Pramāṇa · Search · About · API

Viyahapannatti 710

Viyāhapannatti: ṭīkānusārī vivecana 710

Language
Gujarati

710

વિવેચન :–૪૭૨, ૪૭૩
અહીં પૂજ્ય વ્યાખ્યા આ પ્રમાણે – જેમ વનસ્પતિ ઉપર અન્ય રહીને તેજ તે ગ્રહણ કરે છે, એ પ્રમાણે પૃથ્વીકાયિકાદિ પણ અન્યોન્ય સંબદ્ધત્વથી તે-તે રૂપ શ્વાસોચ્છ્‌વાસ કરે છે. તેમાં એક પૃથ્વીકાયિક અન્ય સ્વસંબદ્ધ પૃથ્વીકાયિકને અન - તે રૂપ ઉચ્છ્‌વાસ કરે છે. એ પ્રમાણે અપ્‌કાયાદિને જાણવા. આ પ્રમાણે પૃથ્વીકાયિકના પાંચ સૂત્રો છે, એ પ્રમાણે અપ્‌કાયાદિ પ્રત્યેકના પાંચ-પાંચ સૂત્ર થાય છે. તેથી ૨૫-સૂત્રો થયા.
ક્રિયા સૂત્રો પણ-૨૫-છે. તેમાં ‘કદાચ ત્રણ ક્રિયાવાળો’ જ્યારે પૃથ્વીકાયિકાદિ, પૃથ્વીકાયિકાદિરૂપ ઉચ્છ્‌વાસ કરવા છતાં પણ તેને પીડા ન ઉપજાવે, સ્વભાવવશથી, ત્યારે તે આ કાયિકી આદિ ત્રણ ક્રિયાવાળો થાય. જ્યારે તેને પીડા ઉપજાવે ત્યારે પારિતાપનિકી ક્રિયાના ભાવથી ચાર ક્રિયાવાળો થાય, પ્રાણાતિપાતમાં પાંચ ક્રિયાવાળો થાય. ક્રિયા અધિકારથી જ કહે છે – અહીં વાયુ વડે વૃક્ષના મૂળનું કંપાવવું કે પાડવું ત્યારે સંભવે, જ્યારે નદીના કિનારે કે પૃથ્વી વડે તે ઢંકાયેલ ન હોય. - - હવે કઈ રીતે મૂળના પાડવાથી પરિપાતાદિ ત્રિક્રિયત્વ સંભવે? કહે છે – અચેતન મૂળની અપેક્ષાએ.

Linked texts (1)