Viyahapannatti 690
Viyāhapannatti: ṭīkānusārī vivecana 690
- Language
- Gujarati
690
વિવેચન :–૪૫૫ થી ૪૫૭
મનુષ્ય પ્રવેશનક, દેવ પ્રવેશનક સુગમ છે, તો પણ કંઈક લખીએ છીએ. - મનુષ્યોમાં બે સ્થાનકમાં સંમૂર્ચ્છિમ, ગર્ભજરૂપે પ્રવેશે છે. બંનેને આશ્રીને એકાદિ સંખ્યાતમાં પૂર્વવત્ વિકલ્પો કરવા. તેમાં અતિદેશમાં છેલ્લે સંખ્યાતપદ છે. તેના વિકલ્પોને સાક્ષાત્ કહ્યા છે. અહીં દ્વિકયોગમાં પૂર્વવત્ ૧૧ વિકલ્પો છે, અસંખ્યાત પદમાં પૂર્વે ૧૨-વિકલ્પો કહ્યા, અહીં ૧૧ જ છે. કેમકે સંમૂર્ચ્છિમ અને ગર્ભજમાં અસંખ્યાતત્વ હોત, તો બારમો વિકલ્પ પણ થાત. પણ ગર્ભજ મનુષ્યમાં સ્વરૂપથી પણ અસંખ્યાતનો અભાવ છે, તેથી તેના પ્રવેશનમાં પણ અસંખ્યાત સંભવે નહીં.-X-સંમૂર્ચ્છિમમાં અસંખ્યાત સંભવે. તેથી-X-સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનકમાં અસંખ્યાતગણું જાણવું
દેવ પ્રવેશનકમાં જ્યોતિષ્કગામી ઘણાં છે, તેમાં ઉત્કૃષ્ટપદે દેવ પ્રવેશનકવાળા બધાં પણ હોય. સૌથી થોડાં વૈમાનિક દેવ પ્રવેશનક કહ્યા, કેમકે તેમાં જનારાનું અલ્પત્વ હોય છે.
હવે નારકાદિ પ્રવેશનકના અલ્પત્વાદિને નિરૂપવા કહે છે – તેમાં મનુષ્ય પ્રવેશનક સૌથી થોડાં છે કેમકે મનુષ્ય ક્ષેત્રમાં તેવો ભાવ છે, અને તેમનું અલ્પપણું છે. નૈરયિક પ્રવેશનક અસંખ્યાત ગુણત્વ કહ્યું કેમકે તેમાં જનારાનું અસંખ્યગુણત્વ છે. એ રીતે આગળ પણ જાણવું. - - અહીં પ્રવેશનક કહ્યું. તે ઉત્પાદ-ઉદ્વર્તના રૂપ છે. તેથી નારકાદિના ઉત્પાદ-ઉદ્વર્તના સાંતર-નિરંતરપણે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit