Pramāṇa · Search · About · API

Viyahapannatti 668

Viyāhapannatti: ṭīkānusārī vivecana 668

Language
Gujarati

668

પવેસણ - બીજી ગતિમાં ઉત્પન્ન થનારને વિજાતીય ગતિમાં જીવનું પ્રવેશવું. એક સંયોગીમાં સાત વિકલ્પો છે. બે નારકમાં ૨૮ વિકલ્પો રત્નપ્રભાદિ સાતે પણ પૃથ્વીક્રમથી પટ્ટ આદિમાં સ્થાપીને સંચારણાથી પૃથ્વીના એકત્વ-દ્વિકસંયોગો વડે જાણવા. તેમાં એક એક પૃથ્વીમાં બે નારકની ઉત્પત્તિ. લક્ષણ એકપણાથી સાત વિકલ્પો, બે પૃથ્વી બે નારકની ઉત્પત્તિરૂપ દ્વિકયોગે-૨૧-એ રીતે ૨૮ વિકલ્પો. એ રીતે એક એક પૃથ્વી છોડવી.
ત્રણ નૈરયિકમાં ૮૪ વિકલ્પો, તે કહે છે – એક પૃથ્વી વિકલ્પે ૭ ભંગો, દ્વિકસંયોગે, તેમાં એક-બે એ પ્રમાણે નારકનો ઉત્પાદ વિકલ્પથી રત્નપ્રભા સાથે બાકીના ક્રમથી જોડતાં છ ભંગ, બે-એક વિકલ્પ વડે નારક ઉત્પાદના વિકલ્પથી છ, એ રીતે ૧૨. એ પ્રમાણે શર્કરાપ્રભા સાથે પાંચ-પાંચ વિકલ્પોથી દશ. એ રીતે વાલુકાપ્રભા સાથે આઠ, પંકપ્રભા સાથે છ, ધૂમપ્રભા સાથે ચાર, તમઃપ્રભા સાથે બે, દ્વિકયોગે ૪૨, ત્રિકયોગે-૩૫, કુલ-૮૪.
ચાર નૈરયિકમાં ૨૧૦ ભંગ થાય. તે કહે છે – પૃથ્વીમાં એકત્વમાં ૭ વિકલ્પો. દ્વિક સંયોગે તેમાં એક અને ત્રણ વડે નારકના ઉત્પાદથી રત્નપ્રભા સાથે બાકીની પૃથ્વીના ક્રમથી જોડતાં ૬, બે-બે વિકલ્પો વડે-૬, ત્રણ-એકના વિકલ્પથી-૬, એ રીતે-૧૮. શર્કરાપ્રભા સાથે તે જ પ્રમાણે ત્રણમાં પૂર્વોક્ત નારક ઉત્પાદ વિકલ્પોમાં પાંચ-પાંચ એટલે દશ. એ રીતે વાલુકાપ્રભામાં ચાર-ચારથી કુલ-૧૨. પંકપ્રભા વડે ત્રણ-ત્રણ એટલે નવ, ધૂમપ્રભા વડે બે-બે એમ-૬, તમઃપ્રભા વડે એક-એક એમ ત્રણ. આ પ્રમાણે દ્વિકસંયોગે ૬૩-વિકલ્પો થાય.
- તથા પૃથ્વીના ત્રિકયોગમાં એક-એક-બે એ રીતે નારકોના ઉત્પાદ વિકલ્પમાં રત્નપ્રભા, શર્કરાપ્રભા સાથે અન્યને ક્રમથી જોડતાં પાંચ વિકલ્પો થાય. એક-બે-એક એ રીતે નારક ઉત્પાદ વિકલ્પે પણ પાંચ, બે-એક-એક એ પ્રમાણે વિકલ્પે પણ પાંચ. એમ કુલ-૧૫. એ પ્રમાણે રત્નપ્રભા, વાલુકાપ્રભા સાથે આગળના ક્રમથી જોડતા ૧૨-વિકલ્પો થાય. રત્નપ્રભા, પંકપ્રભા વડે-૯, રત્નપ્રભા, ધૂમપ્રભા વડે ૬, રત્નપ્રભા, તમઃપ્રભા વડે-૩, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા વડે-૧૨, શર્કરાપ્રભા, પંકપ્રભા વડે-૯, શર્કરાપ્રભા, ધૂમપ્રભા વડે-૫, શર્કરાપ્રભા તમઃપ્રભા વડે-૩, વાલુકાપ્રભા, પંકપ્રભા વડે-૯, વાલુકાપ્રભા, ધૂમપ્રભા વડે-૬, વાલુકાપ્રભા, તમઃપ્રભા વડે-૩, પંકપ્રભા, ધૂમપ્રભા વડે-૬, પંકપ્રભા, તમઃપ્રભા વડે-૩, ધૂમપ્રભાદિ વડે-૩. એ પ્રમાણે ત્રિકયોગે ૧૦૫, ચતુષ્ક સંયોગે-૩૫. આ પ્રમાણે ૭,૬૩,૧૦૫,૩૫ મળીને કુલ ૨૧૦ ભંગ થયા.

Linked texts (1)