમાણે છે, તેથી સિદ્ધો તેના અનંત ભાગે વર્તે છે. જો સિદ્ધો પણ તેના અનંતભાગે વર્તે છે તો સારી રીતે વૈક્રિય બંધકાદિ સમજી જ શકાય છે. તેથી તેમને છોડીને સિદ્ધ પદ જ કહેવું.
હવે સર્વબંધકોના અને અબંધકોના સમઅભિધાન પૂર્વક અબંધકોના વિશેષાધિકત્વને જણાવવા કહે છે – ઋજુ લાંબી ગતિમાં સર્વબંધકો પહેલા સમયે હોય છે, એ રીતે તેમની એક રાશિ છે. એકવક્રતાથી જે ઉત્પન્ન થાય છે, તેઓમાં જે પહેલા સમયે તેઓ અબંધક, બીજા સમયે સર્વબંધક, તેઓની બીજી રાશિ છે. તે એક વક્ર નામે બીજી ગતિમાં ઉત્પન્ન થનારાના અર્દ્ધરૂપ થાય છે. બે વક્ર ગતિ વડે જે ઉત્પન્ન થાય છે, તેઓ પહેલા બે સમયમાં અબંધક અને ત્રીજા સમયે સર્વબંધક છે. આ સર્વબંધકોની ત્રીજી રાશિ. તે દ્વિવક્ર નામે ત્રીજી ગતિમાં ઉત્પન્ન થનારના ત્રિભાગરૂપ હોય છે. - X - આ પ્રમાણે સર્વબંધકોની ત્રણ રાશિઓ છે. અબંધકોની ત્રણ જ રાશિ છે. સમયભેદથી રાશિભેદ છે. એ પ્રમાણે તે રાશિપ્રમાણ તુલ્ય જો કે થાય છે, તો પણ સંખ્યા પ્રમાણથી અબંધકો અધિક હોય છે. તે આ પ્રમાણે –
જે એક સમયિક છે, તે ઋજુ ગતિથી ઉત્પદ્યમાન છે. તેઓ એક સાધારણ શરીરમાં લોક મધ્યે સ્થિત રહીને છ એ દિશામાં અનુશ્રેણિથી આવે છે. જે દ્વિસમયિક છે, તે એક જ વક્ર ગતિથી ઉત્પદ્યમાન છે. તે ત્રીજા પ્રતરથી આવે છે. કેમકે વિદિશાથી વક્રગતિએ આગમન છે. પ્રતરનું સ્વરૂપ હવે કહેશે. જે ત્રિસમયિક જ તે ત્રણ સમયાં બે વક્રગતિથી ઉત્પદ્યમાન છે તેઓ બાકીના લોકથી આવે છે. – પ્રતર પ્રરૂપણા કહે છે –
લોક મધ્યગત એક નિગોદને આશ્રીને તિર્છા આવતા ચારે દિશામાં પ્રતર કલ્પવામાં આવે છે. વિવક્ષિત નિગોદ ઉત્પાદ કાલોચિત અવગાહના બાહલ્ય જ. ઉર્ધ્વ-અધોલોકાંત ગત, પૂર્વ-પશ્ચિમ લાંબા, દક્ષિણ-ઉત્તર લાંબા બે પ્રતરો છે.
હવે અધિકૃત અલ્પબહુત્વ-જે જીવો ત્રિપ્રતરિક છે, એક વક્રગતિથી ઉત્પત્તિવાળા છે, તેઓ ઋજુ ગતિથી છ દિશાથી અસંખ્યગણા હોય છે, બાકીના જે ત્રિસમયિક, શેષ લોકથી આવે છે, તે પણ અસંખ્યાત ગણા છે. કઈ રીતે? ક્ષેત્ર અસંખ્યગુણિતત્વથી. જેથી છ દિશાક્ષેત્રથી ત્રિપ્રતર અસંખ્યાતગુણ છે, તેથી પણ શેષલોક છે. – તેથી કેમ? - કેમકે આ સૂત્ર બે વક્રગતિને આશ્રીને છે.
પહેલા ઋજુગતિ ઉત્પન્ન સર્વબંધક રાશિ સહસ્ર પરિકલ્પિત. કેમકે ક્ષેત્રની અલ્પતા છે. બે સમય ઉત્પન્નની બે રાશિ, એક અબંધકની, બીજી સર્વબંધકની. તે પ્રત્યેકનું લક્ષ પ્રમાણ છે. કેમકે તેનું ક્ષેત્ર બહુતર છે. જેઓ ત્રણ સમયે ઉત્પન્ન થાય છે, તેમની ત્રણ રાશિ છે. તેમાં પહેલા બે સમય અબંધક બે રાશિ, ત્રીજી સર્વબંધક રાશિ. તે ત્રણે પ્રત્યેક કોટિ પ્રમાણ છે કેમકે તેનું ક્ષેત્ર ઘણું વધારે છે. એ રીતે ત્રણ રાશિમાં સર્વબંધકો હજાર - લાખ - કરોડ છે, એ પ્રમાણે સૌથી થોડાં છે. અબંધકો લાખ-કરોડ બે છે, એ પ્રમાણે તેઓ વિશેષાધિક છે.
આ બંને ગાથા વડે ઉદ્વર્તના કહેવાથી વિગ્રહ સમય સંભવે છે. અંતર્મુહૂર્ત્ત પછી અને પરિવર્તના કહેવાથી નિગોદ સ્થિતિ સમયમાન કહ્યું. તેનો આ અર્થ છે–
તે વૈક્રિય બંધકોના સર્વબંધકો કહી, જે બાકીના તે સર્વે વૈક્રિયના દેશબંધક થાય, - X - વૈક્રિય સર્વ-દેશબંધક વર્જીને બાકીના જીવો ઔદારિક બંધક અને દેવાદિ વૈગ્રહિક છે.
આહારકબંધ વર્જીને સર્વે જીવો અબંધક છે, એ આહારક બંધ સ્વરૂપ કહ્યું. તેઓ પૂર્વના કરતા અનંતગણા હોય છે.
એક અસંખ્યભાગ નિગોદ જીવોનો હંમેશાં ઉદ્વર્તે છે, તે બદ્ધાયુષ્ક જ છે, તે સિવાયનાની ઉદ્‌વર્તનાનો અભાવ છે. તે સિવાયના જે બાકીના તે અબદ્ધાયુષ છે, તેઓ તે અપેક્ષાએ અસંખ્યાતગણા જ છે, તેથી આયુષ્યકબંધક અસંખ્યગણા છે.
અહીં કહે છે – નિગોદજીવોને ભવકાળ અપેક્ષાથી આયુબંધકાળ, સંખ્યાતભાગ વૃત્તિથી અબંધકા સંખ્યાતગણા છે. તે જ કહે છે – નિગોદજીવોનો સ્થિતિકાળ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે તે કલ્પનાથી લાખ સમય, તેમાં આયુબંધકાળથી અંતર્મુહૂર્ત્ત માનથી કલ્પનાથી સહસ્રલક્ષણ સમયથી ભાગ કરીને જે પ્રાપ્ત થાય તે કલ્પનાથી સો રૂપ છે. આટલા આયુબંધક છે. બાકીના જીવો અબંધક છે. તેમાં લાખની અપેક્ષાથી સો એ સંખ્યાતમો ભાગ છે, તેથી બંધક કરતાં અબંધકો સંખ્યાતગણા હોય છે. - X - અહીં બંધ પ્રકરણ સમાપ્ત થયું.

Linked texts (1)