Viyahapannatti 671
Viyāhapannatti: ṭīkānusārī vivecana 671
- Language
- Gujarati
671
ભગવન્! છ નૈરયિકો નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા શું રત્નપ્રભામાં હોય? પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં યાવત્ અધઃસપ્તમીમાં હોય. (૭) - - અથવા એક રત્ન૦ પાંચ શર્કરા૦ માં હોય યાવત્ - અથવા - એક રત્ન૦ પાંચ અધઃસપ્તમીમાં હોય - અથવા - ત્રણ રત્ન૦ ત્રણ શર્કરા૦માં હોય. આ પ્રમાણે આ ક્રમથી જેમ પાંચના દ્વિકસંયોગો કહ્યા, તેમ છના પણ કહેવા. વિશેષ એ - એક ભંગ અધિક કહેવા યાવત્ - અથવા - પાંચ તમા૦ એક અધઃસપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન૦ એક શર્કરા ચાર વાલુકા૦માં હોય. યાવત્ - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ ચાર અધઃસપ્તમીમાં હોય. - - અથવા એક રત્ન૦ બે શર્કરા૦ ત્રણ વાલુકા૦માં હોય. એ રીતે આ ક્રમ વડે જેમ પાંચના ત્રિકસંયોગ કહ્યા, તેમ છ ના પણ કહેવા. વિશેષ આ - એક ભંગ અધિક કહેવો. બાકી પૂર્વવત્ (૩૪).
ચતુષ્ક સંયોગ પણ એ જ પ્રમાણે છે, પંચક સંયોગ પણ એમ જ છે. વિશેષ એ કે એક ભંગ અધિક કહેવો. યાવત્ છેલ્લો ભંગ બે વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમી હોય - - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ યાવત્ એક તમામાં હોય (૧) - અથવા એક રત્ન૦ યાવત્ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૨) - અથવા એક રત્ન૦ યાવત્ એક પંક૦ એક તમા૦ એક અધઃ સપ્તમીમાં હોય - અથવા - એક રત્ન૦ યાવત્ એક વાલુકા૦ એક ધૂમ૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય - અથવા - એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમીમાં હોય (૭)
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit