Viyahapannatti 680
Viyāhapannatti: ṭīkānusārī vivecana 680
- Language
- Gujarati
680
અહીં એકત્વમાં સાત ભંગ જ છે. દ્વિકસંયોગમાં દશના બે ભાગ કરતાં ૧.૯ ઈત્યાદિ નવ વિકલ્પ, તેને ૨૧ સંયોગોથી ગુણતાં ૧૮૯ ભંગ થાય. ત્રિકયોગે દશના ત્રણ ભાગ કરતાં ૧.૧.૮ ઈત્યાદિ ૩૬-વિકલ્પો થાય. તેને ૩૫ સંયોગ વડે ગુણતાં ૧૨૬૦ ભંગો થાય છે. ચતુષ્ક સંયોગમાં દશના ચાર ભાગ કરતાં ૧.૧.૧.૭ ઈત્યાદિ ૮૪ વિકલ્પો થાય. તેને સપ્તપદ ચતુષ્ક સંયોગ-૩૫ વડે ગુણતાં ૨૯૪૦ ભંગ થાય. પંચક સંયોગે દશના પાંચ ભાગ કરતા ૧.૧.૧.૧.૬ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ પંચક સંયોગ-૨૧ વડે ગુણતાં ૨૬૪૬ ભંગ થાય. ષટ્ક સંયોગમાં દશના છ ભાગ કરતાં ૧.૧.૧.૧.૧.૫ ઈત્યાદિ ૧૨૬ વિકલ્પો થાય. તેને સપ્તપદ ષટ્ક સંયોગ-૭ વડે ગુણતાં ૮૮૨ ભંગ થાય છે. સપ્તક સંયોગમાં દશના સાત ભાગથી ૧.૧.૧.૧.૧.૧.૪ ઈત્યાદિ ૮૪ વિકલ્પો છે તેને એક સંયોગથી ગુણતાં ૮૪ ભંગો જ થાય. બધાં મળીને ૮૦૦૮ ભંગ થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit