Pramāṇa · Search · About · API

Viyahapannatti 703

Viyāhapannatti: ṭīkānusārī vivecana 703

Language
Gujarati

703

વિવેચન :–૪૬૬, ૪૬૭
નો આઢાઈ - તે અર્થ માટે આદરવાળા ન થયા, નો પરિજાણઈ - સ્વીકાર ન કર્યો. કેમકે ભાવિ દોષની અપેક્ષાએ આમ કર્યુ.
અરસ - હિંગ આદિથી સંસ્કાર્યા વિના, રસરહિત. વિરસ - જૂના હોવાથી રસ ચાલ્યો જાય. અંત - અરસતાથી, સર્વધાન્ય તુચ્છ વાલ, ચણા આદિ. પ્રાંત - ખાતા વધેલ કે ઠંડો-વાસી અથવા ઉત્કૃષ્ટથી તુચ્છ હોવાથી પ્રાંત. લૂહ - રૂક્ષ, તુચ્છ - અલ્પ, કાલાતિક્રાંત - ભુખ, તરસ વીત્યા પછી પ્રાપ્ત. પ્રમાણાતિક્રાંત - ભુખ, તરસની માત્રાથી અનુચિત્ત. રોગાયંક - રોગ એટલે વ્યાધિ, આતંક એટલે પીડાકારી. ઉજ્જ્વલ - ઉત્કટ, દાહકારી. તિઉલ - મન વગેરેના અર્થોને તોલે છે - જીતે છે. ક્યાંક વિપુલ શબ્દ છે. એટલે સર્વ કાયમાં વ્યાપક. કક્કસ - કઠોર કે અનિષ્ટકારી, કડુઅ - કટુક, અનિષ્ટ જ. ચંડ - રૌદ્ર, દુક્ખ - દુઃખહેતુ, દુગ્ગ - કષ્ટ સાધ્ય, તિવ્વ - તીવ્ર કે તિક્ત-લીંમડા આદિવત્‌. આ બધાથી શું થયું? દુરધિસહ્ય, દાહ ઉત્પન્ન થયો.
શય્યાસંસ્તારક - શયનને માટે સંસ્તારક, બલિયતર એટલે ગાઢતર. કડે કજ્જઈ - આના વડે અતીતકાળના નિર્દેશથી વર્તમાનકાળના નિર્દેશ વડે કૃત અને ક્રિયમાણનો ભેદ કહ્યો. - X - તેથી સંસ્તારક કર્તા સાધુ વડે પણ કરતાને કરાયો તેમ કહેવાયું.
તેથી આ સ્વકીય વચન સંસ્તારક કર્તૃ અને સાધુ વચનના વિમર્શ વડે પ્રરૂપાયેલ છે. ‘ક્રિયમાણ કૃતં’ જે સ્વીકારેલ છે, તે સંગત થતું નથી. કેમકે જેના વડે ‘ક્રિયમાણ કૃતં’ સ્વીકારેલ છે, તેના વડે વિદ્યમાન કરણક્રિયા સ્વીકારેલ છે. તેમાં ઘણાં દોષ છે - તે કહે છે - જે કરાયું તે કરાતું થતું નથી. વિદ્યમાન એવા ચિરંતન ઘડાની જેમ. હવે કરેલ પણ કરાય છે, તો કરાતાના નિત્ય કૃતત્વથી પ્રથમ સમયની જેમ થશે, ક્રિયાની સમાપ્તિ નહીં થાય, સર્વદા ક્રિયમાણત્વથી આદિ સમયવત્‌.
તથા જો ‘ક્રિયમાણ કૃતં’ થાય, તો ક્રિયાનું વૈફલ્ય થાય, કેમકે અકૃતવિષય જ તેનું સફલત્વ છે. તથા પૂર્વનું અસત્‌ જ દેખાય છે, તેથી અધ્યક્ષનો વિરોધ થાય. તથા ઘટાદિ કાર્ય નિષ્પત્તિમાં દીર્ઘ ક્રિયાકાળ દેખાય છે. કેમકે આરંભકાળે ઘટાદિ કાર્ય દેખાતું નથી, સ્થાસકાદિ કાળે પણ નથી. તો પછી તો ક્રિયાના અવસાનમાં કઈ રીતે થાય? જેથી આ પ્રમાણે છે, તેથી ક્રિયાકાળમાં યુક્ત કાર્ય નથી, પરંતુ ક્રિયાના અવસાનમાં જ છે. ભાષ્યકારશ્રી કહે છે –
જેનો આ ‘ક્રિયમાણ કૃતં’ એ મત છે, તેણે આ વિદ્યમાનની કરણ ક્રિયા સ્વીકારી છે, તેથી ઘણાં દોષની આપત્તિ છે. અહીં કૃતં ક્રિયમાણ ચિરંતર ઘટની જેમ તેના ભાવથી નથી. અથવા ‘કૃતં’ને જ જો ‘ક્રિયતે’ કરો તો નિત્ય સમાપ્તિ ન થાય. ક્રિયા વૈફલ્ય પણ પૂર્વે થયું અને હજી દેખાય છે. તેથી ઘટાદીનો ક્રિયાકાળ લાંબો દેખાય છે. જે આરંભ કાળે દેખાતું નથી, સ્થાસક આદિ કાળમાં પણ દેખાતું નથી, તેને અંતે પછીના ક્રિયાકાળે કાર્ય યુક્ત નથી. તેના અંતે જ યુક્ત છે.
અત્થેગઈયા૦ કેટલાંક શ્રમણો આ કથનની શ્રદ્ધા કરતા નથી, શ્રદ્ધા ન કરનારનો આ મત છે - ન - ‘અકૃત’ એટલે અભૂત કે અવિદ્યમાન કરાતાનો અભાવ આકાશપુષ્પવત્‌ છે. વળી જો અકૃત એ અસત્‌ પણ છે એવો અર્થ કરાય તો ‘ખર-વિષાણ’ પણ અસત્વ વિશેષથી કરાય. વળી જે કૃતકરણ પક્ષે નિત્ય ક્રિયાદિ દોષો કહ્યા, તે અસત્‌કરણ પક્ષે પણ તુલ્ય વર્તે છે. તેથી કહે છે –
‘ખરવિષાણ’ માફક અસદ્‌ ભાવથી અત્યંત અસત્‌ કરાતું નથી. હવે જો અત્યંત અસત્‌ હોવા છતાં કરાય, તો નિત્ય તેના કરણનો પ્રસંગ આવે અને અત્યંત અસત કરણમાં ક્રિયા સમાપ્તિ થતી નથી. ‘ખરવિષાણ’ની માફક અસત્વથી જ અત્યંત અસત કરણમાં ક્રિયા વૈફલ્ય થાય. વળી અવિદ્યમાનના કરણના સ્વીકારમાં નિત્ય ક્રિયાદિ કષ્ટતર દોષ થાય. કેમકે તે ખરવિષાણની જેમ અત્યંત અભાવ રૂપત્વથી છે.
વિદ્યમાન પક્ષે પર્યાય વિશેષથી અપર્યયણથી થાય, પણ ક્રિયાવ્યપદેશ જેમ ‘આકાશ કરો’, તથા નિત્યક્રિયાદિ દોષ થતાં નથી, વળી આ ન્યાય અત્યંત અસત નથી. કહ્યું છે કે – પૂર્વે અસત્‌ જ ઉત્પદ્યમાન દેખાય છે, તે પ્રત્યક્ષ વિરોધ છે તેમાં કહે છે – જો તમે પૂર્વે અભૂત છે તેમ કહ્યું, ત્યારે તે તમારા વડે કેમ ‘ખરવિષાણ’ ન બતાવ્યું? તમે જે દીર્ઘ ક્રિયાકાળ દેખાય છે, તેમ કહ્યું, તેમાં કહે છે – પ્રતિ સમયે ઉત્પન્ન પરસ્પર કંઈક વિલક્ષણ ઘણાં સ્થાસક આદિના આરંભ સમયોમાં જ નિષ્ઠાનુયાયી કાર્યકોટીમાં દીર્ઘ ક્રિયાકાળ જો દેખાય તો અહીં ઘટની આયાત કઈ રીતે? કે જેથી કહો છો કે ઘટાદિનો ક્રિયાકાળ દીર્ઘ દેખાય છે.
તમે જે કહો છો – આરંભ કાળ દેખાતો નથી, ઈત્યાદિ તેમાં કહે છે – બીજા કાર્યના આરંભમાં બીજું કાર્ય - પટના આરંભમાં ઘટવત્‌ કેમ દેખાડો છો? શિવક અને સ્થાસક આદિ કાર્ય વિશેષ ઘટ સ્વરૂપ ન થાય, તો પછી શિવકાદિ કાલે કેમ ઘટ દર્શાવો છો? શું અંત્ય સમયે જ ઘટનો આરંભ કર્યો? તેમાં જ જો આ દેખાડ્યું ત્યારે શો દોષ છે? એ રીતે ‘ક્રિયમાણ જ કૃત્‌’ થાય છે. ક્રિયમાણ સમયના નિરંશત્વથી (એમ કહ્યું). જો વર્તમાન સમયમાં ક્રિયા કાળમાં પણ વસ્તુ કરી, તો અતીત કે ભાવિકાળમાં કઈ રીતે થાય? બંને ક્રિયાના વિનષ્ટત્વથી અનુત્પન્નત્વથી અસંબંધમાનત્વથી અસત્વ છે તેથી ક્રિયાકાળ જ ‘ક્રિયમાણ કૃતં’ છે.
[ઉક્ત અર્થને જ પ્રગટ કરતી પાંચ ભાષ્યગાથાઓ છે. અહીં તેનો અનુવાદ કરેલ નથી, કેમકે ઉક્ત સમગ્ર ચર્ચા માત્ર અનુવાદથી સમજવી મુશ્કેલ છે, તે નિષ્ણાત જ્ઞાની પાસે જ સમજવી પડે તેમ છે. અમે પણ માત્ર અક્ષરસઃ અનુવાદ જ રજૂ કર્યો છે, જે સમજવા માટે અપૂરતો છે.]
છાઉમત્થાવક્કમણ - છદ્મસ્થ હોવા છતાં અપક્રમણ-ગુરુકૂળથી નિર્ગમન, તે છદ્મસ્થાપક્રમણ. આવરિજ્જઈ - કંઈક આવરે છે, નિવારિજ્જઈ - નિરંતર આવરે છે, હણાય છે.
ન કયાઈ નાસી૦ ઈત્યાદિ. તેમાં અનાદિત્વના કારણે ‘ક્યારેક ન હતું એમ નહીં’ તેનો સદા સદ્ભાવ હોય છે, તેથી તે ‘ક્યારેય નથી’ એમ પણ નહીં, વળી તે અનંત છે, માટે ક્યારેય નહીં હોય, તેમ પણ નથી. તો શું છે? આ ત્રિકાળ ભાવિત્વથી અચલત્વને લીધે મેરુની માફક ધ્રુવત્વ હોવાથી ધ્રુવ છે. નિયત - નિયતાકાર, નિયતત્વથી શાશ્વત, પ્રતિક્ષણ પણ અસત્વનો અભાવ છે, શાશ્વતપણું હોવાથી જ અક્ષય - વિનાશ ન પામનાર છે. અક્ષયત્વને લીધે જ પ્રદેશ અપેક્ષાએ અવ્યય છે. દ્રવ્ય અપેક્ષાએ અવસ્થિત છે. તે બંનેની અપેક્ષાએ નિત્ય છે. અથવા આ શબ્દો એકાર્થક છે.

Linked texts (1)