Viyahapannatti 719
Viyāhapannatti: ṭīkānusārī vivecana 719
- Language
- Gujarati
719
‘ભગવતી’ સૂત્ર-૪૭૭ :– [૧૦/૨/૪૭૭]
રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! સંવૃત્ત અણગાર વીચિપથમાં સ્થિત રહીને સામેના રૂપોને જોતો, પાછળના રૂપોને જોતો, ઉર્ધ્વ અને અધો રૂપોને જોતો હોય. તેને ઐર્યાપથિકી ક્રિયા કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? ગૌતમ! સંવૃત્ત અણગારને યાવત્ ઈર્યાપથક્રિયા ન લાગે, સાંપરાયિકી ક્રિયા લાગે. ભગવન્! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! જેને ક્રોધ, માન, માયા, લોભ હોય, એ પ્રમાણે જેમ શતક-૭-ના ઉદ્દેશા-૧-માં કહ્યું યાવત્ તે ઉત્સૂત્ર આચરણ જ કરે છે, તેથી કહ્યું કે યાવત્ સાંપરાયિકી ક્રિયા લાગે.
ભગવન્! સંવૃત્ત અણગારને અવીચીપંથમાં રહીને આગળના રૂપોને જોતા યાવત્ શું તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે? પૃચ્છા. ગૌતમ! તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. ભગવન્! એમ કેમ કહ્યું? જેમ શતક-૭, ઉદ્દેશા-૧-માં કહ્યું. તેમ સૂત્રાનુસાર આચરણ કરતા, તેથી યાવત્ તેને સાંપરાયિક ન લાગે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit