Pramāṇa · Search · About · API

Viyahapannatti 676

Viyāhapannatti: ṭīkānusārī vivecana 676

Language
Gujarati

676

અહીં એકત્વમાં સાત વિકલ્પ. દ્વિક સંયોગમાં આઠના દ્વિત્વમાં ૧.૭ આદિ સાત વિકલ્પો, તેને ૨૧ વડે ગુણતાં ૧૪૭ વિકલ્પો. ત્રિક સંયોગમાં આઠનાં ૧.૧.૬ ઈત્યાદિ ૨૧ વિકલ્પો. તેને ૩૫ વડે ગુણતાં ૭૩૫ ભંગો. ચતુષ્કસંયોગમાં આઠની ચાર રાશિથી ૧.૧.૧.૫ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય, તેને ૩૫ વડે ગુણતાં ૧૨૨૫ ભંગો થાય. પંચક સંયોગે - આઠનાં પંચત્વમાં ૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૩૫ વિકલ્પો થાય. તેને ૨૧ સંયોગો વડે ગુણતાં ૭૩૫ ભંગ થાય. ષટ્ક સંયોગમાં આઠના છ ભેદથી ૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૧ વિકલ્પો થાય. તેને સાત સંયોગો વડે ગુણતાં ૧૪૭ ભંગો થાય છે. સપ્તસંયોગમાં આઠની સાત રાશિ કરતાં ૭-વિકલ્પો થાય. આ બધાં મળીને ૩૦૦૩ ભંગ થાય.

Linked texts (1)