Viyahapannatti 73
Viyāhapannatti: ṭīkānusārī vivecana 73
- Language
- Gujarati
73
વિવેચન :–૪૨
પ્રમાદરૂપ લક્ષણ હેતુથી, પ્રમાદ - મદ્ય આદિ. અથવા પ્રમાદ ગ્રહણથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય લક્ષણ બંધના ત્રણ હેતુ કહ્યા. એ પ્રમાણે ઈષ્ટ છે અને પ્રમાદમાં તેનો અંતર્ભાવ છે. કહ્યું છે – મુનીન્દ્રોએ આઠ ભેદે પ્રમાદ કહ્યો છે–અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મમાં અનાદર, યોગમાં દુષ્પ્રણિધાન આઠે છોડવા.
યોગ - મન વગેરેનો વ્યાપાર, તે જ્યાં હેતુ છે, તે તે રીતે બાંધે છે. આમ યોગને કર્મબંધનો ચોથો હેતુ કહ્યો.
હવે પ્રમાદાદિનો હેતુફલ ભાવ દર્શાવતા કહે છે – આ પ્રમાદ ક્યાંથી થાય છે? ‘ક્યાંથી ઉદ્ભવે છે?’ એમ પાઠાંતર છે.
યોગ - મન વગેરેનો વ્યાપાર. પ્રમાદનો ઉત્પાદક યોગ છે? કેમ કે મદ્યાદિનું સેવન અને મિથ્યાત્વાદિ ત્રણ રૂપ પ્રમાદ, મન વગેરેના વ્યાપારથી જ સંભવે... વીર્ય - વીર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન જીવ પરિણામ વિશેષ...વીર્યના બે ભેદ - સકરણ અને અકરણ. તેમાં અલેશ્ય કેવલીને સમસ્ત જ્ઞેય તથા દૃશ્ય પદાર્થમાં કેવલજ્ઞાન-દર્શન ઉપયોગવાળાનો ચેષ્ટા રહિત અસ્ખલિત પરિણામ તે અકરણવીર્ય. અહીં તે અધિકાર નથી.
પરંતુ સલેશ્ય જીવનો મન-વચન-કાયરૂપ સાધનવાળો આત્મપ્રદેશના પરિસ્પંદરૂપ જે વ્યાપાર તે સકરણવીર્ય, તેનું ઉત્પાદક શરીર છે. કેમ કે શરીર વિના વીર્ય ન થાય. જો કે શરીરનું કારણ એકલો જીવ નથી, કર્મ પણ છે તો પણ કર્મનું કારણ જીવ છે માટે જીવના પ્રાધાન્યથી શરીરનું કારણ જીવ કહ્યો છે.
હવે પ્રસંગવશાત્ ગોશાલકના મતને નિષેધતા કહે છે – એ રીતે ઉક્ત ન્યાયથી કાંક્ષા મોહનીય કર્મ બંધક જીવ સિદ્ધ થાય છે તો પુરૂષાર્થ સાધક ઉત્થાનાદિ હોવું જોઈએ. પણ ગોશાલકના મત માફક ન હોવું જોઈએ એમ નહીં, તે નિયતિથી જ પુરૂષાર્થની સિદ્ધિ માને છે. કહ્યું છે – નિયતિથી જે પ્રાપ્ત થવાનું તે અવશ્ય થાય છે. - X - જીવો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ ન થવાનું થતું નથી અને થવાનો નાશ નથી. આ રીતે અપ્રમાણિક નિયતિ સ્વીકારાય તો પ્રત્યક્ષ સિદ્ધ પુરૂષાર્થનો અપલાપ થાય છે.
ઉત્થાન - ઉઠવું - X - કર્મ્મ - ઊંચું ફેંકવું, નીચું ફેંકવું આદિ બલ - શારીરિક પ્રાણ, વીર્ય - જીવનો ઉત્સાહ, પુરૂષકાર - પુરૂષત્વ અભિમાન, ઈષ્ટ ફળને સાધનાર પુરૂષકાર તે પરાક્રમ અથવા પુરૂષની ક્રિયા, તે પ્રાયઃ સ્ત્રી ક્રિયાથી પ્રકર્ષવાળી થાય છે, માટે વિશેષતાપૂર્વક તે પુરૂષકારનું અહીં ગ્રહણ કરવું. પરાક્રમ - શત્રુનું નિરાકરણ... કાંક્ષા મોહનીય કર્મનું વેદન અને બંધ હેતુસહિત કહ્યો,
હવે તે જ કર્મની ઉદીરણા અને બીજું દર્શાવવા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit