Pramāṇa · Search · About · API

Viyahapannatti 697

Viyāhapannatti: ṭīkānusārī vivecana 697

Language
Gujarati

697

વિવેચન :–૪૬૩
ફુટ્ટમાણ - અતિ જલ્દીથી આસ્ફાલન વડે સ્ફૂટ અર્થાત્‌ ભાગ કરતા. મુઈંગમત્થય - મૃદંગના મસ્તકની જેમ-ઉપરના ભાગે. બત્તીસતિબદ્ધ - બત્રીશ નૃત્યના પ્રકાર વડે અથવા પાત્રો વડે બદ્ધ. તેને આશ્રીને નૃત્ય કરતા-નાચ કરતાં, તેમના ગુણગાન વડે, ઈચ્છિત અર્થના સંપાદનથી તેમને લાલિત કરતા. પાઉસાદિ - તેમાં પ્રાવૃટ્‌ એટલે શ્રાવણાદિ, વર્ષારાત્ર, શરત્‌ એટલે માગસર આદિ, હેમંત એટલે માઘ આદિ, વસંત એટલે ચૈત્રાદિ, ગ્રીષ્મ એટલે જ્યેષ્ઠાદિ. છ એ ઋતુકાળ વિશેષથી તેના અનુભાવને અનુભવતો રહેલો હતો.
શૃંગાટક આદિમાં યાવત્‌ કરણથી ચતુર્મુખ, મહાપથ, પથ, આ શૃંગાટક આદિમાં ઘણાં લોકોના શબ્દો-અવાજો અર્થાત્‌ ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહેતા હતા. બહુજન શબ્દ - પરસ્પરાલાપ. જેમ ‘ઉવવાઈ’માં કહ્યું, તે સૂત્ર કિંચિત્‌ કહે છે – જનવ્યૂહ, જનબોલ, જન કલકલ, જનઉર્મી, જનઉત્કલિકા, જન સન્નિપાત અથવા ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, બોલે છે. તેનો અર્થ આ પ્રમાણે –
જનવ્યૂહ-જન સમુદાય, બોલ-અવ્યક્ત વર્ણ-ધ્વનિ, કલકલ - તે જ ઉપલબ્ધ થતો વચન વિભાગ, ઉર્મી-સંબાધ, ઉત્કલિકા-નાનો સમુદાય, સંનિપાત - બીજા બીજા સ્થાનેથી લોકોનું એકત્ર મિલન, આખ્યાતિ-સામાન્યથી કહે છે - વ્યક્ત પર્યાયવચન, આ જ બંને અર્થને પર્યાયથી ક્રમપૂર્વક કહે છે - પ્રજ્ઞાપે છે, પ્રરૂપે છે.
યથાપ્રતિરૂપ, અહીં યાવત્‌ શબ્દથી આ પ્રમાણે છે - અવગ્રહને અવગ્રહે છે, અવગ્રહીને સંયમ-તપથી આત્માને ભાવતા. જેમ ‘ઉવવાઈ’ માં, તે જ કંઈક દર્શાવે છે - નામ, ગોત્રનું શ્રવણ પણ (મહાફળદાયી છે) તો પછી અભિગમન, વંદન, નમન, પ્રતિપૃચ્છના, પર્યુપાસના વડે એક પણ આર્ય સુવચન શ્રવણથી કેટલો લાભ થાય? વળી વિપુલ અર્થના ગ્રહણથી? દેવાનુપ્રિય! હું ત્યાં જઉં, શ્રમણ ભગવંતને વંદનાદિ કરું, આ ભવ માટે હિતકર છે, ભાવિમાં પણ હિતકર છે. એમ કરીને ઘણાં ઉગ્રો-ઉગ્રપુત્રો એ રીતે ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ભટ્ટ, કેટલાંક વંદન નિમિત્તે એ રીતે પૂજન-સત્કાર-સન્માન-કુતૂહલના નિમિત્તથી, કેટલાંક આચાર છે એમ સમજીને, સ્નાનકરી - બલિકર્મ કરી, ઈત્યાદિ.
એ પ્રમાણે ‘ઉવવાઈ’ મુજબ - ત્યાં આ પ્રમાણે સૂત્ર છે - ત્યાં જ જાય છે, ત્યાં જઈને તીર્થંકરના છત્રાદિ અતિશયને જોઈને યાન-વાહનાદિ સ્થાપે છે, ઈત્યાદિ.
આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક - આત્મ આશ્રિત. અહીં યાવત્‌ શબ્દથી આમ જાણવું - ચિંતિત એટલે સ્મરણરૂપ, પ્રાર્થિત-પ્રાપ્તિને માટે પ્રાર્થના, મનોગત-બહાર રજૂ ન કરેલ, સંકલ્પ-વિકલ્પ.
ઈન્દ્રમહ - ઈન્દ્રોત્સવ, સ્કંદમહ-કાર્તિકેયોત્સવ, મુગુંદ-મહ-વાસુદેવ કે બલદેવ મહોત્સવ, જેમ ‘ઉવવાઈ’માં કહ્યું, તે સૂત્ર આ પ્રમાણે – બ્રાહ્મણો, સુભટો, યોદ્ધા, મલ્લકી, લેચ્છવી, બીજા પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ ઈત્યાદિ. તેમાં ભટ-શૂર, યોધા-સહસ્રયોધાદિ, મલ્લકી-લેચ્છવિ તે રાજા વિશેષ. રાજા-સામંતો, ઈશ્વર-યુવરાજાદિ, તલવર-રાજને વલ્લભ, માડંબિક-સંનિવેશ વિશેષ નાયક, કૌટુંબિક-કેટલાંક કુટુંબના નાયક, ઈભ્ય-વધુ ધનવાન્‌. - - ‘ઉવવાઈ’ મુજબ આ પ્રમાણે છે –
કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરીને, કંઠ-માળા કરી ઈત્યાદિ. આગમનનો નિશ્ચય-નિર્ણય કરીને તથા ‘તમારો જય થાઓ, તમારો વિજય થાઓ’ એવા આશીર્વચન વડે ભગવંતના સમાગમનના સૂચનથી, તમો આનંદથી વૃદ્ધિ પામો એ ભાવ છે.
કેટલાંક વંદનના નિમિત્તે યાવત્‌ નીકળે છે અહીં યાવત્‌ શબ્દથી કેટલાંક પૂજનના નિમિત્તે એ રીતે સત્કાર, સન્માન, કુતૂહલ નિમિત્તથી, ન સાંભળેલું સાંભળશું, સાંભળેલાને શંકારહિત કરીશું, મુંડ થઈને, ઘરથી નીકળી, અણગારિક પ્રવ્રજ્યા લઈશું તેવા નિમિત્તે, કેટલાંક ઘોડા, હાથી અને ગજ-રથ-શિબિકા-સ્યંદમાનિકા વડે ગયા, કેટલાંક પગે ચાલનારા, પુરુષ વર્ગ વડે પરિવરીત, મોટા-ઉત્કૃષ્ટ સિંહનાદ, બોલ, કલકલના અવાજથી સમુદ્ર જેમ ઘુઘવતા, ક્ષત્રિયકુંડ ગ્રામનગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા.
ચાર ઘંટાવાળો, ઘોડા વડે વહન કરાતો રથ. ‘ઉવવાઈ’ સૂત્રની જેમ પર્ષદા વર્ણન કરવું. જેમકે તેમાં કોણિકના પરિવારનું વર્ણન કહ્યું, તેમ જમાલીનું કહેવું તે આ પ્રમાણે છે – અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, દાસ, પીઠમર્દક, નગર-નિગમ શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે પરિવરેલો. તેનો અર્થ આ પ્રમાણે છે –
ગણનાયક - સ્વાભાવિક મહત્તર, દંડનાયક-તંત્રપાલક, રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ, તલવર-ખુશ થયેલા રાજાએ આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજસ્થાનીયો, માડંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબના સ્વામી, અવલગક-સેવક, મહામંત્રી-મંત્રી મંડલમાં મુખ્ય, ગણક-ગણિતજ્ઞ, દૌવારિક-પ્રતીહાર, અમાત્ય-રાજ્યના અધિષ્ઠાયક, ચેટ-પાદમૂલિકા, પીઠમર્દક-આસને બેઠેલ સેવક-વયસ્થ, નગર-નગરવાસી પ્રજા, નિગમ-કારણિકો, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સોનાના પટ્ટથી વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-સૈન્યનાયકો, દૂત-બીજાને રાજાના આદેશના નિવેદક,સંધિપાલ-રાજ્યસંધિરક્ષકો,તેમના સહિત,તેમની વડે પરિવરીત એવા. -X-X-X-. ચડગર-વિસ્તરવંત,પહકર-સમૂહ તેમના વૃંદથી પરિવરેલ.
પુષ્પ, તંબોલ, આયુધ આદિ. અહીં આદિ શબ્દથી શેખર, છત્ર, ચામરાદિ લેવા. આયંત - શૌચ અર્થે જળનો સ્પર્શ કરેલ, ચોક્ખે આચમન વડે અશુચિદ્રવ્યને દૂર કરેલ, તે જ કારણે અતિ પવિત્ર થયેલ જેણે હાથને અંજલિ કરવા વડે મુકુલવત્‌ કર્યા છે તે.

Linked texts (1)