Viyahapannatti 717
Viyāhapannatti: ṭīkānusārī vivecana 717
- Language
- Gujarati
717
વિવેચન :–૪૭૬
અવગાહના સંસ્થાન એ પ્રજ્ઞાપનાનું ૨૧-મું પદ છે. તે આ રીતે – પાંચ ભેદે કહ્યું, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર યાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર. બીજી પ્રતમાં આની સંગ્રહ ગાથા મળે છે - કેટલા, સંસ્થાન, પ્રમાણ, પુદ્ગલ ચય, શરીર સંજોગ, દ્રવ્ય - પ્રદેશ બહુ, શરીર અવગાહના. તેમાં કેટલા? ત્યાં કેટલા શરીરો એમ કહેવું, તે ઔદારિકાદિ પાંચ છે. સંસ્થાનમાં ઔદારિકાદિ સંસ્થાન કહેવા, જેમકે ઔદારિક વિવિધ સંસ્થાનવાળું છે ‘પ્રમાણ’ અહીં તેનું પ્રમાણ કહેવું. જેમકે ઔદારિક, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ છે. તેના જ પુદ્ગલચયો કહેવા. જેમકે ઔદારિકના નિર્વ્યાઘાતથી છ એ દિશામાં અને વ્યાઘાતથી કદાચ ત્રણ દિશા આદિમાં. તેનો જ સંયોગ કહેવો, જેમકે જેને ઔદારિક શરીર છે, તેને વૈક્રિય પણ હોઈ શકે. તેના જ દ્રવ્યાર્થ, પ્રદેશાર્થતાથી અલ્પ બહુત્વ કહેવું જેમકે સૌથી થોડા આહારકશરીરી દ્રવ્યાર્થતાથી છે ઈત્યાદિ.-X-
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit