Viyahapannatti 74
Viyāhapannatti: ṭīkānusārī vivecana 74
- Language
- Gujarati
74
‘ભગવતી’ સૂત્ર-૪૩ :– [૧/૩/૪૩]
ભગવન્! શું જીવ પોતાની મેળે જ ઉદીરે છે? આપમેળે જ ગર્હે છે? આપમેળે જ સંવરે છે? હા, ગૌતમ! તેમજ છે.
ભગવન્! જે તે આપમેળે જ ઉદીરે છે - ગર્હે છે - સંવરે છે, તો શું ઉદીર્ણ ઉદીરે છે? અનુદીર્ણને ઉદીરે છે? અનુદીર્ણ અને ઉદીરણા યોગ્યને ઉદીરે છે? કે ઉદયાનંતર પશ્ચાત્ કર્મને ઉદીરે છે? ગૌતમ! તે ઉદીર્ણ, અનુદીર્ણ કે ઉદયાનંતર પશ્ચાત્ કર્મને નથી ઉદીરતો પણ અનુદીર્ણ અને ઉદીરણા યોગ્ય કર્મને ઉદીરે છે.
ભગવન્! જો તે અનુદીર્ણ-ઉદીરણાયોગ્ય કર્મને ઉદીરે છે, તો તે શું ઉત્થાનથી, કર્મથી, બલથી, વીર્યથી, પુરૂષકાર પરાક્રમથી ઉદીરે છે? કે અનુત્થાનથી, અકર્મથી, અબલથી, અવીર્યથી અને અપુરૂષકાર પરાક્રમથી ઉદીરે છે? ગૌતમ! તે ઉત્થાનથી, કર્મ-બલ-પુરૂષકાર પરાક્રમથી અનુદીર્ણ-ઉદીરણા યોગ્ય કર્મને ઉદીરે છે. અનુત્થાન, અકર્મ, અબલ, અવીર્યાદિથી નહીં. જો એમ છે, તો ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે, પુરૂષકાર પરાક્રમ છે.
ભગવન્! તે આપમેળે જ ઉપશમાવે, આપમેળે જ ગર્હે, આપમેળે જ સંવરે? હા, ગૌતમ! અહીં પણ તેમજ કહેવું. પણ વિશેષ આ - અનુદીર્ણને ઉપશમાવે, બાકી ત્રણેનો નિષેધ કરવો.
ભગવન્! જો તે અનુદીર્ણને ઉપશમાવે તે શું ઉત્થાનથી યાવત્ પુરૂષકાર પરાક્રમથી? કે અનુત્થાન આદિથી ઉપશમાવે? ગૌતમ! પૂર્વવત્ જાણવું... ભગવન્! પોતાની જ મેળે વેદે અને ગર્હે? ગૌતમ! પૂર્વોક્ત પરિપાટી જાણવી, વિશેષ આ - ઉદીર્ણને વેદે છે, અનુદીર્ણને નહીં. એ પ્રમાણે યાવત્ પુરૂષકાર પરાક્રમથી વેદે છે. ભગવન્! તે આપમેળે જ નિર્જરે અને ગર્હે? અહીં પણ પૂર્વોક્ત પરિપાટી જાણવી. વિશેષ એ કે – ઉદયાનંતર પશ્ચાતકૃત્ કર્મને નિર્જરે છે અને એ પ્રમાણે યાવત્ પુરૂષકાર પરાક્રમથી નિર્જરે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit