Pramāṇa · Search · About · API

Viyahapannatti 642

Viyāhapannatti: ṭīkānusārī vivecana 642

Language
Gujarati

642

વિવેચન :–૪૩૫
જેનાથી પરિચ્છેદ થાય, તે પરિચ્છેદ અર્થાત્‌ અંશ. તે સવિભાગ પણ હોય, તેથી વિશેષથી કહે છે – અવિભાગ. અવિભાગ-પરિચ્છેદ એટલે અંશ રહિતના અંશ. તે જ્ઞાનાવરણીય કર્મના અનંતા છે. કઈ રીતે? જ્ઞાનાવરણીય કર્મ જ્યાં સુધી જ્ઞાનના અવિભાગ ભેદોને આવરણ કરે, ત્યાં સુધી જ તેનો અવિભાગ પરિચ્છેદ છે. અથવા દલિકોની અપેક્ષાએ તેના અનંત પરમાણુરૂપ છે.
તે પરમાણુ વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત અર્થાત્‌ અત્યંત પરિવેષ્ટિત અથવા આવેષ્ટ્ય પરિવેષ્ટિત. કેવળીને આશ્રીને આવેષ્ટિત પરિવેષ્ટિત નથી, કેમકે તેમને ક્ષીણ જ્ઞાનાવરણત્વથી તે પ્રદેશના જ્ઞાનાવરણીય અવિભાગ પરિચ્છેદ વડે આવેષ્ટન-પરિવેષ્ટનનો અભાવ છે.
મનુષ્યની અપેક્ષાએ આવેષ્ટિત-પરિવેષ્ટિતપણામાં તેના ઈતરનો સંભવ હોવાથી કથંચિત્‌ આવેષ્ટિત૦ આદિ કહ્યું. એ પ્રમાણે દર્શનાવરણીય, મોહનીય, અંતરાયમાં પણ કહેવું.
વેદનીય, આયુ, નામ, ગોત્રમાં ફરી જીવ પદ માફક ભજના કહેવી, સિદ્ધની અપેક્ષાએ. મનુષ્યપદમાં આમ નથી. તેમાં વેદનીયાદિનો સદ્ભાવ છે. - - હવે જ્ઞાનાવરણને બાકીના સાથે ચિંતવે છે –

Linked texts (1)