Viyahapannatti 702
Viyāhapannatti: ṭīkānusārī vivecana 702
- Language
- Gujarati
702
‘ભગવતી’ સૂત્ર-૪૬૬, ૪૬૭ :– [૯/૩૩/૪૬૬, ૪૬૭]
[૪૬૬] ત્યારપછી કોઈ દિવસે જમાલી અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગવન્ મહાવીરને વંદન-નમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! આપની અનુજ્ઞા પામીને હું ૫૦૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઈચ્છું છું. ત્યારે તે શ્રમણ ભગવંત મહાવીર, જમાલી અણગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા.
ત્યારે તે જમાલી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! હું આપની અનુજ્ઞા પામીને ૫૦૦ અણગાર સાથે યાવત્ વિચરવા ઈચ્છું છું.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર જમાલી અણગારના આ કથનને બીજી વાર, ત્રીજી વાર (સાંભળીને) આદર ન કર્યો, મૌન રહ્યા.
ત્યારે તે જમાલી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યુ, નમન કર્યુ. વંદન-નમન કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી, બહુશાલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને ૫૦૦ અણગારોની સાથે બહારના જનપદ વિહારથી વિચરે છે.
તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી - વર્ણન - કોષ્ઠક ચૈત્ય-વર્ણન. યાવત્ વનખંડ. તે કાળે, તે સમયે ચંપા નામક નગરી હતી - વર્ણન. પૂર્ણભદ્ર ચૈત્ય હતું - વર્ણન. યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો.
ત્યારે તે જમાલી અણગાર અન્ય કોઈ દિવસે ૫૦૦ અણગારો સાથે સંપરિવૃત્ત થઈને, પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ, અવગ્રહ છે. અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ સુખે સુખે વિહાર કરતા જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્રચૈત્ય હતું, ત્યાં આવે છે,ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરે છે,ગ્રહણ કરીને સંયમ,તપથી આત્માને ભાવતા રહે છે.
ત્યારે તે જમાલી અણગારને તેવા અરસ, વિરસ, અંત, પ્રાંત, રૂક્ષ, તુચ્છ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત, શીત પાન-ભોજન વડે અન્ય કોઈ દિવસે શરીરમાં વિપુલ રોગાતંક પ્રાદુર્ભાવ પામ્યો. તે રાગ ઉજ્જવલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, ચંડ, દુઃખરૂપ, દુર્ગ, તીવ્ર અને દુઃસહ હતો. તેમનું શરીર પિત્તજ્વરથી વ્યાપ્ત હોવાથી દાહજ્વરવાળું થયું.
ત્યારે તે જમાલી અણગારે વેદનાથી અભિભૂત થઈને શ્રમણ નિર્ગ્રન્થોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિયો! તમે મારા માટે શય્યા-સંસ્તારક પાથરો. (તૈયાર કરો.)
ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થોએ જમાલી અણગારના આ કથનને વિનય વડે સ્વીકાર્યુ, સ્વીકારીને જમાલી અણગારનો શય્યા-સંસ્તારક તૈયાર કરવા લાગ્યા. ત્યારે તે જમાલી અણગાર પ્રબલતર વેદનાથી પીડાતા હતા, તેથી બીજી વખત પણ શ્રમણ નિર્ગ્રન્થોને બોલાવીને બીજી વખત પણ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! મારે માટે શય્યા-સંસ્તારક શું તૈયાર કર્યો કે તૈયાર કરી રહ્યા છો?
આ પ્રમાણે (તેમને) કહેતા જાણીને, શ્રમણ નિર્ગ્રન્થોએ કહ્યું – ઓ સ્વામી! તૈયાર કરાય છે. ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થોએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – આપ દેવાનુપ્રિયને માટે શય્યા-સંસ્તારક તૈયાર કરાયો નથી, પણ કરાઈ રહ્યો છે.
ત્યારે તે જમાલી અણગારને (આ વાત સાંભળીને) આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો કે – જે શ્રમણ ભગવંત મહાવીર આ પ્રમાણે કહે છે યાવત્ આ પ્રમાણે પ્રરૂપે છે કે નિશ્ચયથી ચાલતું-ચાલ્યુ, ઉદીરાતુ-ઉદીરાયુ, યાવત્ નિર્જરાતુ-નિર્જર્યુ, તે ખોટું છે. આ પ્રત્યક્ષ દેખાય છે કે શય્યા સંસ્તાર કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યાં સુધી ન પથરાયેલ છે, તેથી જે કારણથી શય્યાસંસ્તારક કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યારે ન પથરાયેલ કહેવાય, તેમ ચાલતું એવું અચલિત યાવત્ નિર્જરતું એવું અનિર્જરિત છે.
આ પ્રમાણે વિચારે છે, એમ વિચારીને શ્રમણ-નિર્ગ્રન્થોને બોલાવે છે, શ્રમણ-નિર્ગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવંત મહાવીર જે એમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે – ચાલતું ચાલ્યું યાવત્ નિર્જરતુ ન નિર્જર્યુ સુધી બધું જ કહેવું. ત્યારે તે જમાલી અણગારે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા, કેટલાંક શ્રમણોએ આ કથનની શ્રદ્ધા, પ્રતીતી, રુચિ કરી, કેટલાંક શ્રમણોએ આ અર્થની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન કરી.
પછી જે શ્રમણોએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ કરી, તેઓ જમાલી અણગારનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. તેમાં જેઓએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ ન કરી, તેઓ જમાલી અણગાર પાસેથી, કોષ્ઠક ચૈત્યથી નીકળી ગયા, નીકળીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા.
આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા, કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય કરીને વિચરવા લાગ્યા.
[૪૬૭] ત્યારપછી તે જમાલી અણગાર અન્ય કોઈ દિવસે રોગાતંકથી વિમુક્ત થયા, હૃષ્ટ-તુષ્ટ યાવત્ અરોગી અને બળવાન્ શરીરી થઈ, શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને પૂર્વાનુપૂર્વી ચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા, જે ચંપાનગરી, જે પૂર્ણભદ્ર ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી ન દૂર - ન નીકટ રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું –
જે પ્રમાણે આપ દેવાનુપ્રિયના ઘણાં શિષ્યો-શ્રમણનિર્ગ્રન્થો છદ્મસ્થ રહીને છદ્મસ્થ અવસ્થામાં જ નીકળીને વિચરે છે, તે પ્રમાણે હું છદ્મસ્થ રહીને છદ્મસ્થાવસ્થામાં વિચરવા ઈચ્છતો નથી. હું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચરું છું.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – કેવલીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ, સ્તુભાદિથી આવરાતું નથી, રોકી શકાતું નથી. હે જમાલી! જો તું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને કેવલી અવસ્થામાં વિચરણ કરી રહ્યો છે, તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ.
હે જમાલી! લોક શાશ્વત છે કે અશાશ્વત? હે જમાલી! જીવ શાશ્વત છે કે અશાશ્વત છે?
ત્યારે તે જમાલી અણગાર, ગૌતમસ્વામીએ આમ કહ્યું ત્યારે શંકિત, કાંક્ષિત યાવત્ ક્લેશયુક્ત પરિણામી યાવત્ થયો. તે ગૌતમસ્વામીને કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થયો. તે મૌન થઈને ઊભો રહ્યો.
જમાલી, એમ સંબોધન કરી, શ્રમણ ભગવંત મહાવીરે જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું – મારા ઘણાં શિષ્યો-શ્રમણ નિર્ગ્રન્થો છદ્મસ્થ છે, જે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મારી જેમ જ સમર્થ છે. તો પણ તે આવા પ્રકારની ભાષા બોલતા નથી, જેમ તું બોલે છે.
જમાલી! લોક શાશ્વત છે, કેમકે તે કદી ન હતો એમ નથી, કદી નથી તેમ પણ નથી, કદી નહીં હોય તેમ પણ નથી, લોક હતો, છે, અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે.
હે જમાલી! લોક અશાશ્વત (પણ) છે. કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી થાય છે, ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે.
હે જમાલી! જીવ શાશ્વત છે. કેમકે તે કદી ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે - -
હે જમાલી! જીવ અશાશ્વત (પણ) છે - કેમકે તે નૈરયિક થઈને તિર્યંચયોનિક થાય છે, તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવ થાય છે.
ત્યારે તે જમાલી અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા આ કથનની શ્રદ્ધા નથી કરતા, વિશ્વાસ નથી કરતા, રુચિ નથી કરતા. આ કથનની અશ્રદ્ધા કરતા, અવિશ્વાસ કરતા, અ-રુચિ કરતા, બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વયં ચાલ્યા ગયા. બીજી વખત પણ સ્વયં ચાલી જઈને ઘણાં અસદ્ ભાવને પ્રગટ કરીને મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, પરને અને તદુભયને વ્યુદ્ગ્રાહિત કરતા, મિથ્યાજ્ઞાન યુક્ત કરતાં ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને, છેલ્લે અર્ધમાસિક સંલેખના વડે આત્માને ઝોષિત કરી, ૩૦ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં ૧૩-સાગરોપમની સ્થિતિવાળા દેવમાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit