Pramāṇa · Search · About · API

Viyahapannatti 658

Viyāhapannatti: ṭīkānusārī vivecana 658

Language
Gujarati

658

‘ભગવતી’ સૂત્ર-૪૪૬ :– [૯/૩૧/૪૪૬]
નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપકર્મ કરતા, સૂર્યની સન્મુખ બાહુઓ ઉંચા કરીને, આતાપનાભૂમિમાં આતાપના લેતા પ્રકૃતિ ભદ્રક, પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા ક્રોધ-માન-માયા-લોભથી, માર્દવ સંપન્નતા, ભોગોની અનાસક્તિ, ભદ્રકતા, વિનીતતાથી અન્ય કોઈ શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી લેશ્યા વડે, તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માર્ગણા-ગવેષણા કરતા વિભંગ નામક અજ્ઞાન તેને ઉત્પન્ન થયું તે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત હજાર યોજન જાણે છે - જુએ છે. તે - તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જીવ અને અજીવને પણ જાણે છે, તે પાસંડસ્થ સારંભી, સપરીગ્રહ, સંક્લેશ પામતા જીવોને પણ જાણે છે.
તે સર્વ પ્રથમ સમ્યક્‌ત્વ પામે છે, સમ્યક્‌ત્વ પામીને શ્રમણધર્મની રુચિ કરે છે, શ્રમણ ધર્મની રુચિથી ચારિત્ર સ્વીકારે છે. ચારિત્ર સ્વીકારી વેશને સ્વીકારે છે. ત્યારે તેના મિથ્યાત્વ પર્યાય ક્ષીણ થતાં-થતાં અને સમ્યગ્‌દર્શનના પર્યાય વધતાં-વધતાં તે વિભંગ અજ્ઞાન સમ્યક્‌ત્વ યુક્ત થતાં જલ્દી અવધિ જ્ઞાનરૂપે પરાવર્તન પામે છે.

Linked texts (1)