Viyahapannatti 726
Viyāhapannatti: ṭīkānusārī vivecana 726
- Language
- Gujarati
726
‘ભગવતી’ સૂત્ર-૪૮૨ :– [૧૦/૩/૪૮૨]
રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્! દેવ, આત્મઋદ્ધિ વડે યાવત્ ચાર, પાંચ દેવાવાસાંતરોનું ઉલ્લંઘન કરે છે, અને પછી બીજી ઋદ્ધિથી ઉલ્લંઘન કરે છે? હા, ગૌતમ! તેમ છે. એ પ્રમાણે અસુરકુમાર પણ જાણવા. વિશેષ આ – તે અસુરકુમારોના આવાસો ઉલ્લંઘે છે, બાકી પૂર્વવત્. એ પ્રમાણે આ ક્રમથી યાવત્ સ્તનિતકુમાર કહેવા. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિષ્ક યાવત્ તેનાથી આગળ બીજી ઋદ્ધિથી જાય છે.
ભગવન્ ! અલ્પઋદ્ધિક દેવ મહાઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચ થઈને જઈ શકે? ના, તે અર્થ યોગ્ય નથી. ભગવન્! સમઋદ્ધિક દેવ સમઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, આ અર્થ સમર્થ નથી. પણ જો તે પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવન્! તે વિમોહિત કરીને જાય કે અવિમોહિત કરીને જાય? ગૌતમ! વિમોહિત કરીને જવા સમર્થ છે, વિમોહિત્ત કર્યા સિવાય નહીં. તે શું પૂર્વે વિમોહિત્ત કરી પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત્ત કરે? ગૌતમ! પૂર્વે વિમોહિત્ત કરી પછી જાય, પરંતુ પહેલા જઈને, પછી વિમોહિત્ત ન કરે.
મહાઋદ્ધિક દેવ, ભગવન્! અલ્પઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? હા, જઈ શકે. ભગવન્! તે વિમોહિત કરીને કે વિમોહિત્ત કર્યા વિના જવાને સમર્થ છે? ગૌતમ! વિમોહિત્ત કરીને અને ન કરીને. બંને રીતે સમર્થ છે, ભગવન્! તે પૂર્વે વિમોહિત્ત કરી, પછી જાય કે પૂર્વે જઈને પછી વિમોહિત્ત કરે? ગૌતમ! પૂર્વે વિમોહિત કરીને પછી પણ જાય, પૂર્વે જઈને પછી પણ વિમોહિત કરે. - - - ભગવન્! અલ્પઋદ્ધિક અસુરકુમાર મહાઋદ્ધિક અસુરકુમારની વચ્ચોવચ્ચથી જઈ શકે? તે અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અસુરકુમારમાં પણ ત્રણ આલાવા કહેવા, જેમ સામાન્યથી દેવમાં કહ્યા. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. વ્યંતર, જ્યોતિષ્કમાં એમ જ છે.
ભગવન્! અલ્પઋદ્ધિક દેવ, મહર્દ્ધિક દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, તે અર્થ સમર્થ નથી. સમ-ઋદ્ધિક દેવ સમઋદ્ધિકા દેવીની મધ્યેથી જઈ શકે? પૂર્વવત્ દેવ સાથે દેવીનો દંડક પણ વૈમાનિક પર્યન્ત કહેવો.
ભગવન્! અલ્પઋદ્ધિકા દેવી, મહાઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? એ પ્રમાણે. આના પણ ત્રણ દંડક કહેવા. યાવત્ મહાઋદ્ધિકા વૈમાનિકી દેવી, અલ્પઋદ્ધિક વૈમાનિકની વચ્ચોવચ્ચથી જઈ શકે? હા, જઈ શકે
ભગવન્! અલ્પઋદ્ધિકા દેવી, મહાર્દ્ધિકા દેવીની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, તે અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સમઋદ્ધિક દેવી, સમઋદ્ધિક દેવીની સાથે, તેમજ જાણવું. મહર્દ્ધિક દેવીને અલ્પઋદ્ધિક દેવી સાથે પૂર્વવત્. એ રીતે એક-એકના ત્રણ-ત્રણ આલાવા કહેવા યાવત્ ભગવન્! મહર્દ્ધિક વૈમાનિકી, અલ્પઋદ્ધિક વૈમાનિકીની વચ્ચોવચ્ચથી નીકળી શકે? હા, નીકળી શકે. ભગવન્! તેણી શું વિમોહિત કરીને જવા સમર્થ છે? પૂર્વવત્ યાવત્ પૂર્વે જઈને, પછી પણ વિમોહિત કરે. આ ચાર દંડકો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit