Viyahapannatti 729
Viyāhapannatti: ṭīkānusārī vivecana 729
- Language
- Gujarati
729
વિવેચન :–૪૮૩ થી ૪૮૬
હૃદય અને યકૃત - જમણી કુક્ષીગત, ઉદરનો અવયવ વિશેષ. અન્તરા - અંતરાલમાં. - - ‘ખુ ખુ’ શબ્દ કહ્યો. તે ભાષારૂપ છે, તેથી ભાષા વિશેષને ભાષણીયત્વથી દર્શાવવાને માટે કહે છે –
અથ - પ્રશ્નાર્થ માટે છે, ભગવંત મહાવીરને આમંત્રીને ગૌતમ સ્વામી પૂછે છે – અમે આશ્રયણીય વસ્તુનો આશ્રય કરીશું, શયન કરીશું, ઉંચા સ્થાને રહીશું, બેસીશું, સંથારામાં રહીશું આદિ ભાષા શું પ્રજ્ઞાપની છે? આ ઉપલક્ષણ પર વચનથી ભાષાવિશેષનું પ્રજ્ઞાપનીયત્વ પૂછ્યું. હવે ભાષાજાતિનું પૂછે છે? આમંતણી આદિ બે ગાથા
(૧) આમંત્રણી - હે દેવદત્ત! આદિ સંબોધન. આ ભાષા વસ્તુના અવિધાયકત્વ અને નિષેધકત્વથી સત્યાદિ ૩ ભાષા સ્વરૂપના વિયોગથી ‘અસત્યામૃષા’ ભાષા પ્રજ્ઞાપનાદિમાં કહી છે. એ પ્રમાણે આજ્ઞાપની આદિ.
(૨) આજ્ઞાપની - બીજાને આજ્ઞાપન કાર્યમાં પ્રવર્તતી. જેમકે ઘડો બનાવો.
(૩) -યાચની - ‘વસ્તુ વિશેષને આપો’ એ રીતે માંગવારૂપ.
(૪) પ્રચ્છની - અવિજ્ઞાન સંદિગ્ધ અર્થના જ્ઞાનાર્થે તેના અભિયુક્તને પ્રેરણારૂપ.
(૫) પ્રજ્ઞાપની - શિષ્યને ઉપદેશ દેવારૂપ. જેમકે - પ્રાણ વધથી નિવૃત્ત, દીર્ઘાયુષ અને અરોગી થાય છે એને પ્રજ્ઞાપની ભાષા કહી છે.
(૬) પ્રત્યાખ્યાની - હવે હું આ - આ યાચીશ નહીં એવા નિયમરૂપ.
(૭) ઈચ્છાનુલોમા - બીજાની ઈચ્છાને અનુસરવી કે પોતાની ઈચ્છાને પ્રગટ કરવી.
(૮) અનભિગૃહીતા - અર્થને ન જાણવાથી જે કહેવાય છે.
(૯) અભિગૃહીતા-અર્થના જ્ઞાનથી જે બોલાય છે. તે. ઘટવત્.
(૧૦) સંશયકરણી - જે અનેકાર્થની પ્રતિપત્તિ કરી છે તે સંશય કરણી છે. જેમ ‘સૈન્ધવ’ શબ્દ પુરુષ-લવણ-વાજિ અર્થમાં પ્રવર્તે છે.
(૧૧) વ્યાકૃતા - સ્પષ્ટાર્થવાળી,
(૧૨) અવ્યાકૃતા - ગંભીર શબ્દાર્થવાળી અથવા અસ્પષ્ટ ઉચ્ચારવાળી ભાષા.
પ્રજ્ઞાપની-જેના વડે અર્થ કહેવાય તે, અર્થ કથની વક્તવ્યા. તે મૃષા ભાષા નથી. મૃષા એટલે અર્થને ન જણાવનારી કે અવક્તવ્યા નહીં.
‘આશ્રય કરીશું’ ઈત્યાદિ ભાષા ભવિષ્યત્કાળ વિષયક છે. તે અંતરાયના સંભવથી વ્યભિચારિણી પણ થાય. તથા એકાર્થ વિષયા હોવા છતાં બહુવચનાંતપણે કહી છે. તથા આમંત્રણી આદિ વિધિ-નિષેધથી સત્યભાષાવત્ નિયત નથી, તેથી આ વક્તવ્યા શું છે? - X - આશ્રય કરીશું, ઈત્યાદિ અનવધારણત્વથી વર્તમાન યોગ વડે - X - પ્રજ્ઞાપની જ છે. આમંત્રણી આદિ પણ વસ્તુના વિધિ-પ્રતિષેધ વિધાયકત્વથી જે નિરવદ્ય પુરુષાર્થ સાધની છે તે પણ પ્રજ્ઞાપની જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit