Viyahapannatti 670
Viyāhapannatti: ṭīkānusārī vivecana 670
- Language
- Gujarati
670
પાંચ નૈરયિકાદિ પૂર્વોક્ત ક્રમથી વિચારવા. વિશેષ - સંક્ષેપથી વિકલ્પ સંખ્યા દર્શાવે છે. એકત્વમાં સાત વિકલ્પો, દ્વિકસંયોગે ૮૪ ભંગો, કઈ રીતે? સાત પદોના ૨૧ ભંગ, પાંચ નારકોના બે ભાગ કરતા ચાર ભંગો, તે આ રીતે એક-ચાર, બે-ત્રણ, ત્રણ-બે, ચાર-એક. ૨૧-ને ૪ વડે ગુણતાં ૮૪ થાય. ત્રિકયોગે સાત પદોના ૩૫-વિકલ્પો. પાંચને ત્રણ રીતે સ્થાપતા, છ વિકલ્પો આ રીતે એક એક-ત્રણ, એક બે-બે, બે-એક-બે, એક-ત્રણ-એક, બે-બે-એક, ત્રણ-એક-એક. આ રીતે ૩૫-ને ૬ વડે ગુણતા ૨૧૦ ભંગ. ચતુષ્ક સંયોગે - સાતના ૩૫ વિકલ્પો, પાંચને ચાર રાશિપણે સ્થાપતા ચાર વિકલ્પો – ૧ ૧ ૧ ૨, ૧ ૧ ૨ ૧, ૧ ૨ ૧ ૧, ૨ ૧ ૧ ૧. આ રીતે ૩૫ ને ચાર વડે ગુણતાં ૧૪૦ વિકલ્પો. પંચક યોગે-૨૧. બધાં મળીને ૪૬૨ થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit