Viyahapannatti 661
Viyāhapannatti: ṭīkānusārī vivecana 661
- Language
- Gujarati
661
વિવેચન :–૪૪૭ થી ૪૪૯
સે - તે એટલે જે વિભંગજ્ઞાની થઈને અવધિજ્ઞાન, ચારિત્ર પામે. વિશુદ્ધ લેશ્યામાં પામે, કેમકે પ્રશસ્ત ભાવલેશ્યામાં જ સમ્યક્ત્વાદિ પામે છે, અવિશુદ્ધમાં નહીં. સમ્યક્ત્વ મતિ-શ્રુત-અવધિ જ્ઞાનીને વિભંગ જવાના કાળે, તે બંને કારણોથી આદ્ય ત્રણ જ્ઞાન વર્ત્તે છે. - - અયોગીને ન હોય, કેમકે અવધિજ્ઞાન કાળે અયોગીત્વનો અભાવ હોય છે.
મનયોગી આદિ એકતર યોગની પ્રધાનતાની અપેક્ષાએ જાણવું. વિભંગજ્ઞાન નિવર્તતા બંને ઉપયોગમાં સમ્યક્ત્વ, અવધિજ્ઞાનની પ્રાપ્તિ હોય છે. (શંકા) ‘બધી લબ્ધિ સાકારોપયોગયુક્તને હોય’ એમ આગમ વચન છે, તો અનાકાર ઉપયોગમાં સમ્યક્ત્વ, અવધિલબ્ધિનો વિરોધ કેમ નહીં? એમ નથી. આગમ વચન વધતા પરિણામ વિષયક છે. અવસ્થિત પરિણામ અપેક્ષાએ અનાકારોપયોગમાં પણ લબ્ધિ લાભ સંભવે છે. પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનત્વથી વજ્રઋષભનારાચ સંઘયણ હોય. કેમકે કેવળજ્ઞાન પ્રાપ્તિ પ્રથમ સંઘયણમાં જ થાય છે.
અવધિભાવ કાળે વેદ ક્ષય હોતો નથી માટે સવેદક જ હોય. સ્ત્રીઓમાં આવા પ્રકારના વ્યતિકરના સ્વભાવના અભાવે. તેમને નિષેધ કર્યો છે. પુરુષ-નપુંસક એટલે કૃત્રિમ રીતે નપુંસક કરાયેલ. વિભંગાવધિ કાળે કષાયક્ષયનો અભાવ હોવાથી સકષાયી હોય. અવધિજ્ઞાનતા-પરિણત વિભંગજ્ઞાન ચરણયુક્ત હોવાથી, તેમને તે કાળે ચરણયુક્તત્વથી સંજ્વલન ક્રોધાદિ જ હોય છે. પ્રશસ્ત હોય કેમકે વિભંગનો અવધિ ભાવ અપ્રશસ્ત અધ્યવસાનવાળાને ન હોય. - X -
અનંત - અનંત અનાગત કાળ ભાવિ. વિસંજોએઈ - તેને પામવાની યોગ્યતા દૂર કરે છે. મૂળ નામ પ્રકૃત્તિના ઉત્તરભેદ ભૂત નૈરયિક - તિર્યંચ-મનુષ્ય-દેવગતિ નામે છે, તે નિવારે છે. આ ચાર ઉત્તરપ્રકૃતિ સાથે ચ શબ્દ મૂકેલ છે, તેનાથી ઉપષ્ટંભ પ્રયોજનથી અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભને ખપાવે છે, એ રીતે પ્રત્યાખ્યાનાદિ પણ તે પ્રમાણે જ ખપાવે છે. મતિ જ્ઞાનાવરણાદિ ભેદથી પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુર્દર્શનાદિ આવરણ ચતુષ્ક અને નિદ્રાપંચક એમ નવ દર્શનાવરણીય, દાનાદિ પાંચ અંતરાયિક તેને ખપાવે છે.
કેવી રીતે? જેનું મસ્તક છેદેલ છે, તાલ એવું મસ્તક કૃત્ તે તાલમસ્તક કૃત્ની જેમ અર્થાત્ છિન્ન મસ્તક તાલ સમાન મોહનીયને કરીને તેની જેમ મોહનીયનો ક્ષય કરે છે. આ ઉક્ત મોહનીય ભેદ શેષ અપેક્ષાએ જાણવા. અથવા અનંતાનુબંધ્યાદિ ખપાવ્યા છતાં જ્ઞાનાવરણીયાદિ ખપાવે છે તે કઈ રીતે? તાલમસ્તકવત્ કરીને. એ રીતે મોહનીય કરીને. તે ખપ્યા પછી જ્ઞાનાવરણીયાદિ ખપાવે છે. જેમ તાલમસ્તક વિનાશ ક્રિયા અવશ્યભાવિ છે, તેમ મોહનીય કર્મ વિનાશક્રિયા પણ શેષ કર્મનો અવશ્ય વિનાશ કરે છે. - X -
ત્યારપછી કર્મરજને અલગ કરવા અપૂર્વકરણ-અસદૃશ અધ્યવસાય વિશેષમાં પ્રવેશીને અનંત વિષયવાળા અનુત્તર-સર્વોત્તમ, નિર્વ્યાઘાત કટ કુડ્ય આદિથી ન હણાય તેવા નિરાવરણ-સર્વથા આવરણના ક્ષયથી સકલ અર્થના ગ્રાહકત્વથી પ્રતિપૂર્ણ, સકલ અંશયુક્તતાથી ઉત્પન્ન ઉત્તમ કેવળજ્ઞાન-દર્શન (પામે છે.)
અનંતાનુબંધીક મિશ્ર સમ્યક્ત્વ અષ્ટક અને નપુંસક સ્ત્રીવેદ ષટ્ક, પુરુષવેદ, સંજ્વલન ક્રોધાદિને ખપાવે છે. ઈત્યાદિ બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ છે. અહીં તેને આશ્રીને યથાકથંચિત્ ક્ષપણા માત્રને વિવક્ષા કરી નથી. આઘવેજ્જ - શિષ્યોને શાસ્ત્રાર્થ ગ્રહણ કરાવવો કે અર્થ પ્રતિપાદનથી સત્કાર પ્રાપ્ત કરાવવો. પન્નવેજ્જ - ભેદ બતાવીને બોધ પમાડવા, પરૂવેજ્જ - ઉપપત્તિ કથનથી પ્રરૂપવું. નન્નત્થ - જે આ નિષેધ છે, તે બીજે એક જ્ઞાનથી, એક ઉદાહરણ વર્જીને અર્થમાં છે. તેવા પ્રકારના કલ્પત્વથી એક ઉત્તરથી કહે છે.
પવ્વાવેજ્જ મુંડાવેજ્જ - રજોહરણાદિ દ્રવ્યચિન્હ દાનથી શિક્ષા દે, માથાના વાળના લોચ દ્વારા મુંડે માત્ર અમુક પાસે દીક્ષા લે, તેમ ઉપદેશ કરે. - - શબ્દાપાતી આદિ યથાક્રમે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અભિપ્રાયથી હૈમવત - હરિવર્ષ-રમ્યક-ઐરણ્યવતમાં છે. - X - અહીં એવું કહે છે કે – આકાશગમન લબ્ધિ સંપન્ન ઉક્ત સ્થાને જઈને પછી કેવળજ્ઞાન પામી શકે છે, માટે આ ઉલ્લેખ છે. અથવા દેવ દ્વારા લઈ જવાયા હોય. સૌમનસ અને પંડુક એ મેરુનું ત્રીજું અને ચોથું વન છે. ગડ્ડા - ગર્તા, અધોલોક ગ્રામાદિમાં નિમ્ન ભૂ ભાગ. દરિ - ત્યાં જ નિમ્નતર પ્રદેશમાં. પાયાલ - મહાપાતાળ કળશે વલયમુખ આદિમાં. ભવણ - ભવનવાસી દેવનિવાસમાં. પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહરૂપ પંદર કર્મભૂમિ. કર્મ - કૃષિ, વાણિજ્ય આદિ પ્રધાન હોય તેવી ભૂમિઓમાં. અઢીદ્વીપ અને સમુદ્ર તેટલું પ્રમાણ તે અર્ધતૃતીય દ્વીપ સમુદ્રો, તેમાં, તે આ વિવક્ષિત દેશરૂપ ભાગ, તેમાં (કેવળ પામે). - અહીં કેવલી આદિના વચન સાંભળ્યા વિના જે થાય, તે કહ્યું. હવે તેના શ્રવણથી જે થાય, તે કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit