Pramāṇa · Search · About · API

Viyahapannatti 651

Viyāhapannatti: ṭīkānusārī vivecana 651

Language
Gujarati

651

વિવેચન :–૪૪૦ થી ૪૪૩
જીવાભિગમ મુજબ. ત્યાં આ સૂત્ર છે - કેટલાં ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે? કેટલાં સૂર્યો તપ્યા, તપે છે, તપશે? કેટલાં નક્ષત્રોએ યોગ કર્યા, કરે છે, કરશે? કેટલા મહાગ્રહો ચાર ચર્યા, ચરે છે, ચરશે? કેટલા કોડાકોડી તારાગણ શોભ્યા, શોભે છે, શોભશે? ગૌતમ! જંબૂદ્વીપમાં બે ચંદ્રો પ્રકાશ્યા છે૦, બે સૂર્યો તપ્યા છે૦, ૫૬ નક્ષત્રોએ યોગ કર્યો છે૦ ૧૭૬ મહાગ્રહો ચાર ચર્યા છે૦, ૧,૩૩,૦૦૦ આદિ તારાગણ પુસ્તકમાં લખેલ છે.
લવણસમુદ્રમાં સૂત્રમાં જીવાભિગમમાં આ સૂત્ર છે - કેટલા ચંદ્રો પ્રકાશ્યા છે, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્‌ - ઉત્તર - ગૌતમ! લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા૦ ચાર સૂર્યો તપ્યા૦ ૧૧૨ નક્ષત્રોએ યોગ કર્યો૦ ૩૫૨ મહાગ્રહોએ ચાર ચર્યો૦ ૨,૬૭,૯૦૦ તારાગણ કોડાકોડી શોભ્યા છે, શોભે છે, શોભશે. સુધી કહેવું.
ધાતકીખંડ માટે જીવાભિગમોક્ત સૂત્ર-ભગવન્‌! ધાતકી ખંડમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ સૂત્ર. ગૌતમ! ૧૨ ચંદ્રો, ૧૨ સૂર્યો, ૩૩૬ નક્ષત્રો, ૧૦૫૬ મહાગ્રહો, ૮,૦૩,૭૦૦ તારાગણ કોડાકોડી છે. કાલોદસમુદ્રમાં ગૌતમ! ૪૨-ચંદ્રો, ૪૨-સૂર્યો, ૧૧૭૬ નક્ષત્રો, ૩૬૯૬ મહાગ્રહો, ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ શોભે છે - X -
ભગવન્‌! પુષ્કરવરદ્વીપમાં કેટલા ચંદ્રો૦ ઈત્યાદિ પ્રશ્ન. ૧૪૪ ચંદ્ર, ૧૪૪ સૂર્યો પુષ્કરવરદ્વીપમાં પ્રકાશે છે. અહીં ભ્રમણ પણ કહ્યું છે, પરંતુ તે સર્વે ચંદ્ર, સૂર્યની અપેક્ષાએ નથી. તો શું છે? પુષ્કરદ્વીપ અભ્યંતર અર્ધીવર્તી બોંતેર ચંદ્ર, બોંતેર સૂર્ય જ લેવા. ૪૦૩૨ નક્ષત્રો હોય છે. ૧૨,૬૭૨ મહાગ્રહો છે. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ છે.
ભગવન્‌! અભ્યંતર પુષ્કરાર્ધમાં કેટલા ચંદ્રો આદિ પ્રશ્ન - ૭૨ ચંદ્રો, ૭૨ સૂર્યો દીપે છે. પુષ્કરવર દ્વીપાર્ધમાં આ ચરે છે અને પ્રકાશે છે. ૬૩૩૬ મહાગ્રહો, નક્ષત્રો ૨૦૧૬ અને ૪૮,૨૨,૨૦૦ પુષ્કરાર્ધમાં આટલા કોડાકોડી તારાગણ છે તથા મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો છે? ઈત્યાદિ પ્રશ્ન. ૧૩૨ ચંદ્રો, ૧૩૨ સૂર્યો સકલ મનુષ્ય લોકને પ્રકાશિત કરતા ચરે છે. ૧૧,૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નક્ષત્રો, ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ છે. ઈત્યાદિ. આ સૂત્ર ક્યાં સુધી કહેવું?
જાવ૦ ઈત્યાદિ. આ સૂત્રાંશનો આ પૂર્વ અંશ-૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો એક ચંદ્રનો પરિવાર છે, તારાગણ ૬૬,૯૭૫ છે. પુષ્કરોદસમુદ્રે કેટલા ચંદ્રો, ઈત્યાદિ પ્રશ્નમાં આ ઉત્તર છે - સંખ્યાત ચંદ્રો પ્રકાશ્યા, પ્રકાશે છે, પ્રકાશશે ઈત્યાદિ. આ રીતે બધાં દ્વીપ સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રશ્ન વડે યથાસંભવ સંખ્યાતા અને અસંખ્યાતા ચંદ્રાદિ ઈત્યાદિ વડે ઉત્તર આપવો. - - દ્વીપસમુદ્રના નામો આ પ્રમાણે - પુષ્કરોદ સમુદ્રથી અનંતર વરુણવર દ્વીપ છે, પછી વરુણોદ સમુદ્ર. એ રીતે ક્ષીરવર-ક્ષીરોદ, ઘૃતવર-ઘૃતોદ, ક્ષોદવર-ક્ષોદોદ, નંદીશ્વર-નંદીશ્વરોદ, અરુણ-અરુણોદ, અરુણવર-અરુણવરોદ, અરુણવરાવભાસ-અરુણવરાવભાસોદ, કુંડલ-કુંડલોદ, કુંડલવર-કુંડલવરોદ, કુંડલવરાવભાસ-કુંડલવરાવભાસોદ, રુચક-રુચકોદ, રુચકવર-રુચકવરોદ, રુચકવરાવભાસ-રુચકવરાવભાસોદ ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે.

Linked texts (1)