Pramāṇa · Search · About · API

Viyahapannatti 737

Viyāhapannatti: ṭīkānusārī vivecana 737

Language
Gujarati

737

‘ભગવતી’ સૂત્ર-૪૯૦ થી ૪૯૨ :– [૧૦/૬/૪૯૦ થી ૪૯૨]
[૪૯૦] ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ શક્રની સુધર્માસભા ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ જ રત્નપ્રભાથી એ પ્રમાણે રાયપ્પસેણઈય મુજબ યાવત્‌ પાંચ અવતંસકો છે – અશોકાવતંસક યાવત્‌ મધ્યમાં સૌધર્માવતંસક. તે સૌધર્માવતંસક મહાવિમાન લંબાઈ-પહોળાઈમાં સાડા બાર લાખ યોજન છે.
[૪૯૧] એ પ્રમાણે જેમ સૂર્યાભમાં છે, તેમ માન, તેમજ ઉપપાત, શક્રનો અભિષેક તે મુજબ જ સૂર્યાભ મુજબ કહેવું.
[૪૯૨] અલંકાર, અર્ચનિકા તેમજ યાવત્‌ આત્મરક્ષક, બે સાગરોપમ સ્થિતિ. ભગવન્‌! શક્રેન્દ્ર કેવી મહાઋદ્ધિ યાવત્‌ મહાસૌખ્ય વાળો છે? ગૌતમ! તેને ૩૨ લાખ વિમાનાવાસ છે યાવત્‌ વિચરે છે. આવી મહાઋદ્ધિ યાવત્‌ મહાસૌખ્યવાળો શક્રેન્દ્ર છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)