Pramāṇa · Search · About · API

Viyahapannatti 728

Viyāhapannatti: ṭīkānusārī vivecana 728

Language
Gujarati

728

‘ભગવતી’ સૂત્ર-૪૮૩ થી ૪૮૬ :– [૧૦/૩/૪૮૩ થી ૪૮૬]
[૪૮૩] ભગવન્‌! દોડતો ઘોડો ‘ખુ-ખુ’ (શબ્દ) કેમ કરે છે? ગૌતમ! દોડતા ઘોડાના હૃદય અને યકૃત્‌ની વચ્ચે આવો કર્કટ નામક વાયુ ઉત્પન્ન થાય છે, જેથી દોડતો ઘોડો ‘ખુ-ખુ’ (શબ્દ કરે છે.)
[૪૮૪ થી ૪૮૬] ભગવન્‌! અમે (આ બાર પ્રકારની ભાષાનો) આશ્રય કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશું, આળોટીશું – આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છણી, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા ભાષાનો... અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશય-કરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા ભાષાનો.
શું આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા નથી? - - હા, ગૌતમ! આ આશ્રય કરીશું ઈત્યાદિ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)