Viyahapannatti 67
Viyāhapannatti: ṭīkānusārī vivecana 67
- Language
- Gujarati
67
વિવેચન :–૩૯
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - નિશ્ચિતપણે. ‘તે જ નિઃશંક સત્ય છે, જે જિનવરે કહ્યું છે.’ એમ માનીને મનને સ્થિર કરતો, ઉક્તરૂપે મન ન હોય તો પણ તેમ કરતો, ઉક્તરૂપે મનની ચેષ્ટા કરતો, ‘બીજા મતો સત્ય નથી’ ઈત્યાદિ ચિંતામાં મનથી પ્રવૃત્ત, અથવા તપ, ધ્યાનાદિમાં મનની ચેષ્ટા કરતો, એ રીતે મનને રોકતો-બીજા મતોથી મનને પાછું વાળતો અથવા હિંસાદિથી મનને અટકાવતો જીવ, જિન ઉપદિષ્ટ જ્ઞાનાદિ આસેવારૂપ આજ્ઞાનો આરાધક થાય છે. ‘તે સત્ય છે, જે જિનવરે કહ્યું છે’ તેનું શું કારણ? જેવી વસ્તુસ્થિતિ છે, તેવી જ જિનવરે કહી છે, માટે સત્ય છે તે દર્શાવે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit