Pramāṇa · Search · About · API

Viyahapannatti 659

Viyāhapannatti: ṭīkānusārī vivecana 659

Language
Gujarati

659

વિવેચન :–૪૪૬
તસ્સ - જે અશ્રુત્વા જ કેવળજ્ઞાન પામે તે કોઈપણ. તે પ્રાયઃ છઠ્ઠ તપ-ચરણવાન્‌ બાળ તપસ્વીને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય. પગિજ્ઝિય-પ્રગૃહ્ય-ધારણ કરીને, વિભંગ જ્ઞાનાવરણીયોનો ઈહા- સદ્‌ અર્થ અભિમુખ જ્ઞાનચેષ્ટા, અપોહ-વિપક્ષનો નિરાશ, માર્ગણા-અન્વયધર્મનું આલોચન, ગવેષણા-વ્યતિરેક ધર્મ આલોચન, આવો બાલતપસ્વી ક્યારેક જ, સાક્ષાત્‌ મૂર્ત્ત ગોચરત્વથી નહીં તેમ જાણે. પાસંડત્થ - વ્રતસ્થાન, સારંભી સપરી-ગ્રહી થઈ, મહાસંક્લેશપૂર્વક જાણે. અલ્પપણે વિશુદ્ધ થતા પણ જાણે. કેમકે આરંભાદિવાળાનું આવું સ્વરૂપ છે
આ વિભંગજ્ઞાની જીવાજીવ સ્વરૂપ વ્રત સ્થાનને સંક્લિશ્યમાનતાદિથી જાણતા થઈને ચારિત્ર સ્વીકારની પૂર્વે જ સમ્યગ્‌ ભાવ અને સાધુધર્મની રુચી કરે છે. અવધિવાન્‌ થાય છે. અહીં જો કે ચારિત્રનો સ્વીકાર કરીને સમ્યક્‌ત્વ ગ્રહણ પછી વિભંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપ થાય છે, તેમ પછી કહ્યું છે, તો પણ ચારિત્ર સ્વીકાર પૂર્વે સમ્યક્‌ત્વ સ્વીકાર કાળે જ વિભંગજ્ઞાનના અવધિભાવો જાણવા. કેમકે સમ્યક્‌ત્વ ચારિત્ર ભાવમાં વિભંગજ્ઞાનનો અભાવ હોય છે. હવે આને જ લેશ્યાદિ વડે નિરૂપે છે –

Linked texts (1)