Viyahapannatti 709
Viyāhapannatti: ṭīkānusārī vivecana 709
- Language
- Gujarati
709
‘ભગવતી’ સૂત્ર-૪૭૨, ૪૭૩ :– [૯/૩૪/૪૭૨, ૪૭૩]
[૪૭૨] ભગવન્! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન-પ્રાણ, શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે? હા, ગૌતમ! પૃથ્વી-કાયિક, પૃથ્વીકાયિકને શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે.
ભગવન્! પૃથ્વીકાયિક, અપ્કાયને શ્વાસોચ્છ્વાસરૂપે લે અને મૂકે? હા, ગૌતમ! પૃથ્વીકાયિક, અપ્કાયને શ્વાસોચ્છ્વાસરૂપે લે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છ્વાસરૂપે લે અને મૂકે. એ પ્રમાણે તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયને પણ શ્વાસોચ્છ્વાસરૂપે લે અને મૂકે.
ભગવન્! અપ્કાય, પૃથ્વીકાયને શ્વાસોચ્છ્વાસ રૂપે લે અને મૂકે? હા, પૂર્વવત્. એ પ્રમાણે તેઉ-વાયુ-વનસ્પતિ જાણવા.
ભગવન્! તેઉકાય, પૃથ્વીકાયિકને? એ પ્રમાણે યાવત્ - ભગવન્! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિકને? હા, પૂર્વવત્.
ભગવન્! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન-પ્રાણ, શ્વાસ-ઉચ્છ્વાસરૂપે લેતા-મૂકતા કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો થાય.
ભગવન્! પૃથ્વીકાયિક, અપ્કાયને આન-પ્રાણ રૂપે લેતા-મૂકતા? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક સુધી કહેવું.
એ પ્રમાણે અપ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક સાથે બધાંને કહેવા. યાવત્ ભગવન્! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિકને આન-પ્રાણરૂપે યાવત્ પૃચ્છા. ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય.
[૪૭૩] ભગવન્! વાયુકાયિક, વૃક્ષના મૂળને કંપાવતા અને પછાડતા કેટલી ક્રિયાવાળો થાય? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. - -
એ પ્રમાણે કંદને યાવત્ મૂલને વિશે જાણવું. બીજને કંપાવતા-પૃચ્છા. ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો થાય. ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit