Pramāṇa · Search · About · API

Viyahapannatti 705

Viyāhapannatti: ṭīkānusārī vivecana 705

Language
Gujarati

705

વિવેચન :–૪૬૮ થી ૪૭૦
આયાએ - આત્મા વડે, પોતે. અસદ્ભાવ એટલે વિતથ અર્થોના ઉદ્ભાવન-પ્રગટ કરીને, મિથ્યાત્વથી - મિથ્યાદર્શનના ઉદયથી જે અભિનિવેશ-આગ્રહથી. વ્યુદ્ગ્રાહયત્‌ - વિરુદ્ધ ગ્રહણવાળો કરતો. વુપ્પાએમાણે - વ્યુત્પાદન કરતો, દુર્વિદગ્ધ કરતો. કર્માદાન એટલે કર્મહેતુ. અજસકારક - બધી દિશામાં પ્રસિદ્ધિ તે યશ, તેનો નિષેધ તે અયશ, અવર્ણ-અપ્રસિદ્ધિ માત્ર, અકીર્તિ-એક દિશામાં અપ્રસિદ્ધિ.
અરસ આહાર ઈત્યાદિ અપેક્ષાએ ‘અરસજીવિ’ ઈત્યાદિ. તે પુનરુક્તિ નથી, પણ ભિન્ન અર્થપણું છે. ઉપશાંતજીવિ-અંતર્વૃત્તિ થકી ઉપશાંત જીવવાનો જેનો સ્વભાવ છે તે. એ રીતે ‘પ્રશાંતજીવિ’ વિશેષ એ - પ્રશાંત એટલે બાહ્યવૃત્તિથી. વિવિક્ત - સ્ત્રી આદિ સંસક્ત આસનાદિના વર્જનથી. - -
જો ભગવંત શ્રીમત્‌ મહાવીર સર્વજ્ઞત્વથી આ વ્યતિકર જાણતા હોવા છતાં, તેને કેમ દીક્ષા આપી? અવશ્યંભાવી ભાવો મહાનુભવો દ્વારા પણ પ્રાયઃ ઉલ્લંઘવા અશક્ય છે, તેથી અથવા ગુણ વિશેષના દર્શનથી. અમૂઢ લક્ષ ભગવંતો-અરહંતો પ્રયોજન વગર ક્રિયામાં પ્રવર્તતા નથી.

Linked texts (1)