Pramāṇa · Search · About · API

Viyahapannatti 701

Viyāhapannatti: ṭīkānusārī vivecana 701

Language
Gujarati

701

વિવેચન :–૪૬૫
સબ્ભિંતર બાહિરિયં એટલે અભ્યંતર સાથે બહિર્ભાગથી. જળ વડે સિંચિત્ત કરીને, સંમાર્જન કર્યુ - પ્રમાર્જનાદિ કરી, છાણ વડે ઉપલિપ્ત કર્યુ. જેમ ઉવવાઈમાં કહ્યું તેમ - તે આ મુજબ - શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથોમાં કિંચિત્‌ સિંચિત કર્યુ અને સિંચિત્‌ કર્યુ. એ રીતે અન્યાન્ય પવિત્ર કર્યુ, કચરો આદિ દૂર કરીને સાફ કર્યુ. શેરીની મધ્યે દુકાનની વીથી - હટ્ટ માર્ગને સાફ કર્યા. મંચાતિમંચ યુક્ત કર્યુ. વિવિધ રંગ વડે ધ્વજોને કર્યા - ચક્ર, સિંહ આદિ લાંછનયુક્ત કર્યા. બીજી બીજી પતાકાઓ વડે, પતાકા ઉપર પતાકા વડે મંડિત કર્યુ ઈત્યાદિ.
મહત્થં - મહાપ્રયોજન, મહગ્ઘં - મહામૂલ્ય, મહારિહં - મહાર્હ-મહાપૂજ્ય અથવા મહત્તાને યોગ્ય, નિષ્ક્રમણ અભિષેક સામગ્રીને એ પ્રમાણે જેમ રાયપ્પસેણઈયમાં કહ્યું તેમ, તે આ - ૧૦૮ સોનાના કળશો, ૧૦૮ રૂપાના કળશો, ૧૦૮ મણિમય કળશો, ૧૦૮ સોનુ-રૂપુ-મણિના કળશો, ૧૦૮ માટીના કળશો સર્વ ઋદ્ધિપૂર્વક - સમસ્ત છત્રાદિ રાજચિહ્નરૂપ યાવત્‌ શબ્દથી આ પ્રમાણે જાણવું - સર્વ દ્યુતિ વડે - આભરણાદિ સંબંધી, સર્વ યુક્તિ વડે - ઉચિત્ત ઈષ્ટ વસ્તુ ઘટના સ્વરૂપ, સર્વ બળ-સૈન્ય વડે, સર્વ સમુદય - નગરજનોના મીલન વડે, સર્વોચિત કૃત કરણ રૂપ આદર વડે, સર્વ સંપદા વડે, સમસ્ત શોભા વડે, પ્રમોદકૃત્‌ ઉત્સુકતા વડે, સર્વ પુષ્પ-ગંધ-માળા-અલંકાર વડે, બધાં વાદ્યોના શબ્દોના મીલનથી જે સંગત નિનાદ-મહાઘોષ તે તથા તેના વડે.
વળી અલ્પ શબ્દમાં પણ ઋદ્ધિ આદિમાં સર્વ શબ્દની પ્રવૃત્તિ દેખાય છે, તેથી કહે છે – મહાન્‌ ઋદ્ધિ, મહાન્‌ દ્યુતિ, મહાન્‌ બળ, મહાન્‌ સમુદય વડે, મહાન્‌ ઉત્તમ ત્રુટિત ચમક શમકના પ્રવાદિતપણે, શંખ, ભાંડપટહ, ભેરી-મોટી ઢક્કા, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિ આદિના નિર્ઘોષ વડે, મહાપ્રયત્નથી ઉત્પાદિત શબ્દના ધ્વનિ માત્રથી ઉત્પન્ન અવાજ વડે.
કિં દેમો - તને ગમતું એવું શું આપીએ? કિં પયચ્છામો - તને શું દઈએ? અથવા સામાન્યથી શું આપીએ? પ્રકર્ષેથી-વિશેષ રૂપે શું આપીએ? કુત્તિયાવણ - કુત્રિક એટલે સ્વર્ગ-મૃત્યુ-પાતાળ લક્ષણ ત્રણ ભુવન, તેમાં સંભવતી વસ્તુ તે કુત્રિક, તે જ્યાં મળે તેવી દુકાન-હાટ, દેવ અધિષ્ઠિતત્વથી આ કુત્રિકાપણ. કાસવ - વાણંદ, સિરિધર - ભાંડાગાર, શ્રીગૃહ. અગ્રકેશ એટલે આગળ રહેલા વાળ. હંસલક્ષણ એટલે શ્વેત અથવા હંસના ચિહ્નવાળું, વસ્ત્રરૂપ શાટક તે પટશાટક. - X - X - અગ્ગ - અગ્ર્ય, પ્રધાન. વરેહિં - હાર, જળધારા, સિંદુવાર એટલે નિર્ગુણ્ડી વૃક્ષ વિશેષ, તેના પુષ્પો તે સિંદુપાર, તુટેલી મુક્તાવલિ. ઈત્યાદિ.
એસ ણં - આ અગ્રકેશવસ્તુ અથવા આનું દર્શન. મદન ત્રયોદશી આદિ તિથિમાં, કાર્તિક આદિ પર્વોમાં, પ્રિય સંગમાદિ મહોત્સવોમાં, નાગપૂજાદિ યજ્ઞોમાં, ઈન્દ્રોત્સવાદિ ક્ષણોમાં, અપચ્છિમ - અહીં અ કાર અમંગલના પરિહાર માટે છે, તેથી છેલ્લા દર્શનરૂપ થશે. એટલે કે આ કેશદર્શન, દૂર કરાયેલા કેશવાળા જમાલીકુમારનું જે દર્શન, તે સર્વ દર્શન, છેલ્લા દર્શનરૂપ થશે. અથવા પશ્ચિમ નહીં તેવું -ફરી ફરીને જમાલી કુમારનું દર્શન, તે આ દર્શન થશે.
સીયાપીય એટલે રૂપામય, સુવર્ણમય. પમ્હલસુકુમાલાએ - રૂવાંટીવાળુ મુલાયમ વસ્ત્ર, ગંધકાસાઈ એટલે ગંધપ્રધાન, કષાયરંગનું વસ્ત્ર. નાસાનિસાએ - નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષુર્હર - નેત્રને આનંદદાયકત્વથી આકર્ષક. વન્નફરિસજુત્તં - પ્રધાનવર્ણ સ્પર્શ. હયલાલાયા૦ ઘોડાની લાળની માફક અતિ મૃદુ, સુવર્ણ વડે મંડિત કિનારીવાળું (વસ્ત્ર). હાર - અઢાર સરવાળો, પિણદ્ધ - ધારણ કરેલ, અદ્ધહાર - નવ સરવાળો હાર. એ પ્રમાણે સૂર્યાભદેવના અલંકાર મુજબ કહેવું. તે આ પ્રમાણે - એકાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ, અંગદ, કેયુર, કડગ, ત્રુટિત, કટિસૂત્ર, દશે આંગળીમાં વીંટી, વચ્છ સૂત્ર, મુરવિ, કંઠ મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચુડામણિ (આદિ ધારણ કર્યા).
ઉક્ત અલંકારમાં - એકાવલી એટલે વિચિત્ર મણિવાળી, મુક્તાવલી-માત્ર મુક્તા ફળવાળી, કનકાવલી-સુવર્ણમણીવાળી, રત્નાવલી-રત્નમય, અંગદ અને કેયુર ભૂજાના આભરણ છે. જો કે આ બંનેને નામકોશમાં એકાર્થક કહ્યા છે, તો પણ અહીં આકાર વિશેષથી ભેદો જાણવા. કટક - કલાચિક આભરણ વિશેષ. ત્રુટિક-બાહુરક્ષિકા, વક્ષઃસૂત્ર-હૃદયના આભરણરૂપ સોનાનું સંકલક. વેચ્છાસૂત્ર, પાઠાંતરથી વૈકક્ષિકા સૂત્ર તે ઉત્તરાસંગ પરિધાનીય સંકલક છે મુરવી એટલે મુરજ આકારનું આભરણ, કંઠ મુરવી - કંઠની નજીકનું ઘરેણું, પ્રાલંબ-ઝુમખું. બીજી વાચનામાં આ અલંકાર વર્ણન સાક્ષાત્‌ લખેલ છે.
ગંથિમ - ગુંથીને બનાવેલ - દોરા વડે ગુંથેલી માળાદિ. વેષ્ટિમ - વીંટીને બનાવેલ ફૂલનો હાર આદિ, પૂરિમ-વાંસની સળીના બનાવેલ પાંજરા આદિ કે કૂર્ચાદિમાં ફૂલો પૂરવા. સંઘાતિમ-પરસ્પર નાળના સંઘાત વડે એકઠી કરેલ. અલંકિથ વિભૂષિત એટલે અલંકૃત એવો અલંકારેલ હોવાથી જ વિભૂષિત અર્થાત્‌ વિભૂષા કરેલ. બીજી વાચનામાં આટલું અધિક છે - દર્દર, મલય નામક બે પર્વત સંબંધી ચંદનાદિ દ્રવ્યત્વથી જે સુગંધ ગંધિકા-ગંધાવાસ. બીજા કહે છે દર્દર એટલે કુંડિકાદિ ભાજનના મુખને વસ્ત્રથી ઢાંકી, તેના વડે ગાળેલ કે તેમાં પકાવેલ. મલય એટલે મલયથી ઉદ્ભવેલ સુખડ સંબંધી સુગંધ ગંધિકા-ગંધાવાસ, તેના વડે શરીરના અંગો વિલેપીત કર્યા.
અનેક સેંકડો સ્તંભોમાં સન્નિવિષ્ટ અથવા અનેક સેંકડો સ્તંભો ઉપર સંનિવિષ્ટ. લીલા કરતી રહેલી શાલભંજિકા એટલે પુતળી, વાચનાંતરમાં તો આમ જ દેખાય છે - ઉંચે રહેલ સુકૃતવજ્ર વેદિકાના ઉત્તમ તોરણમાં રચેલી, લીલા કરતી રહેલી, શાલભંજિકા.-તે રાયપ્પસેણઈય વિમાનના વર્ણન મુજબ જાણવું.
તેમાં આ પ્રમાણે કહેવું–ઈહામૃગાદિ વડે ભક્તિથી, ચીતરેલી ઈત્યાદિ. તેમાં – ઈહામૃગા - વૃક, ઋષભ-વૃષભ, વ્યાલ-શ્વાપદ કે ભુજંગ, કિન્નર-દેવ વિશેષ, રુરુ-મૃગ વિશેષ, સરભ-પરાસર, વનલતા-ચંપકલતાદિ, પદ્મલતા-મૃણાલિકા, બાકીના પદો જાણીતા છે. સ્તંભમાં નિવિષ્ટ જે વજ્રવેદિકા તેના વડે પરિકરિત, તેથી જ અભિરામ-રમ્ય. તેમાં બે વિદ્યાધરના યમલ-સમશ્રેણીક યુગલ, તેના વડે સંચરતી બે પુરુષ પ્રતિમા રૂપથી યુક્ત.
અર્ચિર્સહસ્રમાળા - હજારો દીવાની આવલિ જેમાં છે તે, હજારો રૂપોથી યુક્ત, દીપતી એવી, અત્યંત દીપતી એવી, ચક્ષુકર્તૃ એટલે અવલોકતા-જોતાની સાથે, અતિશય દર્શનીયત્વથી શ્લિષ્યતિ એવી, સુખસ્પર્શ-સશ્રીકરૂપ. ઘંટાવલિના ચલનથી જેનો મધુર, મનોહર સ્વર થઈ રહ્યો છે તેવી. શોભતી-કાંત-દર્શનીય, નિપુણ શિલ્પી વડે પરિકર્મિત, ચકમકતી મણીરત્નો સંબંધી જે ઘંટિકાજાળ અર્થાત્‌ ઘંટડીના સમૂહ વડે પરિકરિત. ઈત્યાદિ
કેશાલંકાર - કેશના અલંકારથી, જો કે તેના ત્યારે કેશ કલ્પેલ છે, તેથી સમ્યક્‌પણે કેશાલંકાર નથી, તો પણ કેટલાંકના સદ્ભાવથી તેનો ભાવ છે. અથવા કેશના અલંકાર-પુષ્પાદિ વડે. વત્થાલંકાર-વસ્ત્રરૂપ અલંકારથી, - - શૃંગાર રસ વિશેષના ગૃહવત્‌ જે ચારુ વેષ જેણીનો છે તે. અથવા શૃંગાર પ્રધાન આકાર અને સુંદરવેશ જેણીનો છે તે. - - યાવત્‌ શબ્દથી સંગત-ગત-હસિત-ભણિત-ચેષ્ટિત-વિલાસ-સંલાપ-ઉલ્લાપ-નિપુણ-યુક્તોપચાર કુશલ.
અહીં વિલાસ એટલે નેત્રવિકાર. કહ્યું છે – હાવ - મુખવિકાર છે, ભાવ ચિત્તથી ઉદ્ભવે છે, વિલાસ નેત્રથી ઉત્પન્ન છે, વિભુમ ભ્રમરથી ઉદ્ભવે છે. સંલાપ-મિથભાષા. ઈત્યાદિ - X - X -
રૂપ, યૌવન, વિલાસ યુક્ત. અહીં વિલાસ શબ્દથી સ્થાન, આસન ગમનાદિ વડે જે સુશ્લિષ્ટ વિશેષ તે કહેવાય છે. કહ્યું છે કે સ્થાન, આસનગમન અને હાથ-ભ્રમર-નેત્રકર્મથી જે ઉત્પન્ન થાય તે વિશેષને વિલાસ કહેવાય છે. સુંદર સ્તન શબ્દથી સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન ગુણથી યુક્ત કહેવું. તેમાં સુંદર એવા જે સ્તનાદય અર્થો, તેના વડે યુક્ત એવી. અહીં લાવણ્ય તે સ્પૃહણીયતા છે, રૂપ-આકૃતિ, યૌવન-તારુણ્ય, ગુણ-મૃદુસ્વરાદિ. - - હિમ, રજત, કુમુદ, કુંદ, ઈંદુના જેવો પ્રકાશ.
કોરંટ પુષ્પ ગુચ્છયુક્ત માલ્યદામ અર્થાત્‌ પુષ્પમાળા. વિવિધ મણિ, કનક, રત્નોનો વિમલ એવો મહાર્હ, મહાર્ધ, સુવર્ણનો ઉજ્જવલ, વિચિત્ર દંડ. અહીં કનક અને તપનીયમાં શો ભેદ છે? કહે છે – કનક એટલે પીળું, તપનીય એટલે લાલ. ચિલ્લિયા - દીપતી.
શંખ, અંક, કુંદ, દકરજ, અમૃતનું મંથન કરતાં જે ફીણના સમૂહ થાય તે, આ બધાંની સદૃશ, અહીં અંક એ રત્ન વિશેષ છે. - X - - - ઉત્મત્ત હાથીનું જે મહામુખ, તેની જે આકૃતિ-આકાર, તેની સમાન. - - એક એટલે એક સમાન, આભરણ-વસ્ત્ર સ્વરૂપ
અટ્ઠટ્ઠમંગલ - આઠ-આઠ એ વીપ્સામાં દ્વિવચન છે. મંગલ એટલે માંગલ્ય વસ્તુ. બીજા કહે છે – આઠ સંખ્યાવાળી આઠ મંગળ સંજ્ઞાવાળી વસ્તુ. અહીં યાવત્‌ શબ્દથી -નંદ્યાવર્ત્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય ગ્રહણ કરવું. વર્ધમાનક એટલે શરાવ સંપુટ, બીજા કહે છે – પુરુષારૂઢ પુરુષ, બીજા કહે છે – સ્વસ્તિક પંચક, બીજા કહે છે પ્રાસાદ.
‘જહા ઉવવાઈએ’ થી જે કહ્યું તે આ પ્રમાણે - દિવ્ય જ, દિવ્ય પ્રધાન છત્ર સહિત પતાકા. તે છત્ર પતાકા. તથા બે ચામરસહિત જે, તે સચામરા આદર્શ રચેલ છે, જેમાં તે સાદર્શરચિતા આલોક-દૃષ્ટિ ગોચર, જ્યાં સુધી દેખાય, અતિ ઉચ્ચત્ત્વથી તે સાલોક દર્શનીય કહ્યું. પાઠાંતરમાં ‘સચામર’ એ ભિન્ન પદ છે, તથા દર્શન એટલે જમાલીના દૃષ્ટિ પથમાં, રચિત-વિહિત તે દર્શનરચિતા અથવા રતિદા એટલે સુખ દેનાર, તે દર્શન રતિદા, તે આ આલોક દર્શનીયા. તે શું છે?
વાયુ વડે ફરકતી, વિજયસૂચક વૈજયંતી-બંને પડખે બે લઘુપતાકિકાથી યુક્ત, પતાકા વિશેષ તે વાતોદ્ધૂત વિજય વૈજયંતી. ઉચ્છ્રિતા એટલે ઉંચી, કોની જેમ? ગગનતલને સ્પર્શતી-અતિ ઉંચી. ‘જેમ ઉવવાઈ’માં એ દ્વારા જે સૂચિત છે, તે આ છે – ત્યારપછી વૈડૂર્ય યુક્ત વિમલ દંડ, દીપતો, લાંબી કોરંટ પુષ્પની માળા વડે ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, સમૂચ્છ્રિત, પ્રવર સિંહાસન અને મણિરત્ન પાદપીઠ,
પોતાની બે પાદુકાથી યુક્ત, ઘણાં કિંકર-કર્મકર પુરુષ પદાતિ વડે પરિવૃત્ત. તેમાં કિંકર-સ્વામીને પ્રતિકર્મ પુછનારા, કર્મકર એટલે તેનાથી જુદા પ્રકારના એવા પુરુષો. પદાતિ એટલે પગે ચાલનારનો સમૂહ.
ત્યારપછી ઘણાં લાઠીગ્રાહી, કુંતગ્રાહી, ચામરગ્રાહી, પાસગ્રાહી, ચાપગ્રાહી, પુસ્તકગ્રાહી, ફલકગ્રાહી, પીઠકગ્રાહી, વીણાગ્રાહી, કુતપ ગ્રાહી-કુતપ એટલે તેલ આદિનું પાત્ર, હડપ્પગ્રાહી-હડપ્પ એટલે દ્રમ્માદિ તાંબુલ માટેનું ભાજન અથવા પુત્રફલાદિ ભાજન અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી ઘણાં દંડી, મુંડી, સિહંડી-શિખાધારી, જટી-જટાધારી, પિચ્છિ-મયુરાદિના પીંછાને વહેનારા, હાસ્યકારો, ડમરકાર-વિડ્રવ કરનારા, દવકર-પરિહાસ કરનારા, ચાટુકર-પ્રિયવાદી, કંદર્પિક-કામપ્રધાન કેલિ કરનારા, કુકુયિક-ભાંડ જેવા. બોલતા-ગાતા-નાચતા-હસતા-ભાસતા-સાસિતા-શિખવતા-શ્રાવિંતા એટલે આ અને આ થશે, એવા પ્રકારના વચનોને સાંભળતા. એકબીજાનું રક્ષણ કરતાં, આલોક કરતા ઈત્યાદિ તો લખેલું જ છે. આ વાચનાંતરમાં સાક્ષાત્‌ દેખાય છે, આટલું વધારાનું છે, તે અધિકને કહે છે –
ત્યારપછી જચ્ચ(જાત્ય), ઉત્તમમલ્લિહાણ, ચંચુચ્ચિય, લલિત, પુલય વિક્રમ વિલાસગતિક - X - ઈત્યાદિ ૧૦૮ ઉત્તમ ઘોડાઓ અનુક્રમે ચાલ્યા. પછી દાંત, ઉન્મત્ત, ઉન્નત વિશાળ ધવણ દાંતવાળા સોનાથી જડેલ દંતશૂળોથી શોભતા ૧૦૮ હાથીબચ્ચાઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી છત્રસહિત, ધ્વજસહિત, ઘંટસહિત, પતાકાસહિત, ઉત્તમ તોરણ સહિત, ઘંટડી અને હેમજાળથી પરિવૃત્ત, નંદીઘોષ સહિત, સુવર્ણમય તિણિસ-કનક નિર્યુક્ત દારુક, સુસંવિદ્ધ ચક્ર મંડલધુર, - X - આકીર્ણ ઉત્તમ ઘોડાથી સુસંપ્રયુક્ત, કુશળનર-નિપુણ સારથીથી સારી રીતે ગ્રહિત, સદૃશ બત્રીશ તોરણથી પરિમંડિત, કંકડાવતંસક સહિત, ચાપ, બાણ, આયુધ આવરણથી યુદ્ધ માટે સજ્જ ૧૦૮ રથો અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી તલવાર, સત્તિ, ભાલા, તોમર, સૂળ, લકુડ, ભિંડિમાલ, ધનુષ્‌ બાણથી સજ્જ પદાતીઓ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે, કેટલાંક ઘોડા ઉપર, કેટલાંક હાથી ઉપર, કેટલાંક રથમાં અનુક્રમે આગળ ચાલ્યા.
તેમાં વરમલ્લિહાણ એટલે ઉત્તમ માળા-પુષ્પ બંધન સ્થાન, મસ્તકનો કેશકલાપ જેનો છે તે. વાલિહાણ એટલે ઉત્તમ મલ્લિકાવત્‌ શુક્લત્વથી, પ્રવર વિચિકલ કુસુમવત્‌ ઘ્રાણ-નાસિકા જેની છે તે. ક્યાંક ‘તરમલ્લિહાયણ’ દેખાય છે. તેમાં તર એટલે વેગ બળ તથા મલ એટલે ધારણ કરવું તેથી તરોમલ્લી એટલે તરોધારક-વેગાદિ ધારક, હાયન એટલે સંવત્સર અર્થાત્‌ યૌવનવંત. ક્યાંક ‘વરમલ્લિભાસણ’ દેખાય છે. તેમાં પ્રધાનમાલ્યવત તેથી દીપ્તિમાન એવો અર્થ થાય છે.
ચંચુચ્ચિય - કુટિલ ગમન અથવા ચંચુ એટલે પોપટની ચાંચ, તેની જેમ વક્રતાથી. ઉચ્ચિતમ-ઉચ્ચતાકરણ, પગને ઉંચો કરવો તે. તે લલિત-ક્રીડિત-પુલિત આ ત્રણ શબ્દથી ગતિ બતાવી છે. પ્રસિદ્ધ એવી વિક્રમ-વિશિષ્ટ, ક્રમણ-ક્ષેત્ર ઉલ્લંઘન, તત્પ્રધાન વિલાસિત-વિશેષે ઉલ્લાસિત ગતિ જેની છે તે. ક્યાંક આવું વિશેષણ પણ દેખાય છે - ચંચુચ્ચિયલલિય૦ ઈત્યાદિ. તેમાં ચંચુરિત-લલિત-પુલિતરૂપ ચલ એટલે અસ્થિર હોવાથી ચંચલ, ચંચલપણાથી અતી ચટુલ ગતિ જેની છે તે, હરિમેલ-વનસ્પતિ વિશેષ, મુકુલ-કુંડલ, મલ્લિકા-વિચકિલ તેના જેવી આંખો જેની છે તે અર્થાત્‌ શ્વેત આંખો. દર્પણ આકારે ઘોડાના અલંકાર વિશેષ, તેના વડે અમલિન એવા ચામર અને દંડ વડે પરિમંડિત કટિ (કેડ) જેની છે તે, ક્યાંક આવા વિશેષણ પણ દેખાય છે –
મુહભંડગ૦ ઈત્યાદિ. તેમાં મુખભાંડક - મુખનું આભરણ, અવચૂલા-લાંબી થતી પુંછડી, સ્થાસક-દર્પણ, એવું પર્યાણ છે જેનું તે તથા ચામર ગંડ પરિમંડિત કટી જેની છે તે. ક્યાંક વળી આવો પાઠ પણ છે - થાસગઅહિલાણ૦ આદિ. તેમાં અહિલાણ - મોઢાનું ચોકડું - X - ઈષદ્દાન્તાનાં - થોડી શિક્ષા ગ્રહણ કરેલ એવા હાથીના બચ્ચા (મદનીયા) તે જોડવું.
ઈસિં ઉચ્છંગ૦ આદિ ઉત્સંગ એટલે પાછળનો ભાગ, ઉન્નત અને વિશાળ એવા જે યૌવનના આરંભવર્તીપણાથી તથા શ્વેત દાંતવાળા. કંચનકોસી૦ અહીં કાંચનકોશી એટલે સુવર્ણમય ખોલ, તેમાં પ્રવિષ્ટ દાંત શોભતા હતા. રથના વર્ણનમાં સજ્ઝયાણં સપડાગાણં શબ્દ છે. તેમાં ગરુડાદિ રૂપયુક્ત તે ધ્વજ, તેનાથી જુદી તે પતાકા. સખિંખિણી૦ આદિ. સકિંકિણીક એટલે નાની ઘંટડીઓ યુક્ત જે હેમજાલ-સોનાનું તેનું આભરણ વિશેષ, તે ચોતરફથી જેમાં વીંટાયેલ છે તે.
સનંદિઘોસાણં - અહીં નંદી-બાર તૂર્ય (વાદ્યો)નો સમુદાય. તે આ પ્રમાણે – ભંભા, મકુંદ, મદ્દલ, કડંબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલા, કાહલ, તલિમા, વંશ, શંખ અને પણવ. -હેમવયચિત્ત૦ ઈત્યાદિ હૈમવતાનિ-હિમવત્‌થી સંભવતા, ચિત્ર-વિવિધ, તૈનિ શાનિ એટલે તિનિશ નામના ઘાસ સંબંધી, કનકનિયુક્તાનિ-સોના વડે ખચિત, દારુક-કાષ્ઠ, લાકડું જેમાં છે તે. સુસંવિદ્ધ - સારી રીતે સંવિદ્ધ ચક્ર અને મંડળની ગોળ ધારા જેમાં છે તે તથા સુસિલિટ્ઠચિત્ત૦ તેમાં સારી રીતે સંશ્લિષ્ટ ચિત્રવત્‌ કરાયેલ મંડલની ગોળ ધુરા જેમાં છે તે. કાલાયસ૦ ઈત્યાદિ. કાલાયસ એવું વિશેષ પ્રકારનું લોઢું, તેના વડે સારી રીતે કરાયેલ નેમિ - ચક્ર મંડનધારા, તેના વડે જે યંત્રકર્મ-બંધનક્રિયા જેમાં છે તે. આઈન્નવરતુરગ૦ આકીર્ણ-જાતવાન્‌ ઉત્તમ ઘોડા વડે સારી રીતે સંપ્રયુક્ત તે તથા કુસલનર૦ ઈત્યાદિ. વિજ્ઞ-કુશલ પુરુષો વડે, છેક સારથી વડે અર્થાત્‌ દક્ષ પ્રાજિતા વડે સારી રીતે સંપ્રગૃહીત એવા તે તેમાં સરસય૦ ઈત્યાદિ. સો બાણો યુક્ત એવા બત્રીશ તોણ-ભાથા, તેનાથી પરિમંડિત તથા કંકટ એટલે કવચ અને અવતંસક એટલે શેખરક સાથે અથવા શિરસ્ત્રાણ વડે તથા ધનુષ્‌ અને બાણ સહિત જે ભાલા વગેરે પ્રહરણો-આયુધો, તેમાં ભરેલા છે. તેવા યુદ્ધ સજ્જ-યુદ્ધ પ્રગુણો તેવો (રથ.)
હવે સૂત્રની અધિકૃત વાચનાને અનુસરે છે - ત્યારપછી ઘણાં ઉગ્ર ઈત્યાદિ. તેમાં ઉગ્ર એટલે ઋષભદેવે આરક્ષકપણે નિયુક્ત, તેના વંશજો. ભોગ-ઋષભદેવ ગુરુપણે પ્રયોજેલા, તેના વંશજો. એ પ્રમાણે જેમ ઉવવાઈમાં કહ્યું છે – તે રાઈન્ના૦ ઈત્યાદિ. તેમાં રાજન્ય એટલે ઋષભદેવે મિત્રરૂપે સ્થાપેલા, તેમના વંશજો, ક્ષત્રિયો પ્રસિદ્ધ છે. ઈક્ષ્વાકુ-નાભિરાજાના વંશજો, જ્ઞાતા-ઈક્ષ્વાકુ વંશના વિશેષરૂપ, કુરવ-કુરુના વંશજો. હવે આ સૂત્ર ક્યાં સુધી કહેવું? તે કહે છે. યાવત્‌ ઈત્યાદિ. વાગુરા એટલે મૃગના બંધન માટે વાગુની જેમ તે. બધે જ પરિવારણના સાધર્મ્યથી પુરુષ, આવા મહાપુરુષ વાગુરા વડે પરિવૃત્ત.
મહંઆસ૦ - મહાઅશ્વ, કેવા પ્રકારે? તે કહે છે – અશ્વોના મધ્યે વર (ઉત્તમ), પાઠાંતરથી આસવાર૦ - અશ્વ આરૂઢ પુરુષ, અસવાર. નાગ એટલે હાથી, નાગવર-હાથઓમાં પ્રધાન, રહસંગેલ્લિ-રથ સમુદાય. અબ્ભુગ્ગય - અભ્યુદ્‌ગત-સામે ઉત્પાટિત છે ભૃંગાર, જેને તે. જેના પ્રત્યે તાલવૃંત-પંખા ગ્રહણ કરેલા છે તે. શ્વેત છત્ર ઉંચુ કરાયેલ છે તે, શ્વેત ચામરવાળના બનેલા વ્યજનિકા-વીંઝણા વીંઝતા અથવા જેના પ્રતિ શ્વેત ચામર વાળ વીંઝણો વીંઝાય છે તે.
જહા ઉવવાઈએ - તેનાથી આ જાણવું - કામત્થિયા, ભોગત્થિયા - કામ એટલે શુભ શબ્દ અને રૂપ, ભોગ એટલે શુભ ગંધ આદિ. લાભત્થિયા - ધન આદિ લાભના અર્થી, ઈડ્ઢિસિય - રૂઢિગમ્ય છે. કિટ્ટિસિય એટલે કિલ્બિષિક, ભાંડ આદિ. ક્યાંક કિટ્ટિસિકને બદલે કિવ્વિસિય એમ પણ દેખાય છે. કારોડિયા-કાપાલિક, કારવાહિયા એટલે કાર-રાજે દીધેલ દ્રવ્યને વહન કરવાના સ્વભાવવાળા તે જ કારવાહિકા અથવા કરબાધિત. સંખિયા-ચંદન ગર્ભ શંખ જેના હાથમાં છે તે, માંગલ્ય કરનારા અથવા શંખવાદક, ચક્કિયા – ચાક્રિકા, ચક્ર પ્રહરણા કુંભાર આદિ, નંગલિકા એટલે ગલ અવલંબિત સુવર્ણ આદિમય લાગુંલ પ્રતિકૃતિધારી ભટ્ટ વિશેષ અથવા ખેડૂત, મુહમંગલિકા-જેના મુખમાં મંગલ છે તે, ચાટુકારી.
વદ્ધમાણા - સ્કંધ પર આરોપિત પુરુષો, પૂસમાણવ-માગધી, ક્યાંક ઈજ્જિસિયા૦ આદિ દેખાય છે. તેમાં ઈજ્યા એટલે પૂજાને ઈચ્છતા કે એષણા કરતા, તેમાં પ્રત્યય લાગીને ઈજ્યૈષિકા બન્યું એ પ્રમાણે પિન્ડૈષિકા પણ છે. વિશેષ આ - પિંડ એટલે ભોજન. ઘાંટિકા એટલે જે ઘંટ વડે વિચરે છે અથવા તેને વગાડે છે તે.
વિવક્ષિતત્વથી કહે છે – ઈટ્ઠાહિં એટલે ઈચ્છાય તે, તેના વડે પ્રયોજન વશથી ઈષ્ટ હોવા છતાં ક્યારેક સ્વરૂપથી કાંત પણ હોય અને એકાંત પણ હોય, તેથી કહે છે – કંતાહિં એટલે કમનીય શબ્દો વડે, પિયાહિં - પ્રિય અર્થ વડે, મણુન્નાહિં - મનથી સુંદરપણે જણાય તે, મનોજ્ઞ અર્થાત્‌ ભાવથી સુંદર, તેના વડે. મણામાહિં - મન વડે ગમે તે, ફરી ફરી જે સુંદરપણાથી મનને ગમે તે. ઓરાલાહિં - શબ્દ અને અર્થથી ઉદાર, કલ્લાણાહિં - કલ્યાણ પ્રાપ્તિ સૂચિકા વડે, સિવ - ઉપદ્રવરહિત અર્થાત્‌ શબ્દાર્થ દૂષણરહિત. ધન્નાહિં - ધનને પ્રાપ્ત કરનારા વડે, મંગલ્લાહિં-મંગલ એટલે અનર્થ પ્રતિઘાત સાધ્ય વડે. સશ્રીક-શોભાયુક્ત વડે, હિયયગમણિજ્જાહિં - ગંભીર, અર્થથી સુબોધ એવી-હૃદયંગમ, હૃદયગત કોપ, શોક આદિ ગ્રંથિનો નાશ કરનારી, પરિમિત અક્ષરથી મિત-કોમળ શબ્દોથી મધુર-ગંભીર એટલે મોટા ધ્વનિને દૂરથી અવધારવા છતાં સાંભળનાર અર્થને ગ્રહણ કરે તેવી. ક્યાંક મિતમધુર૦ ઈત્યાદિ પણ દેખાય છે - મિત - અક્ષરથી મિત. શબ્દથી મધુર, અર્થથી અને ધ્વનિથી ગંભીર, સ્વશ્રી એટલે આત્માની સંપત્તિ, જેને છે તે.
અટ્ઠસઈયાહિં - જેમાં સો અર્થો છે, તે અર્થશતિકા, તેના વડે અથવા અર્થથી બહુ ફળવાળી. - X - ઈષ્ટાદિ વાણી વિશેષ વડે સતત અભિનંદતા, તેમાં અભિનંદન કરતા એટલે જય, જીવ ઈત્યાદિ બોલતા - X - અથવા જય-જય એ ભક્તિના સંભ્રમથી બે વખત બોલાયેલ આશીર્વચન છે. ધર્મથી તમે વૃદ્ધિ પામો, એ રીતે તપ વડે વૃદ્ધિ પામો. અથવા વિપક્ષનો જય કરો. - X - X - વિઘ્નોને જીતો, સિદ્ધિ મધ્યે જઈને વસો અથવા દેવ-સિદ્ધિ મધ્યે વસો. તપથી રાગ-દ્વેષથી મલ્લનું નિર્ઘાતન કરો.
કેવા થઈને? તે કહે છે – ધીરજરૂપી ધનિકતા વડે જેણે કચ્છ-લંગોટ બાંધ્યો છે તે, મલ્લ જ બીજા મલ્લનો જય કરવા સમર્થ હોય છે તેથી ગાઢબદ્ધ કક્ષઃ થઈને ધૃતિધનિક કહ્યું. તથા અપ્રમત્ત ઈત્યાદિ. હરાહિ - ગ્રહણ કર - જ્ઞાનાદિની સમ્યક્‌ પાલનારૂપ આરાધના, તે જ પતાકા જય પ્રાપ્ત નટ વડે ગ્રાહ્ય તે આરાધના પતાકા, તેને ત્રિલોકના રંગમંચમાં અર્થાત્‌ મલ્લયુદ્ધ જોનાર મહાજન મધ્યે. પરીષહરૂપ સૈન્યને હણીને અથવા પરીષહ સેનાનો ઘાત કરીને - X - અભિભૂય એટલે જીતીને શું? ઈન્દ્રિયના સમૂહોને પ્રતિકૂળ ઉપસર્ગોને અથવા ગ્રામ કંટક ઉપસર્ગોનો જીતનાર. બીજું કેટલું કહીએ? ધમ્મે તે ઈત્યાદિ.
હજારો નયનમાલા વડે અર્થાત્‌ શ્રેણિભૂત જનનેત્ર પંક્તિથી. એ પ્રમાણે જેમ ઉવવાઈમાં છે - તેના વડે જે સૂચવે છે, તે આ છે – હજારો વચન પંક્તિ વડે અભિસ્તવાતા, હજારો હૃદય પંક્તિ વડે અભિનંદાતા જન મન સમૂહ વડે સમૃદ્ધિ પામવા માટે ‘જય જય નંદા’ આદિ પર્યાલોચનથી અભિનંદાતા. હજારો મનોરથોની શ્રેણિ વડે સ્પર્શાતા, ‘આમના ચરણકમળમાં વસજો’ ઈત્યાદિ લોકવિકલ્પો વડે વિશેષથી સ્પર્શાતા. કાંતિરૂપ-સૌભાગ્ય-યૌવન ગુણ વડે પ્રાર્થાતા, કાંતિ આદિ ગુણના હેતુને માટે ભર્તા કે સ્વામીપણે પ્રાર્થના કરાતા. હજારો આંગળાની શ્રેણિ વડે ચીંધાતા, જમણા હાથ વડે ઘણાં હજાર નર-નારીની હજારો અંજલિની શ્રેણિથી વંદાતા, હજારો ભવનોની શ્રેણિને અતિક્રમતા ઈત્યાદિ.
તંત્રી-વીણા, તલ-હાથ, તાલ-કાંસિકા અથવા તલતાલ-હસ્તતાલ, ગીત, વાજિંત્ર, આ બધાંનો જે રવ (અવાજ) તેના વડે તથા તેમના મધુર, મનહર ‘જય-જય’ શબ્દના ઉદ્ઘોષમીશ્રથી અર્થાત્‌ જય શબ્દની જે ઉદ્ઘોષણા તેનાથી મિશ્ર જે છે તે, તથા તેના અતિકોમળ ધ્વનિ વડે અર્થાત્‌ નૂપુરાદિ આભૂષણ સંબંધી મંજુલ અવાજો વડે.
અપ્રતિબુદ્ધયમાન - શબ્દના અંતરાયને અવધાર્યા વિના, અથવા તેના તરફ ધ્યાન આપ્યા વિના, તેવા અનપહ્રિયમાન માનસથી એટલે કે વૈરાગ્યગત માનસપણાથી (તે અવાજોથી વેગળા રહીને.)
કંદરગિરિવિવર૦ ઈત્યાદિ – કંદરા એટલે ભૂમિના વિવરો, પર્વતોના વિવરો, કુહર એટલે ગુફા અથવા પર્વતોના અંતરો, ગિરિવરપ્રધાન પર્વતો, પ્રાસાદ-સાત માળના મહેલ આદિ. ઉર્ધ્વઘનભવન એટલે ઉંચા-અવિરલ-ગૃહો, દેવકુલો, શૃંગાટક-ત્રિક-ચતુષ્ક-ચત્વર આદિ પૂર્વવત્‌ આરામ-પુષ્પજાતિ પ્રધાન વનખંડ, ઉદ્યાન-પુષ્પાદિવાળા વૃક્ષ યુક્ત, કાનન-નગરથી દૂરવર્તી વન, સભા-બેસવાના સ્થાનો, પ્રાપ-જલદાન સ્થાન, (પાણીની પરબ), આવા જે પ્રદેશ દેશરૂપ ભાગો, તેમાં પ્રદેશ એટલે લઘુતર ભાગ, દેશ એટલે મહત્તર ભાગ. આ દંડક બીજી રીતે પણ છે, તે આ – કંદર, દરિ, કુહર, વિવર, ગિરિ, પાયાર, અટ્ટાલ, ચરિય, દ્વાર, ગોપુર, પ્રાસાદ, દુવાર, ભવન, દેવકુલ, આરામ, ઉદ્યાન, કાનન, સમપ્રદેશ. - X - X -
ઘોડાની હણહણાટી, હાથીનો ગુલગુલાટ, રથનો ધણધણાટ એ શબ્દોના મીશ્રણથી મહા કલકલ અવાજથી, લોકોના સુમધુર (સ્વર)થી આકાશને પુરતો, ચોતરફ ઉત્તમ સુગંધ, પુષ્પ, ચૂર્ણની નીકળતી વાસથી આકાશને સુગંધી કરતો. તેમાં સુગંધી એટલે ઉત્તમ પુષ્પચૂર્ણ, ઉવ્વિદ્ધ એટલે ઊંચે ગયેલ, વાસરેણુ-વાસકની રજ
કાલાગરુ પવર૦ ઈત્યાદિ – તેમાં કાલાગરુ - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવર કુંદરુક્ક, તુરુષ્ક, તેના સિવાયનો ધૂપ. આવા લક્ષણવાળો અથવા તેમાંથી જે નીકળતો-વહેતો, જેના વડે જીવલોક વાસિત કરતો. જેમના ગમનથી જનમંડલ ક્ષોભિત થયેલ છે તે (તે રીતે નીકળે છે.)
પઉરજનબાલવુડ્ઢ૦ ઈત્યાદિ - પૌરજન અથવા પ્રચુરજનો, બાળકો અને વૃદ્ધો, જેઓ પ્રમુદિત થયા છે, ત્વરિત દોડ્યા અર્થાત્‌ શીઘ્ર જતાં એવા, તેઓના વ્યાકુળ-આકુળ અર્થાત્‌ અતિવ્યાકુલ એવા જે બોલશબ્દો, તે ઘણાં છે જેમાં, તે તથા આ પ્રકારે આકાશને કરતા, ક્ષત્રિયકુંડગ્રામનગર વચ્ચોવચ્ચથી નીકળ્યા.બાકી લખ્યું જ છે
પઉમેઈ વા, અહીં યાવત્‌ કરણથી આમ જાણવું - કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક ઈત્યાદિ. આ ભેદો રૂઢિથી જાણવા. કામ એટલે શબ્દાદિરૂપોમાં જન્મેલ, ભોગ એટલે ગંધ-રસ-સ્પર્શ, તેની મધ્યે વૃદ્ધિને પામેલ. કામ સ્વરૂપ રજ તે કામરજ, તેના વડે અર્થાત્‌ કામરજથી, કામરતથી અથવા કામાનુરાગથી લેપાયા નથી.
મિત્તનાઈ૦ ઈત્યાદિ. મિત્ર, જ્ઞાતિ-સ્વજાતીય, નિજક એટલે મામા વગેરે, સ્વજન-પિતા, કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસ આદિ, આ બધાંથી લેપાયા નહીં અર્થાત્‌ સ્નેહથી ન બંધાયા.
હારવારિ - અહીં યાવત્‌ કરણથી આમ જાણવું – ધારા, સિંદુવાર, ભાંગેલી મુક્તાવલીની જેમ અશ્રુ (ની ધાર થઈ)
જઈયવ્વં - હે પુત્ર! પ્રાપ્ત સંયમ યોગમાં પ્રયત્ન કરવો. ઘડિયવ્વં - અપ્રાપ્ત સંયમયોગોમાં પ્રાપ્તિ માટે ઘટતું કરવું, પરિક્કમિયવ્વં એટલે પરાક્રમ કરવું, પુરુષત્વ અભિમાન સિદ્ધ ફળ કરવું જોઈએ. આ બધાં પ્રયોજન માટે પ્રવ્રજ્યા પાલન લક્ષણમાં પ્રમાદ ન કરવો જોઈએ.
એ પ્રમાણે જેમ ઋષભદત્ત - તેના દ્વારા આ પ્રમાણે સૂચવે છે - ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્‌! આ લોક આદિપ્ત છે ઈત્યાદિ.

Linked texts (1)