Viyahapannatti 699
Viyāhapannatti: ṭīkānusārī vivecana 699
- Language
- Gujarati
699
વિવેચન :–૪૬૪
સામાન્યથી શ્રદ્ધા કરું છું, ઉપપત્તિ વડે પ્રીતિ વિષય કરું છું, રુચિ કરું છું, અભ્યુત્થિત થયો છું, ઉપ-લભ્યમાન પ્રકારવત્, આપ્તવચન વડે જાણીને પૂર્વ અભિમત પ્રકારવત્, પૂર્વાભિમત પ્રકારયુક્ત હોવા છતાં અન્યદા વિગત અભિમત પ્રકાર પણ કોઈ કહે, તેથી બતાવે છે કે - આ અવિતથ છે, કાલાંતરે પણ નાશ થનાર નથી.
અમ્મ - હે માતા, તાત - હે પિતા, નિસંત - શ્રુત, ઈષ્ટ અને ફરી ફરી ઈષ્ટ, ભાવથી સ્વીકારેલ, સ્વાદુભાવની જેમ ઉપગત, ધન્નેઅસિ - ધનને પ્રાપ્ત કરેલ છે. જાય - હે પુત્ર, કયત્થ - સ્વપ્રયોજન કરેલ છે પૂર્ણ તે, કયલક્ખણ - લક્ષણ એટલે દેહચિહ્નોને સાર્થક કર્યા છે જેણે તે, અનિટ્ઠ - અવાંછિત, અકંત - અકમનીય, અપ્પિય - અપ્રીતિ કરનાર, અણુમન્ન - મનથી જેને સુંદર જાણેલ નથી, તેથી અમનોજ્ઞ. અમણામ - મનથી ન ગમતું, વારે વારે યાદ કરવું ન ગમે તેવું.
પરસેવાથી રોમકૂપ ગળવા - ઝરવા લાગ્યા. તેનાથી શરીર ભીંજાઈ ગયેલ છે, તેવી. શોકથી ભરેલી, અંગોપાંગ કંપતા હોય તેવી, નિસ્તેજ, દીનની માફક વિમનસ્કવત્ વદનવાળી, તત્ક્ષણ અર્થાત્ ‘હું પ્રવ્રજ્યા લઉં’ એમ સાંભળવાની ક્ષણે જ મ્લાન અને દુર્બળ શરીર જેણીનું થયેલ છે, તે. લાવણ્યથી શૂન્ય, પ્રભારહિત, શોભારહિત થઈ ગઈ. દુર્બળતાથી જેણીના આભુષણો શિથિલ થઈ ગયા. ભુજા આદિ પાતળા થવાથી પડી ગયા. ભૂમિમાં પડતા, નમેલ બીજા પ્રદેશે પડતા ભાંગીને ભુક્કો થઈ ગયા. શું? –
કેટલાંક શ્વેત વલય - કટકો. તેણીનું વસ્ત્ર વિશેષ સરી પડ્યું. મૂર્ચ્છાના વશથી ચેતના ચાલી જવાથી અલઘુ શરીર પડી ગયું. સ્વરૂપથી સુકુમાલ વાળ વિખરાઈ ગયા - X - X - X -.
તેણીને સંભ્રમથી પડતાં જોઈને દાસી જલ્દીથી સોનાના કળશમાંથી નીકળેલ શીતળ નિર્મળ જળની ધારા વડે તેના શરીરને સીંચીને તેના શરીરને સ્વસ્થ કર્યુ અથવા સંભ્રમમાં વર્તતી એવી તેણે સોનાના કળશના મુખથી નીકળતા શીતળ વિમળ જળને ધારણ કર્યુ. ઉત્ક્ષેપક-વંશદલ આદિ મય, મુઠ્ઠીમાં ગ્રહણ થાય તેવો દંડનો મધ્ય ભાગ, તાલવૃંત એટલે તાડ નામના વૃક્ષના પાંદડાનું વૃંત્ત, તેવા આકારે અથવા ચામડાનો વીંઝણો - વંશ આદિમય જ અંતર્ગ્રાહ્ય દંડથી ઉત્પન્ન વાયુ, તેને જળબિંદુ સહિત (વીંઝ્યો), અશ્રુના નીકળવાથી રોતી એવી, મોટો અવાજ કરવાથી ક્રંદન કરતી એવી, મનથી શોક કરતી, આર્ત્ત વચનથી વલવલતી.
ઈટ્ઠેત્યાદિ૦ સ્થૈર્યગુણના યોગથી સ્થૈર્ય, વિશ્વાસસ્થાન, તેનું કૃત્ય આર્યોને સંમત હોવાથી સંમત, ઘણાં પણ કાર્યોમાં અથવા અલ્પતા કે થોડાંપણાથી રહિત એવો મત, તે બહુમત. કાર્યમાં વ્યાઘાત ન કરીને પછી પણ સંમત થાય તે અનુમત. ઘરેણાંનો કરંડીયો અર્થાત્ તેનું ભાજન-પાત્ર, તેના સમાન. રત્ન-મનુષ્યજાતિમાં ઉત્કૃષ્ટપણાથી અથવા રયણ એટલે રંજક. ચિંતારત્નાદિ વિકલ્પ તે રત્નભૂત.
જીવિતોત્સવ એટલે જીવિત વિષયમાં ઉત્સવ-મહોત્સવ, તે જીવિતોસ્તવિક. મનને સમૃદ્ધિકારક તે હૃદયાનંદજનન. જેમ ઉદુંબર પુષ્પ અલભ્ય હોય છે, તેથી તે ઉપમાન વડે પુત્રને ઉપમા આપી છે. સવણયાએ - સાંભળવાને. કિમંગ પુણ - વળી શું અંગ - આમંત્રણ અર્થમાં છે. હે પુત્ર! તું ત્યાં સુધી અહીં રહે, જ્યાં સુધી અમો જીવીએ છીએ. - X - X - વડ્ઢિય - પુત્ર પૌત્રાદિ વડે વૃદ્ધિ કરીને, કુલ રૂપવંશ તે કુલવંશ સંતાન, તે જ તંતુ તે કુલવંશતંતુ, તે જ કાર્ય તે કુલવંશતંતુ કાર્ય કે કુલવંશતંતુની વૃદ્ધિ કરીને. બધાં પ્રયોજનોથી નિરપેક્ષ થઈ. દીક્ષા લે
તથા - તે પ્રકારે જ, બીજી રીતે નહીં, જે તમે કહ્યું કે – અમારા કાળધર્મ પછી દીક્ષા લેજે. તેને આશ્રીને આ કહે છે – કહેવાનાર ન્યાયથી અનેક જે જાતિ-જરા-મરણ-રોગરૂપ શારીરિક, માનસિક જે અત્યર્થ દુઃખો છે, તે તથા તેની જે વેદના, વ્યસન એટલે ચોરી, દ્યુત આદિ જે સેંકડો ઉપદ્રવો - રાજ્ય, ચોરી આદિકૃત, તેના વડે અભિભૂત જે છે, તથા તેથી જ અધ્રુવ-જે સૂર્યોદયવત્ ધ્રુવ નથી તે, પ્રતિનિયત કાળે અવશ્ય હોય તેમ નહીં, અનિતિ - અહીં ઈતિ શબ્દ નિયત રૂપ ઉપદર્શન પછી છે, તેથી જ્યાં ઈતિ વિદ્યમાન નથી તે અનીતક - અથવા વિદ્યમાન નથી નિયત સ્વરૂપ તે. - X - ક્ષણમાં નશ્વરપણું હોવાથી અશાશ્વત, અશાશ્વતપણાના જ ઉપમાનથી દર્શાવતા કહે છે - સંધ્યાના રંગ જેવું.
અણિચ્ચ - પૂર્વના જીવિતની અપેક્ષાએ અનિત્યત્વ કહ્યું, હવે શરીર સ્વરૂપ અપેક્ષાથી તે કહે છે – અનિત્ય એટલે સડન-પડન-વિધ્વંસણ ધર્મ - શડન એટલે કુષ્ઠ આદિ વડે આંગળી આદિનું પતન, બાહુ આદિનું ખડ્ગ છેદ આદિ વડે વિધ્વંસન-ક્ષય, એવો જેનો સ્વભાવ છે. તથા વિવક્ષિત કાળથી પૂર્વે કે વિવક્ષિત કાળની પછી અવશ્ય ત્યાજ્ય છે હવે આને કોણ જાણે છે? કોઈ નહીં. પિતા કે પુત્રમાં કોણ પહેલા પરલોકે જશે અને કોણ પછી જશે અર્થાત્ પહેલા કોણ મરશે - પછી કોણ મરશે?
પ્રવિશિષ્ટરૂપ - લક્ષણ. - X - X - વ્યંજન - મષ, તિલકાદિ, ગુણ-પ્રશસ્ત્વ તેના વડે યુક્ત - સંગત. ઉત્તમ બલ, વીર્ય, સત્વ વડે યુક્ત, તેમાં શરીર અને પ્રાણ તે બળ, માનસ અવષ્ટંભ તે વીર્ય, ચિત્ત વિશેષ તે સત્વ. અથવા ઉત્તમ એવા બળ અને વીર્યનું જે સત્વ-સત્તા, તેના વડે યુક્ત, સૌભાગ્ય ગુણથી યુક્ત, અભિજાત એટલે કુલીન, જેમાં મહાક્ષમા છે, તે અથવા કુલીનો મધ્યે મહત્-પૂજ્ય અને ક્ષમ - સમર્થ છે, જે છે તે. નિરુપહત - અવિદ્યમાન છે વાત આદિ ઉપઘાત જેમાં, ઉદાત્ત એટલે ઉત્તમ વર્ણાદિ ગુણો, તેથી જ લષ્ટ-મનોહર, પાંચે ઈન્દ્રિયો પટુ-સ્વવિષય ગ્રહણમાં દક્ષ, વિવિધ વ્યાધિઓના સ્થાનરૂપ, હાડકાં એ જ કાષ્ઠ, બંનેમાં કાઠિન્યનું સાધર્મ્ય છે, તેથી. શિરા - નાડી, સ્નાયુ, તે બંનેની જે જાળ-સમૂહ તેના વડે અત્યંત વેષ્ટિત. અશુચિ અર્થાત્ ગંદકી વડે સંક્લિષ્ટ-દુષ્ટ, - X - X - જરાકુણિમ - જીર્ણતા પ્રધાન શબ, જર્જરગૃહ એટલે જીર્ણઘર. તેની જેમ સડનાદિ સ્વભાવ.
વિપુલ કુળની તે બાલિકા, કળાકુશળ, સર્વકાળલાલિતા, સુખને માટે ઉચિત, માર્દવગુણ યુક્ત, વિનયોપચારમાં નિપુણ, પંડિત વિચક્ષણા અર્થાત્ અત્યંત વિશારદ, મંજુલ એટલે કોમળ શબ્દોથી મિત-પરિમિત, મધુર-અકઠોર એવા અર્થથી, જે કહેલ હોય, તે તથા તેનું હસવું, જોવું, ગતિ વિલાસ અર્થાત્ નેત્રવિકાર કે ગતિવિલાસ, વિલસતી એવી ગતિ, વિશિષ્ટા સ્થિત, તેમાં જે વિશારદ તે તથા –
અવિકલકુલ એટલે ઋદ્ધિ પરિપૂર્ણ કુળ વાળી, શીલ વડે શોભતી, વિશુદ્ધ કુલવંશ એ જ સંતાન-તંતુ-વિસ્તારિત તંતુ તેની વૃદ્ધિથી અર્થાત્ પુત્ર ઉત્પાદન દ્વારથી, તે વૃદ્ધિમાં સમર્થ, જેણીની વયયૌવન છે, તે. પાઠાંતરથી કહે છે – વિશુદ્ધ કુલ-વંશ-સંતાન-તંતુ વર્ધનમાં જે પ્રકૃષ્ટ ગર્ભા છે, તેનો જે ઉદ્ભવ, તેમાં જે પ્રભાવ-સામર્થ્ય તેવી. મનને અનુકૂલ અર્થાત્ હૃદય દ્વારા ઈચ્છેલી. ગુણ વડે વલ્લભ તેવી. શબ્દાદિ વિષયમાં અત્યંત ક્ષીણ કુતૂહલ જેનું છે તે.
માણુસ્સગા કામભોગા - કામભોગના ગ્રહણથી તેના આધારભૂત સ્ત્રી-પુરુષ શરીર અભિપ્રેત છે. ઉચ્ચાર - ઉચ્ચારાદિથી ઉદ્ભવેલ જેમાં છે, તે તથા દુરૂપમૂત્રથી તે અમનોજ્ઞ છે, પુરુષના વીર્યથી તે પૂર્ણ છે. અહીં દુરૂપ એટલે વિરૂપ અને પૂતિક એટલે કુથિત. મૃતના જેવી ગંધ જેની છે, તે મૃતગંધી, તેવો જે ઉચ્છ્વાસ તે મૃતગંધી ઉચ્છ્વાસ તેના વડે અને અશુભ નિઃશ્વાસથી ઉદ્વેગજનક-ઉદ્વેગકારી. ઉચ્છ્વાસ એટલે મુખ વડે વાયુનું ગ્રહણ, નિઃશ્વાસ એટલે તેનો નિર્ગમ. બીભત્સ એટલે જુગુપ્સા ઉત્પાદક, લઘુસ્વક એટલે લઘુસ્વભાવ. કલમલ એટલે શરીરમાં રહેલ અશુભદ્રવ્ય વિશેષ, તેના અવસ્થાનથી દુઃખરૂપ છે તે. ઘણાં લોકો વડે સાધારણથી ભોગ્યત્વથી, તે શરીર બહુજન સાધારણ કહ્યું.
પરિક્લેશ એટલે મહા માનસ આયાસથી અને કુચ્છ્ર દુઃખ એટલે ગાઢ શરીર આયાસથી જે સધાય છે - વશ કરાય છે તેવું (દુઃખ) વિપાક, પાકનો પણ હોય, તેથી વિશેષ કહે છે - ફળરૂપ વિપાક જેમાં કટુ છે, તે તથા ચૂડલિવ્વ - સળગાવાયેલ ઘાસના પૂળાની જેવું.
હે પુત્ર! આ બધું તારું છે (શું) આર્ય - પિતામહ, દાદા. પ્રાર્યક-પિતાના પિતામહ, પરદાદા, પિતૃપ્રાર્યક-પિતાના પ્રપિતામહ. તે બધાં પાસેથી આવેલ જે (સંપત્તિ) અથવા આર્યક પ્રાર્યક પિતાનો જે પર્યાય-પરિપાટી, તેના વડે આવેલ જે વિપુલ ધન-કનક. અહીં ‘યાવત્’ શબ્દથી આ જાણવું – રત્ન, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ, રક્તરત્ન આદિ. તેમાં વિપુલ ધન એટલે પ્રચુર ગાય આદિ, કણગ-ધાન્ય, રત્ન તે કર્કેતનાદિ, મણિ તે ચંદ્રકાંતાદિ, મોતી અને શંખ પ્રસિદ્ધ છે. શિલપ્રવાલ એટલે વિદ્રુમ, રત્નરત્ન તે પદ્મરાગ, તે જેની આદિમાં છે તે, તથા વિદ્યમાન સ્વાયત્ત પ્રધાન દ્રવ્ય કે જે સર્વે સંપત્તિ પર્યાપ્ત છે. તેનું જે પરિમાણ છે, તે સાતમી પેઢી-કુળવંશથી અથવા કુલરૂપ વંશમાં થયેલ તે. ઘણી બધી ગરીબ વગેરેને આપવામાં આવે, જાતે ભોગ વડે ભોગવવામાં આવે કે પિતૃ આદિ ભાયાતોને ભાગ પાડવામાં આવે તો પણ ન ખૂટે તેટલી છે.
અગ્ન્યાદિથી સાધારણ, દાયાદ એટલે પુત્રાદિ વગેરેથી સાધારણ છે, આ વાક્ય દ્વારા દ્રવ્યની અતિ પરવશતા પ્રતિપાદન કરી છે, બીજા પ્રકારે કહે છે - અગ્નિ સામાન્યાદિ (અર્થાત્ આ બધાં વડે નાશવંત).
વિષય - શબ્દાદિ, તેમાં પ્રવૃત્તિ જનકત્વથી અનુકૂળ તે વિષયાનુલોમ, તેના વડે આખ્યાપન કર્યુ અર્થાત્ સામાન્યથી કહ્યું, પ્રજ્ઞાપના કરી અર્થાત્ વિશેષથી કથન કર્યુ, સંજ્ઞાપન અર્થાત્ સંબોધન કર્યુ, વિજ્ઞાપના અર્થાત્ વિજ્ઞપ્તિ કરી-પ્રણયસહ પ્રાર્થના કરી - X -
વિષયને પ્રતિકૂળ - તેના પરિભોગમાં નિષેધકત્વથી પ્રતિલોમ તે વિષય પ્રતિલોમ. સંયમથી ભય-ભીત અને ઉદ્વેગ કરવો એવો જેનો સ્વભાવ છે તે. (એ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો.)
સચ્ચ - સજ્જનને હિતપણાથી, અનુત્તર - અવિદ્યમાન પ્રધાનતર, બીજું પણ તે પ્રકારે થશે, તેથી કહે છે – કેવલ - અદ્વિતીય. જેમ આવશ્યકમાં કહ્યું છે. તે સૂત્ર આ છે - પ્રતિપૂર્ણ અર્થાત્ અપવર્ગ પ્રાપ્ત કરાવનાર ગુણથી ભરેલ. નેયાઉય - નાયક, મોક્ષગમક અથવા નૈયાયિક. સંસુદ્ધ - સમસ્તપણે શુદ્ધ. સલ્લગત્તણ - માયા આદિ શલ્યના કર્તનથી. સિદ્ધિમગ્ગ - હિતાર્થ પ્રાપ્તિ ઉપાય, મુત્તિમગ્ગ - અહિત તોડવાનો ઉપાય, નિજ્જાણમગ્ગ - સિદ્ધિ ક્ષેત્રમાં જવાનો ઉપાય. નિવ્વાણમગ્ગ - સર્વ કર્મના વિરહથી જન્મતા સુખનો ઉપાય. અવિતહ - કાલાંતરે પણ ખોટું ન પડે તેવા પ્રકારના અભિમતવાળું. અવિસંધિ - પ્રવાહથી અવ્યવચ્છિન્ન, સવ્વદુક્ખપ્પહીણમગ્ગ - સકલ દુઃખના ક્ષયનો ઉપાય. તેમાં રહેલ જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. એવી એકાંત નિશ્ચય જેનો છે તેવી દૃષ્ટિ અર્થાત્ બુદ્ધિ જે નિર્ગ્રન્થ પ્રવચનમાં ચારિત્ર-પાલન પ્રત્યે છે, તે એકાંતદૃષ્ટિક. સર્પના પક્ષે અર્થ કરીએ તો માંસ ગ્રહણના એક જ લક્ષણરૂપ છે, તે એક નિશ્ચયા દૃષ્ટિ.
ખુરો ઈવ એગંતધારા - એકાંત એટલે ઉત્સર્ગ લક્ષણથી એક વિભાગ આશ્રિત ધારા-ક્રિયા જેમાં છે તે. લોઢાના જવ ચાવવા જેટલું કઠિન અર્થાત્ નિર્ગ્રન્થ પ્રવચન ઘણું દુષ્કર છે. રેતીના કોળીયા માફક સ્વાદરહિત છે, વિષય સુખ આસ્વાદન અપેક્ષાથી આ કહ્યું છે. ગંગા એટલે ગંગા જેવી મહાનદીના ઉલટા પ્રવાહમાં જવું તે પ્રતિશ્રોતગમન, જેમ દુસ્તર છે, તેમ આ નિર્ગ્રન્થ પ્રવચન દુસ્તર છે. આ પ્રમાણે પ્રવચનને સમુદ્રની ઉપમા પણ આપેલી છે. આ પ્રવચન તીક્ષ્ણ ખડ્ગ આદિ ઉપર ચાલવા જેવું છે. જેમ ખડ્ગ આદિ ઉપર ચાલવું અશક્ય છે તેવું અશક્ય, અર્થાત્ પ્રવચનનું પાલન કરવું દુષ્કર છે. ગુરુક એટલે મહાશીલા તેનું અવલંબનીયપણું અર્થાત્ દોરડા આદિથી બાંધીને હાથ વડે ધારણ કરવી, તે જેમ દુષ્કર છે, તેમ પ્રવચન દુષ્કર છે. જે વ્રતમાં તલવારની ધાર ઉપર ચાલવાની જેમ સેવન કરવું કઠિન છે. આ બધાં દ્વારા કહે છે કે આ પ્રવચનનું અનુપાલન ઘણું દુષ્કર છે.
આ દુષ્કરત્વ કેમ છે? તે કહે છે - આધાકર્મિક કે અધ્યવપૂરક, તેનું લક્ષણ આ છે - મૂળથી સાધુ માટે કરાયેલ તે આધાકર્મી અને સાધુ આદિ અર્થે અધિકતર કણ નાંખવા આદિ તે અધ્યવપૂરક. કાંતારભક્ત - કાંતાર એટલે અરણ્ય, તેમાં જે ભિક્ષુકાર્થે સંસ્કારાય, તે કાંતારભક્ત. એ પ્રમાણે બીજા પણ જાણવા. તે ખાવાનો-પીવાનો (કલ્પતું નથી.) વળી તું સમર્થ નથી, શાને માટે? શીત આદિને સહેવાને. વાલ એટલે શ્વાપદ, ભુજગ લક્ષણ. રોગાતંક તેમાં કુષ્ઠ આદિ રોગ છે, શીઘ્ર ઘાતી શૂલાદિ તે આતંક છે.
ક્લીબ એટલે મંદ સંઘયણવાળા, કાયર એટલે ચિત્ત અવષ્ટંભ વર્જિત. તેથી જ કાપુરુષોને ઈત્યાદિ. આગળ કહે છે. દુરનુચર એટલે દુઃખથી સેવાય તેવું પ્રવચન છે. પરંતુ ધીર એટલે સાહસિકને આ નિશ્ચિત કર્તવ્ય હોવાથી કૃતનિશ્ચયને, ઉપાય પ્રવૃત્તને આ પ્રવચનમાં (કશું દુષ્કર નથી.) હવે દુષ્કરત્વ જ્ઞાનોપદેશ અપેક્ષાએ પણ હોય, તેથી કહે છે – કરણ વડે અર્થાત્ સંયમ અનુષ્ઠાનથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit