Viyahapannatti 696
Viyāhapannatti: ṭīkānusārī vivecana 696
- Language
- Gujarati
696
‘ભગવતી’ સૂત્ર-૪૬૩ :– [૯/૩૩/૪૬૩]
તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, વર્ણન. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિય-કુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન્, તેજસ્વી યાવત્ અપરિભૂત હતો. જેમાં મૃદંગવાદ્યનો સ્પષ્ટ ધ્વનિ થઈ રહ્યો છે, બત્રીશ પ્રકારના નાટકોના અભિનય અને નૃત્ય થઈ રહ્યા છે, અનેક પ્રકારની સુંદર તરુણીઓ દ્વારા નૃત્ય અને ગુણગાન કરાઈ રહ્યા છે, તેની પ્રશંસાથી ભવન ગુંજી રહેલ છે ખુશી મનાવાઈ રહી હતી. તેવા પોતાના ઉંચા, શ્રેષ્ઠ પ્રાસાદ-ભવનમાં પ્રાવૃટ્ વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ આ છ ઋતુઓમાં પોતાના વૈભવ મુજબ આનંદ મનાવતો, સમય વિતાવતો, મનુષ્યસંબંધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધવાળા કામભોગોને અનુભવતો રહ્યો છે.
ત્યારે ક્ષત્રિયકુંડગ્રામ નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર યાવત્ ઘણાં લોકોના શબ્દોથી જેમ ‘ઉવવાઈ’-સૂત્રમાં છે તેમ યાવત્ આ પ્રમાણે પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી. હે દેવાનુપ્રિયો! આદિકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યથાપ્રતિરૂપ યાવત્ વિચરે છે. હે દેવાનુપ્રિયો! તથારૂપ અરહંત ભગવંતના નામ-ગોત્રાદિ શ્રવણથી મહાફળ થાય છે. એ રીતે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં છે તેમ યાવત્ ક્ષત્રિયકુંડગ્રામનગરની વચ્ચોવચ્ચથી એકાભિમુખ થઈ નીકળે છે, નીકળીને જ્યાં બ્રાહ્મણ-કુંડ ગ્રામનગર છે, જ્યાં બહુશાલ ચૈત્ય છે, એ પ્રમાણે યાવત્ ‘ઉવવાઈ’ સૂત્ર મુજબ યાવત્ પર્યુપાસનાથી સેવે છે.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, તે મહા જનશબ્દને યાવત્ લોકસન્નિવાતને સાંભળીને-જોઈને આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્ર-સ્કંદ-મુકુંદ-નાગ-યક્ષ-ભૂત-કૂપ-તડાગ-નદી-દ્રહ-પર્વત-વૃક્ષ-ચૈત્ય-કે-સ્તૂપ સંબંધ મહોત્સવ છે શું? કે જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય, ક્ષત્રિય-ક્ષત્રિયપુત્રો, ભટ-ભટપુત્રો, જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યું તેમ યાવત્ સાર્થવાહ આદિ સ્નાન કરીને, બલિકર્મ કરીને જેમ ‘ઉવવાઈ’માં છે યાવત્ જઈ રહ્યા છે?
એ પ્રમાણે વિચારીને કંચુકી પુરુષોને બોલાવે છે, તેઓને પૂછે છે કે – હે દેવાનુપ્રિય! ક્ષત્રિયકુંડ ગ્રામનગરમાં શું આજે ઈન્દ્ર મહોત્સવ છે? યાવત્ લોકો બહાર જઈ રહ્યા છે? ત્યારે તે કંચુકી પુરુષે જમાલી ક્ષત્રિયકુમારે આ પ્રમાણે પૂછતા હર્ષિત, તુષ્ટિત થઈને, શ્રમણ ભગવંત મહાવીરનું આગમન જાણીને, નિશ્ચય કરીને, બે હાથ જોડી, જમાલીકુમારને જય-વિજય વડે વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય! આજે ક્ષત્રિયકુંડ ગ્રામનગરમાં ઈન્દ્ર મહોત્સવ નથી, યાવત્ તે માટે લોકો બહાર જતા નથી, પણ હે દેવાનુપ્રિય! આજે સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર યાવત્ બ્રાહ્મણકુંડ ગ્રામનગરની બહાર બહુશાલ ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને યાવત્ વિચરી રહ્યા છે. તે કારણથી આ ઘણાં ઉગ્ર, ભોગ યાવત્ કેટલાંક વંદનના હેતુથી યાવત્ બહાર જઈ રહ્યા છે.
ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે કંચુકી પુરુષો પાસે આ વાત સાંભળી, અવધારી હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી ચાતુર્ઘંટ અશ્વરથને જોડીને ઉપસ્થાપિત કરો, ઉપસ્થાપિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો જમાલી ક્ષત્રિયકુમારે આમ કહેતા યાવત્ તેમની આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવીને સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ. જેમ ‘ઉવવાઈ’માં પર્ષદા વર્ણન છે, તેમ કહેવું યાવત્ શરીર ઉપર ચંદનનું વિલેપન કર્યુ, સર્વાલંકારથી વિભૂષિત થઈ સ્નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, જ્યાં ચાતુર્ઘંટ અશ્વરથ છે, ત્યાં આવીને, ચાતુરઘંટ અશ્વરથ ઉપર આરૂઢ થયો. થઈને કોરંટપુષ્પની માળાથી યુક્ત છત્રને ધારણ કર્યુ, મોટા-મોટા સુભટ, દાસ, પથદર્શકાદિના વૃંદથી પરીવરીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળ્યો. નીકળીને બ્રાહ્મણકુંડગ્રામ નગરે જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવ્યો-આવીને ઘોડાને રોક્યા, રોકીને ત્યાં રથને સ્થાપન કર્યો, રથથી ઉતર્યો.
ત્યારપછી પુષ્પ, તંબોલ, આયુધ આદિ, તથા ઉપાનહનો ત્યાગ કર્યો, કરીને એકશાટિક ઉત્તરાસંગ કર્યુ, કરીને આચમન કર્યુ, ચોખ્ખો થયો, પરમ શૂચિભૂત થઈને મસ્તકે બે હાથની અંજલિ કરીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો. આવીને ૩ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ ત્રિવિધ પર્યુપાસનાથી પર્યુપાસે છે
ત્યારે તે શ્રમણ ભગવંત મહાવીરે જમાલી ક્ષત્રિયકુમાર અને તે મોટી-મોટી ઋષિ પર્ષદાને યાવત્ ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ફરી. ત્યારે તે જમાલીએ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજી હર્ષિત થઈ યાવત્ ઉત્થાનથી ઉભા થઈને ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ નમન કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન્! નિર્ગ્રન્થ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, રુચિ કરું છું, પ્રતીતિ કરું છું, નિર્ગ્રન્થ પ્રવચનને માટે અભ્યુદ્યત થયો છું, ભગવન્! નિર્ગ્રન્થ પ્રવચન એમ જ છે, તે પ્રમાણે છે, અવિતથ છે. અસંદિગ્ધ છે, યાવત્ જે પ્રમાણે તમે કહો છો તે પ્રમાણે જ છે. પરંતુ હે દેવાનુપ્રિય! હું મારા માતા-પિતાને પૂછીને, પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું.
હે દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit