Pramāṇa · Search · About · API

Viyahapannatti 674

Viyāhapannatti: ṭīkānusārī vivecana 674

Language
Gujarati

674

સાત નૈરયિકમાં - એકત્વમાં સાત ભંગ, દ્વિક યોગે છ વિકલ્પો – ૧.૬, ૨.૫, ૩.૪, ૪.૩, ૫.૨, ૬.૧. સાત પૃથ્વીના ૨૧ ભંગથી ગુણતાં ૧૨૬ ભંગ થાય. ત્રિકયોગમાં ૧૫ વિકલ્પો – ૧.૧.૫, ૧.૨.૪, ૨.૧.૪, ૧.૩.૩, ૨.૨.૩, ૩.૧.૩, ૧.૪.૨, ૩.૩.૨, ૩.૨.૨, ૪.૧.૨, ૧.૫.૧, ૨.૪.૧, ૩.૩.૧, ૪.૨.૧, ૫.૧.૧. તેને ૩૫ વડે ૫૨૫ ભંગ થાય.
ચતુષ્ક સંયોગે સાતેને ચાર રાશિ વડે સ્થાપતા ૧.૧.૧.૪ ઈત્યાદિ ૨૦ વિકલ્પો થાય. તે - X - સ્વયમેવ જાણવા. ૨૦-ને ૩૫ વડે ગુણતાં ૭૦૦ વિકલ્પો થાય. પંચક સંયોગે સાતેને પાંચ રાશિથી સ્થાપતા ૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૧૫ વિકલ્પો થાય. આ પંચક સંયોગને ૨૧ વડે ગુણતાં ૩૧૫ વિકલ્પો થાય. ષટ્ક સંયોગમાં સાત પદોને છ ભેદે સ્થાપતા ૧.૧.૧.૧.૧.૨ ઈત્યાદિ. સાત પદોના સાત વિકલ્પો, છ વડે ગુણતાં-૪૨-ભેદ થાય. સપ્તક સંયોગે એક જ. બધાં મળીને ૧૭૧૬ ભંગ થાય.

Linked texts (1)