Pramāṇa · Search · About · API

Viyahapannatti 704

Viyāhapannatti: ṭīkānusārī vivecana 704

Language
Gujarati

704

‘ભગવતી’ સૂત્ર-૪૬૮ થી ૪૭૦ :– [૯/૩૩/૪૬૮ થી ૪૭૦]
[૪૬૮] ત્યારે તે ગૌતમસ્વામીએ જમાલી અણગારને કાલગત જાણીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું –
એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી જમાલી નામક અણગાર નિશ્ચે કુશિષ્ય હતો. હે ભગવન્‌! તે જમાલી અણગાર કાળમાસે કાળ કરીને ક્યાં ગયો? ક્યાં ઉત્પન્ન થયો?
ગૌતમ આદિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – મારો અંતેવાસી જમાલી નામે નિશ્ચે કુશિષ્ય હતો. તે સમયે મારા દ્વારા કહેવાયા યાવત્‌ પ્રરૂપાયા છતાં તેણે એ કથનની શ્રદ્ધા આદિ ન કર્યા, આ કથનને શ્રદ્ધાદિ ન કરતા, બીજી વખત પણ મારી પાસેથી, પોતાની મેળે ચાલ્યો ગયો. જઈને ઘણાં અસત્‌ ભાવોને પ્રગટ કરતો યાવત્‌ તે કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયો.
[૪૬૯] ભગવન્‌! દેવ કિલ્બિધિક કેટલા ભેદે કહ્યા છે? ગૌતમ! કિલ્બિષિક દેવો ત્રણ ભેદે કહ્યા છે. તે આ રીતે – ત્રણ પલ્યોપમ સ્થિતિક, ત્રણ સાગરોપમ સ્થિતિક, તેર સાગરોપમસ્થિતિક.
ભગવન્‌! ત્રિપલ્યોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ ક્યાં વસે છે? ગૌતમ! જ્યોતિષ્કની ઉપર અને સૌધર્મ-ઈશાન કલ્પની નીચે, આ ત્રિપલ્યોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ વસે છે.
ભગવન્‌! ત્રિસાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ ક્યાં વસે છે? ગૌતમ! સૌધર્મ-ઈશાન કલ્પની ઉપર અને સનત્કુમાર માહેન્દ્ર કલ્પની નીચે ત્રિસાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ વસે છે.
ભગવન્‌! તેર સાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ ક્યાં વસે છે? ગૌતમ! બ્રહ્મલોક કલ્પની ઉપર અને લાંતક કલ્પની નીચે ત્રિસાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ વસે છે.
ભગવન્‌! કયા કર્મોના ગ્રહણથી કિલ્બિષિક દેવ, કિલ્બિષિક દેવપણામાં ઉત્પન્ન થાય છે? ગૌતમ! જે આ જીવો આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ કે સંઘના પ્રત્યનીકો હોય છે. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અકીર્તિ કરનારા, ઘણાં અસત્‌ ભાવોનું ઉદ્ભાવ ન કરનારા, મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને-પરને-ઉભયને વ્યુદ્ગ્રાહિત કરનારા, દુર્બોધ કરનારા, ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને...
...તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને કોઈ એક કિલ્બિષિક દેવમાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે આ - ત્રિ પલ્યોપમ સ્થિતિકોમાં, ત્રિ સાગરોપમ સ્થિતિકોમાં અને તેર સાગરોપમ સ્થિતિકોમાં.
ભગવન્‌! કિલ્બિષિક દેવો, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં, ભવનો ક્ષય થતાં, સ્થિતિનો ક્ષય થતાં ચ્યવીને ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? ગૌતમ! યાવત્‌ (કેટલાંક દેવો) ચાર, પાંચ ભવ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવના ગ્રહણ કરીને એટલો સંસાર ભટકીને ત્યારપછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત્‌ અંત કરે છે. કેટલાંક કિલ્બિષિક અનાદિ-અનંત, દીર્ઘ માર્ગવાળા ચાતુરંત સંસારમાં ભટકે છે.
ભગવન્‌! જમાલી અણગાર અરસ-વિરસ-અંત-(પ્રાંત)-રૂક્ષ, તુચ્છ આહારી અને અરસજીવી-વિરસજીવી યાવત્‌ તુચ્છજીવી, ઉપશાંતજીવી, પ્રશાંતજીવી, વિવિક્તજીવી હતો? હા, ગૌતમ! જમાલી અણગાર અરસાહારી, વિરસાહારી યાવત્‌ વિવિક્તજીવી હતો.
ભગવન્‌! જો જમાલી અણગાર અરસાહારી યાવત્‌ વિવિક્તજીવી હતો, તો ભગવન્‌! તે કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં તેર સાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવમાં કિલ્બિષિકપણે કેમ ઉપજ્યો?
ગૌતમ! જમાલી અણગાર આચાર્યનો પ્રત્યનીક, ઉપાધ્યાયનો પ્રત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયનો આશાતનાકારી યાવત્‌ અવર્ણ-વાદ કરનારો યાવત્‌ ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને અર્ધમાસિક સંલેખના કરીને, ત્રીશ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરીને લાંતકકલ્પે યાવત્‌ ઉપજ્યો.
[૪૭૦] ભગવન્‌ ! જમાલી દેવ તે દેવલોકથી આયુના ક્ષયથી યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! ચાર-પાંચ ભવ તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવના ગ્રહણ કરી, એટલો સંસાર ભમીને, ત્યારપછી સિદ્ધ થશે યાવત્‌ દુઃખનો અંત કરશે. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)