Viyahapannatti 686
Viyāhapannatti: ṭīkānusārī vivecana 686
- Language
- Gujarati
686
ઉત્કૃષ્ટપદે જેના વડે ઉત્કર્ષથી ઉત્પન્ન થાય તે. જે આ ઉત્કૃષ્ટ પદવાળા છે, તે બધાં પણ રત્નપ્રભામાં હોય કેમકે ત્યાં જનાર, તે સ્થાનોનું બહુત્વ છે. અહીં ક્રમથી દ્વિકયોગે છ ભંગો, ત્રિકયોગમાં ૧૫, ચતુષ્કયોગમાં ૨૦, પંચકયોગમાં ૧૫, ષટ્કયોગમાં ૬, સપ્તકયોગમાં એક ભંગ છે.
હવે રત્નપ્રભાદિમાં જ નારક પ્રવેશનકના અલ્પત્વ આદિ નિરૂપણને માટે કહે છે – તેમાં સૌથી થોડાં સાતમી પૃથ્વી નારક પ્રવેશનક છે. કેમકે તેમાં જનાર થોડાં છે, તે અપેક્ષાએ. તેનાથી છઠ્ઠીમાં અસંખ્યાતગણા છે, કેમકે તેમાં જનારનું અસંખ્યાત ગુણત્વ છે. એ રીતે આગળ પણ જાણવું.
હવે તિર્યંચયોનિક પ્રવેશનકની પ્રરૂપણા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit