Viyahapannatti 68
Viyāhapannatti: ṭīkānusārī vivecana 68
- Language
- Gujarati
68
‘ભગવતી’ સૂત્ર-૪૦ :– [૧/૩/૪૦]
ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હા, ગૌતમ! યાવત્ પરિણમે છે.
ભગવન્! અસ્તિત્વ અસ્તિત્વમાં અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, તે શું પ્રયોગથી કે વિસ્રસાથી? ગૌતમ! બંનેથી.
ભગવન્! જેમ તમારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, તેમજ નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? અને જેમ તમારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, તેમજ તમારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે? હા ગૌતમ! જેમ મારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. જેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમજ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે.
ભગવન્! શું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે? ગૌતમ! જેમ પરિણમે છે ના બે આલાપક છે, તેમ ગમનીયના પણ બે આલાપક કહેવા. યાવત્ મારા મતે અસ્તિત્વ અસ્તિત્વે ગમનીય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit