Viyahapannatti 653
Viyāhapannatti: ṭīkānusārī vivecana 653
- Language
- Gujarati
653
‘ભગવતી’ સૂત્ર-૪૪૪ :– [૯/૩ થી ૩૦/૪૪૪]
રાજગૃહે યાવત્ આમ કહ્યું – દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક દ્વીપ ક્યાં કહ્યો છે? ગૌતમ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની પૂર્વ દિશાના ચરમાંતથી, લવણસમુદ્રમાં ઈશાન ખૂણામાં ૩૦૦ યોજન ગયા પછી તેની દક્ષિણ દિશાએ એકોરુક મનુષ્યોનો એકોરુકદ્વીપ નામનો દ્વીપ કહ્યો છે. ગૌતમ! તે ૩૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે, કિંચિત્ વિશેષ ન્યૂન ૯૪૯ યોજન પરિક્ષેપથી છે. તે એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફથી વીંટાયેલ છે. આ બંનેનું પ્રમાણ અને વર્ણન, એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવાભિગમમાં યાવત્ શુદ્ધદંતદ્વીપ યાવત્ તે મનુષ્યો દેવલોકે જનારા કહ્યા છે.
હે આયુષ્યમાન્ શ્રમણ! આ પ્રમાણે ૨૮-અંતર્દ્વીપ પોત-પોતાની લંબાઈ-પહોળાઈથી કહેવા. વિશેષ એ કે એક-એક દ્વીપનો અલગ-અલગ એક-એક ઉદ્દેશો છે, એ પ્રમાણે બધાં મળીને ૨૮-ઉદ્દેશકો કહેવા.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit