Viyahapannatti 682
Viyāhapannatti: ṭīkānusārī vivecana 682
- Language
- Gujarati
682
અહીં સંખ્યાતા એટલે અગિયારથી શીર્ષપ્રહેલિકા સુધી. અહીં પણ એકત્વમાં સાત ભંગ છે. દ્વિકસંયોગમાં સંખ્યાતાના બે ભાગ કરતાં એક-સંખ્યાતા ઈત્યાદિ દશ-સંખ્યાતા એવા ૧૧ વિકલ્પો. આ ઉપરની પૃથ્વીમાં એકાદિ અગીયાર પદોના ઉચ્ચારણમાં અધસ્તન પૃથ્વીમાં સંખ્યાત પદના ઉચ્ચારણથી જાણવા. જે બીજી આગળની પૃથ્વીમાં સંખ્યાતપદના અધઃસ્તનપૃથ્વીમાં એકાદી અગીયાર પદોના ઉચ્ચારણમાં પ્રાપ્ત થાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
પૂર્વસૂત્રોમાં જ દશાદિરાશીનું દ્વૈવિધ્યકલ્પનામાં ઉપર એકાદિ લઘુ સંખ્યા ભેદ પૂર્વે કર્યા. નીચે નવ આદિ મહાન્ત. એમ અહીં પણ એકાદિ ઉપર અને નીચે સંખ્યાત રાશિ. તેમાં સંખ્યાતરાશિથી અધસ્તન એકાદિ આકર્ષણે પણ સંખ્યાતત્વ અવસ્થિત જ છે. કેમકે પ્રચૂરત્વ છે. પૂર્વ સૂત્રોમાં નવ આદિની જેમ એકાદિપણે તેનું અવસ્થાન નથી. તેથી નીચે એકાદિ ભાવ નથી. સંખ્યાતનો જ સંભવ હોવાથી અધિક વિકલ્પની વિવક્ષા નથી. ત્યાં રત્નપ્રભા એકાદિ વડે સંખ્યાત અંત વડે અગિયાર પદોથી ક્રમથી વિશેષિત સંખ્યાતપદ વિશેષિત વડે બાકીના સાથે ક્રમથી સંયોગ કરતા ૬૬ ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શર્કરાપ્રભામાં ૫૫, વાલુકામાં ૪૪, પંકપ્રભામાં ૩૩, ધૂમપ્રભામાં ૨૨, તમઃપ્રભામાં ૧૧. એ રીતે દ્વિકસંયોગીમાં ૨૩૧ ભંગ થાય છે.
ત્રિકયોગમાં વિકલ્પ પરિમાણ માત્ર જ દેખાડે છે - રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા એ પ્રથમ ત્રિકયોગ. તેમાં ૧.૧. સંખ્યાતા એ પહેલો વિકલ્પ, પછી પહેલીમાં એક અને ત્રીજામાં સંખ્યાતપદે જ રહીને, બીજીમાં ક્રમથી અક્ષ વિન્યાસથી દ્વયાદિ ભાવે દશમ સંયોગમાં સંખ્યાત પદ થાય છે. એ રીતે આ પૂર્વની સાથે ૧૧, પછી બીજી, ત્રીજીમાં સંખ્યાતપદમાં જ રહીને, પહેલીમાં તે જ રીતે દ્વયાદિ ભાવથી દશમ સંયોગે સંખ્યાતપદ થાય. એ રીતે અહીં દશ. આ રીતે બધાં થઈને એકત્ર ત્રિક સંયોગમાં ૨૧. તેને સપ્તપદ ત્રિકસંયોગમાં ૩૫-થી ગુણતાં ૭૩૫ ભંગો થાય.
ચતુષ્ક સંયોગમાં ફરી પહેલાથી ચોથા વડે પહેલો ચતુષ્ક સંયોગ, તેમાં ૧.૧.૧ સંખ્યાતા, એ એક વિકલ્પ. પછી પૂર્વોક્ત ક્રમથી ત્રીજીમાં દશમ સંયોગે સંખ્યાતપદ, એ રીતે બીજીમાં અને પહેલીમાં. આ રીતે એકત્ર ચતુષ્ક સંયોગ-૩૧. તેને સપ્તપદ ચતુષ્ક સંયોગમાં ૩૫-થી ગુણતાં ૧૦૮૫ ભંગ થાય છે.
પંચક સંયોગમાં પહેલા પાંચ વડે પહેલો પંચકયોગ, તેમાં ૧.૧.૧.૧. સંખ્યાતા, એ એક વિકલ્પ. પછી પૂર્વોક્ત ક્રમથી ચોથીમાં દશમ સંયોગમાં સંખ્યાત પદ, એ રીતે બાકીનામાં પણ છે. એ રીતે આ બધાં મળીને પંચક યોગમાં ૪૧-ભેદ છે. આ પ્રત્યેકને સપ્તપદ પંચક સંયોગમાં ૨૧ વિકલ્પથી ૮૬૧-ભંગ થાય છે.
ષટ્ક સંયોગમાં પૂર્વોક્ત ક્રમથી એકત્ર ષટ્કસંયોગમાં ૫૧ વિકલ્પો થાય. આ પ્રત્યેકને સપ્તપદ ષટ્ક યોગે સાત વડે ગુણતાં ૩૫૭ ભંગ થાય છે. - - સપ્તક સંયોગે પૂર્વોક્ત ભાવનાથી ૬૧ વિકલ્પો થાય. આ બધાં મળીને કુલ ૩૩૩૭ ભંગો થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit