Pramāṇa · Search · About · API

Viyahapannatti 678

Viyāhapannatti: ṭīkānusārī vivecana 678

Language
Gujarati

678

અહીં પણ એકત્વમાં સાત જ વિકલ્પ છે. દ્વિક સંયોગમાં નવના દ્વિત્વમાં આઠ વિકલ્પો છે. સપ્તપદ દ્વિકસંયોગના ૨૧ ભેદથી ગુણતાં ૧૬૮ ભંગ થાય. ત્રિકસંયોગે નવના ૧.૧.૭ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય છે તેને સપ્તપદ ત્રિકસંયોગ ૩૫ વડે ગુણતાં ૯૮૦ ભંગ થાય છે ચતુષ્ક યોગમાં નવની ચાર રાશિમાં ૧.૧.૧.૬ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુષ્ક સંયોગે ૩૫ વડે ગુણતાં ૧૯૬૦ ભંગો થાય. પંચક સંયોગે નવની પાંચ રાશિથી ૧.૧.૧.૧.૫ એ રીતે ૭૦ વિકલ્પો થાય. તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૪૭૦ ભંગો થાય. ષટ્ક સંયોગમાં નવને છ રાશિમાં મૂકતા ૧.૧.૧.૧.૧.૪ આદિ ૫૬ વિકલ્પો થાય. તેને સાત સંયોગ વડે ગુણતાં ૩૯૨ ભંગો થાય. સપ્તક સંયોગમાં નવને સાત રાશિથી મૂકતા ૧.૧.૧.૧.૧.૧.૩ ઈત્યાદિ ૨૮ વિકલ્પો થાય. તેના ૨૮ ભંગ જ થાય. આ રીતે બધાં મળીને ૫૦૦૫ ભંગ થાય.

Linked texts (1)