Pramāṇa · Search · About · API

Viyahapannatti 660

Viyāhapannatti: ṭīkānusārī vivecana 660

Language
Gujarati

660

‘ભગવતી’ સૂત્ર-૪૪૭ થી ૪૪૯ :– [૯/૩૧/૪૪૭ થી ૪૪૯]
[૪૪૭] ભગવન્‌! તે કેટલી લેશ્યામાં થાય? ગૌતમ! ત્રણ વિશુદ્ધ લેશ્યામાં થાય. તે આ - તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા.
ભગવન્‌! તે કેટલા જ્ઞાનોમાં થાય? ગૌતમ! ત્રણ. આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં.
ભગવન્‌! તે સયોગી હોય કે અયોગી? ગૌતમ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો શું મનોયોગી હોય, વચન યોગી હોય કે કાયયોગી હોય? ગૌતમ! મનોયોગાદિ ત્રણે પણ હોય.
ભગવન્‌! તે શું સાકારોપયોગયુક્ત હોય કે અનાકારોપયોગયુક્ત હોય? ગૌતમ! સાકારોપયુક્ત હોય, અનાકારોપયુક્ત હોય.
ભગવન્‌! તે કયા સંઘયણમાં હોય? ગૌતમ! વજ્રઋષભનારાચ સંઘયણમાં હોય.
ભગવન્‌! તે કયા સંસ્થાને હોય? ગૌતમ! છ સંસ્થાનમાંના કોઈપણ સંસ્થાનમાં હોય.
ભગવન્‌! તે કેટલી ઉંચાઈવાળો હોય? ગૌતમ! જઘન્યથી સાત હાથ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્‌.
ભગવન્‌! તે કેટલા આયુવાળો હોય? ગૌતમ! જઘન્યથી સાતિરેક આઠ વર્ષાયુષ્‌, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી આયુષ્ય હોય.
ભગવન્‌! તે શું સવેદક હોય કે અવેદક? ગૌતમ! સવેદક હોય, અવેદક નહીં. -જો સવેદક હોય તો શું સ્ત્રીવેદક હોય, પુરુષવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસકવેદક હોય? ગૌતમ! સ્ત્રીવેદક કે નપુંસકવેદક ન હોય પણ પુરુષવેદક કે પુરુષ-નપુંસકવેદક હોય.
ભગવન્‌! તે શું સકષાયી હોય કે અકષાયી? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો ભગવન્‌! તે કેટલા કષાયમાં હોય? ગૌતમ! ચારે - સંજ્વલન ક્રોધ-માનાદિ.
ભગવન્‌! તેને કેટલા અધ્યવસાનો હોય? ગૌતમ! અસંખ્યાત.
ભગવન્‌! તે પ્રશસ્ત કે અપ્રશસ્ત? ગૌતમ! પ્રશસ્ત હોય, અપ્રશસ્ત નહીં. ભગવન્‌! તે શું તે પ્રશસ્ત અધ્યવસાનમાં વર્તતો અનંતા નૈરયિક ભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે અનંત તિર્યંચયોનિક - મનુષ્યભવગ્રહણ - દેવભવગ્રહણથી પોતાને વિમુક્ત કરે છે. જે આ નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ નામક ચાર ઉત્તરપ્રકૃત્તિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય કરે. કરીને પછી અપ્રત્યાખ્યાન કષાય ક્રોધાદિ ખપાવે, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ખપાવે, પછી સંજ્વલન ક્રોધાદિ ખપાવે. પછી પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દર્શનાવરણીય, પંચવિધ અંતરાયિક અને મોહનીયને કપાયેલ તાલવૃક્ષ સમાન કરીને, કર્મરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશી તેને અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, કૃત્સ્ન, પ્રતિપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય.
[૪૪૮] ભગવન્‌! તે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે, બતાવે છે, પ્રરૂપે છે? તે અર્થ સમર્થ નથી. તે એક જ્ઞાત કે એક વ્યાકરણ સિવાય અન્ય ઉપદેશ ન કરે. ભગવન્‌! તે (કોઈને) પ્રવ્રજિત કે મુંડિત કરે? તે અર્થ સમર્થ નથી. પરંતુ તેનો ઉપદેશ કરે. ભગવન્‌! તે સિદ્ધ થાય યાવત્‌ અંત કરે? હા, સિદ્ધ થાય યાવત્‌ અંત કરે.
[૪૪૯] ભગવન્‌! તે શું ઉર્ધ્વ-અધો-તિર્છાલોકમાં હોય? ગૌતમ! તે ત્રણે લોકમાં હોય. જો ઉર્ધ્વલોકમાં હોય તો શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાવતી, માલ્યવંત નામક વૃત્તવૈતાઢ્ય પર્વતોમાં હોય, સાધારણને આશ્રીને સોમનસ કે પંડકવનમાં હોય. જો અધોલોકમાં હોય તો ગર્તા કે ગુફામાં હોય. સાધારણને આશ્રીને પાતાળ કે ભવનમાં હોય. તિર્છાલોકમાં હોય તો ૧૫-કર્મભૂમિમાં હોય, સાધારણને આશ્રીને અઢીદ્વીપ-સમુદ્રના એક દેશ ભાગે હોય.
ભગવન્‌ ! તે એક સમયે કેટલા થાય? ગૌતમ! જઘન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી દશ. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે કેવલી આદિ પાસેથી સાંભળીને કેટલાંક કેવલીપ્રજ્ઞપ્તધર્મ શ્રવણ પામે અને કેટલાંક ન પામે યાવત્‌ કેટલાંક કેવળજ્ઞાન પામે, કેટલાંક ન પામે.

Linked texts (1)