Viyahapannatti 630
Viyāhapannatti: ṭīkānusārī vivecana 630
- Language
- Gujarati
630
‘ભગવતી’ સૂત્ર-૪૨૯ :– [૮/૯/૪૨૯]
ભગવન્! ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ શરીરના દેશબંધક, સર્વબંધક, અબંધકમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા જીવો આહારક શરીરના સર્વબંધક છે, તેના દેશબંધક સંખ્યાતગણા, વૈક્રિયશરીરી સર્વબંધક અસંખ્યાતગણા, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા, તૈજસ-કાર્મણ બંનેના તુલ્ય, અબંધક અનંતગણા, ઔદારિકશરીરી સર્વબંધક અનંતગુણા, તેના જ અબંધક વિશેષાધિક, તેના જ દેશબંધક અસંખ્યાતગણા, તૈજસ-કાર્મણના દેશબંધક વિશેષાધિક, વૈક્રિય શરીરી અબંધક વિશેષાધિક, આહારકશરીરી અબંધક વિશેષાધિક, - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit