Viyahapannatti 722
Viyāhapannatti: ṭīkānusārī vivecana 722
- Language
- Gujarati
722
વિવેચન :–૪૭૮, ૪૭૯
અહીં યોનિ એટલે - જેમાં તૈજસ, કાર્મણ શરીરવાળા જીવ, ઔદારિક આદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય તે યોનિ. તે ત્રણ ભેદે કહી – શીત એટલે શીતસ્પર્શવાળી, ઉષ્ણસ્પર્શવાળી, દ્વિસ્વભાવ યુક્ત. એ પ્રમાણે પ્રજ્ઞાપનાનું નવમું યોનિ પદ આખું કહેવું. તે આ - ભગવન્! નૈરયિકોની શું શીત યોનિ, ઉષ્ણ યોનિ કે શીતોષ્ણ યોનિ હોય છે? ગૌતમ! શીત પણ છે, ઉષ્ણ પણ છે, પણ શીતોષ્ણ નથી. અહીં એમ કહે છે – પહેલી ત્રણ નરક પૃથ્વીમાં શીત, ચોથીમાં કેટલાંક નરકાવાસોમાં નારકોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તે શીત પરિણત છે, તેમાં શીત યોનિ છે, કેટલુંક ક્ષેત્ર ઉષ્ણ સ્પર્શ પરિણત છે, તેની ઉષ્ણ યોનિ છે. પણ તથાસ્વભાવત્વથી મધ્યમસ્વભાવા યોનિશીતોષ્ણ યોનિ નથી. શીતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહથી પ્રાયઃ આ પ્રમાણે - સર્વે દેવો અને ગર્ભવ્યુત્પત્તિકોને શીતોષ્ણ યોનિ છે, ઉષ્ણા યોનિ તેજસ્કાયમાં અને ત્રીજી નરકોમાં છે. તથા યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે – સચિત્ત, અચિત્ત, મિશ્ર, ઈત્યાદિ. સચિત્તાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહગાથા – પ્રાયે - દેવ અને નારકોની અચિત્ત યોનિ છે, ગર્ભવાસમાં મિશ્ર, બાકીનાની સચિત્ત છે.
જો કે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ નિકાય સંભવમાં નારક-દેવોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તેમાં કેટલાંક જીવોનું ગ્રહણ નથી, તેથી અચિત્ત યોનિ છે. ગર્ભવાસ યોનિ મિશ્ર છે. શુક્ર - લોહીના પુદ્ગલોના અચિત્ત ગર્ભાશયના સચેતન ભાવથી, બાકીના - પૃથ્વી આદિ, સંમૂર્ચ્છનજ અને મનુષ્યાદિનાં ઉપપાત ક્ષેત્રમાં જીવે પરિગૃહિત, અપરિગૃહિત, ઉભયરૂપે ઉત્પત્તિથી ત્રણ પ્રકારે યોનિ છે.
ભગવન્! યોનિ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે - સંવૃત્ત યોનિ, વિવૃત્ત યોનિ, સંવૃત્ત-વિવૃત્ત યોનિ. તેની સંગ્રહ ગાથા - એકેન્દ્રિય, નારક અને દેવોની સંવૃત્ત યોનિ છે, વિકલેન્દ્રિયોની વિવૃત્ત અને ગર્ભમાં સંવૃત્ત-વિવૃત્ત. એકેન્દ્રિયોને તથા સ્વભાવત્વથી સંવૃત્તા યોનિ, નારકોને પણ સંવૃત્તા, કેમકે નરકના નિષ્કુટો, સંવૃત્ત ગવાક્ષ સમાન છે, તેમાં જન્મીને તેઓ વર્ધમાન થઈને, શીત કે ઉષ્ણ નિષ્કુટમાં પડે છે. દેવોને પણ સંવૃત્ત જ છે, કેમકે દેવ શયનીયમાં દૂષ્યાંતરિતે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહનાથી દેવ ઉત્પન્ન થાય છે.
ભગવન્! યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે – કૂર્મોત્પન્ન, શંખાવર્ત્ત, વંશીપત્રા ઈત્યાદિ. સંગ્રહગાથા - કૂર્મોન્નત યોનિમાં તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ, બલદેવ અને બાકીના લોકો બાકી યોનિમાં થાય છે. સ્ત્રી રત્નની યોનિ સંખાવર્ત્તા જાણવી, તેમાં ઉત્પન્ન થનાર ગર્ભ નિયમા વિનાશ પામે.
અનંતર યોનિ કહી, યોનિવાળાને વેદના હોય, તેથી તે કહે છે – વેદના પદ એ પ્રજ્ઞાપનાનું ૩૫-મું પદ છે. તેને થોડું દર્શાવે છે –
ભગવન્! નૈરયિક શું શીત વેદના વેદે છે? પ્રશ્ન. ગૌતમ! શીત વેદના વેદે. ઉષ્ણ વેદના વેદે, શીતોષ્ણ વેદના ન વેદે. એ પ્રમાણે અસુર આદિ, વૈમાનિક સુધી કહેવા. વેદના ચાર ભેદે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. તેમાં પુદ્ગલ દ્રવ્ય સંબંધથી દ્રવ્ય વેદના, નારકાદિ ક્ષેત્ર સંબંધથી ક્ષેત્ર વેદના. નારકાદિ કાળ સંબંધથી કાળ વેદના, શોક-ક્રોધાદિ ભાવથી ભાવવેદના.
વેદના ત્રણ ભેદે – શારીરિક, માનસિક, શારીર-માનસિક. બધાં સંસારી ત્રણે ભેદે પણ છે. સમનસ્કાને ત્રણે ભેદે છે, અસંજ્ઞીને શારીરિક છે. તથા વેદના ત્રણ ભેદે છે – શાતા, અશાતા, શાતા-અશાતા. બધાં સંસારીને ત્રણે ભેદે હોય. વેદના ત્રણ ભેદે – દુઃખા, સુખા, અદુઃખાસુખા. બધાંને ત્રણે ભેદે – શાતા-અશાતા અને સુખ-દુઃખમાં આટલું વિશેષ છે – સાતા, અશાતા અનુક્રમથી ઉદયમાં આવતા વેદનીયકર્મ પુદ્ગલના અનુભવ રૂપે છે. સુખ-દુઃખ એ બીજાથી ઉદીરાતા વેદનીયના અનુભવરૂપે છે.
વેદના બે ભેદે – અભ્યુપગમિકા, ઉપક્રમિકા. જાતે જ સ્વીકારી વેદાય, તે આભ્યુપગમિકી, જેમ સાધુ કેશલુંચન, આતાપનાદિ વેદે છે. ઔપક્રમિકી, તે ઉદયમાં આવેલ-જ્વરાદિ વેદના અથવા જેમાં ઉદીરણા કરીને ઉદયમાં લાવેલી વેદનાનો અનુભવ કરાય છે. બીજી વેદના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને હોય છે, બાકીનાને ઔપક્રમિકી હોય છે.
વેદના બે ભેદે છે – નિદા અને અનિદા, નિદા-વિવેક સહિત વેદાય તે, વિપરીત તે અનિદા. સંજ્ઞીને બંને પ્રકારે છે, અસંજ્ઞિને અનિદા વેદના છે. અહીં પ્રજ્ઞાપનાની દ્વાર ગાથા છે – સીતા, દ્રવ્ય, શારીરી, શાતા, દુઃખા, આભ્યુપગમિકી, ઔપક્રમિકી, નિદા, અનિદા વેદના જાણવી.-X-
વેદનાના પ્રસ્તાવથી વેદનાના હેતુભૂત પ્રતિમાને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit