Viyahapannatti 720
Viyāhapannatti: ṭīkānusārī vivecana 720
- Language
- Gujarati
720
વિવેચન :–૪૭૭
સંવૃત્તને સામાન્યથી પ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વાર સંવરયુક્તને વીચીપંથમાં રહીને, વીચિ એટલે સંપ્રયોગ, તે બે છે, તેથી અહીં વીચિ શબ્દથી (૧) કષાયો અને જીવોનો સંબંધ કહેવો. વીયિમાન્ એટલે કષાયવાળો. અથવા (૨) વિચિર્ પૃથગ્ભાવે એ વચનથી જે યથાખ્યાત સંયમથી પૃથક્ થઈ કષાયોદય માર્ગમાં છે તે. અથવા (૩) જે રાગાદિ વિકલ્પોના વિચિંતન પથમાં છે અથવા (૪) જે સ્થિતિમાં સરાગતા હોવાથી વિરૂપા ક્રિયા છે, તે વિકૃતિ માર્ગમાં છે પંથ એટલે માર્ગ.
અવયક્ખમાણસ્સ - અવકાંક્ષતા અથવા અપેક્ષા કરતો, પથિના ગ્રહણથી ઉપલક્ષણત્વથી અન્યત્ર પણ આધારમાં રહીને, જાણવું. ઈર્યાપથિકા ક્રિયા કરતો નથી. કેવળ યોગપ્રત્યયા કર્મબંધ ક્રિયા થતી નથી કેમકે તે કષાયયુક્ત છે. જેને ક્રોધ, માન, માયા, લોભ છે - અહીં અતિદેશથી આ પ્રમાણે જાણવું - જેના ક્રોધાદિ વ્યુચ્છિન્ન છે, તેને ઐર્યાપથિકી ક્રિયા હોય છે. જેના ક્રોધાદિ વ્યુચ્છિન્ન ન હોય તેને સાંપરાયિકી ક્રિયા હોય છે. સૂત્રાનુસાર વર્તનારને ઐર્યાપથિકી ક્રિયા હોય, સૂત્રથી વિરુદ્ધ વર્તનારને સાંપરાયિકી ક્રિયા હોય. વ્યાખ્યા પૂર્વવત્.
સંવૃત્તને૦ ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર છે. તેમાં ‘અવીચિ’ એટલે અવીચિવાળો - અકષાયસંબંધવાળો. અથવા યથાસંખ્યાત સંયમથી અપૃથક્, અથવા રાગવિકલ્પ ભાવને ન ચિંતવતો કે અવિકૃતિવાળો જેમ હોય. - - ક્રિયા કહી. ક્રિયાવાન્ને યોનિ પ્રાપ્તિ થાય, તેથી યોનિ –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit