Viyahapannatti 738
Viyāhapannatti: ṭīkānusārī vivecana 738
- Language
- Gujarati
738
વિવેચન :–૪૯૦ થી ૪૯૨
‘રાયપ્પસેણઈય’ મુજબ૦ ઈત્યાદિથી આ પ્રમાણે - પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા, ઘણાં યોજનો, ઘણા સો યોજનો એ પ્રમાણે હજાર, લાખ, ક્રોડ યોજનો ઉંચે ગયા પછી આવેલ છે - અશોકાવતંસક, અહીં યાવત્ શબ્દથી સપ્ત-પર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતંસક, જાણવું.
એવં જહ સૂરિયાભો૦ અતિ દેશ ગાથા વડે કહે છે – આ ક્રમથી જેમ રાજપ્રશ્નીય ઉપાંગમાં સૂર્યાભ વિમાનનું પ્રમાણ કહ્યું, તેમજ અહીં કહેવું. જે રીતે સૂર્યાભ દેવનો દેવપણે ત્યાં ઉપપાત કહ્યો, તેમજ શક્રનો ઉપપાત કહેવો. ત્યાં આયામ-વિષ્કંભ સંબંધી પ્રમાણ કહ્યું, બાકી આ પ્રમાણે – ૩૯,૫૨,૮૪૮ યોજન પરિધિ છે. - - ઉપપાત આ પ્રમાણે – તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર હમણાં જ ઉત્પન્ન થઈને, પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવ પામ્યો. તે પર્યાપ્તિ-આહાર પર્યાપ્તિ આદિ-પાંચ છે. ઈત્યાદિ.
અભિષેક-આ રીતે. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર અભિષેક સભામાં ગયો. જઈને અભિષેક સભાને પ્રદક્ષિણા કરતો પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ્યો. સિંહાસન પાસે ગયો. સિંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યારે તે શક્રના સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવોએ આભિયોગિક દેવોને બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપ્રિયો! જલ્દીથી શક્રેન્દ્રનો મહાર્થ, મહાર્હ, વિપુલ ઈન્દ્રાભિષેક ઉપસ્થાપિત કરો. ઈત્યાદિ. - - અલંકાર, અર્ચનિકા તે પ્રમાણે જ જાણવા, જેમ સૂર્યાભમાં કહ્યા છે – તેમાં અલંકાર વર્ણન આ પ્રમાણે– ત્યારે તે દેવેન્દ્ર શક્રએ સૌ પ્રથમ અતિ સૂક્ષ્મ, સુગંધી, ગંધ કાષાયિક વસ્ત્રથી શરીર લૂંછ્યું. પછી સરસ ગોશીર્ષ ચંદનથી શરીરને લીંપન કર્યુ. નાકના શ્વાસથી ઉડી જાય તેવું બારીક, ચક્ષુહર, વર્ણ-સ્પર્શ યુક્ત, ઘોડાની લાળ જેવું પાતળું, શ્વેત, સુવર્ણના તારયુક્ત કિનારીવાળું, આકાશ-સ્ફટિક સમાન પ્રભાવાળું, દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેર્યુ. હાર ઈત્યાદિ.
અર્ચનિકા-કંઈક આ રીતે. પછી તે શક્ર સિદ્ધાયતનના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો. દેવછંદકમાં જ્યાં જિનપ્રતિમા હતી, ત્યાં આવ્યો, આવીને જિનપ્રતિમાને જોઈને પ્રણામ કર્યા, લોમહસ્તક વડે જિનપ્રતિમા પ્રમાર્જી, સુગંધી ગંધોદક વડે સ્નાન કરાવ્યું. - X - અર્ચનિકા પછી ગ્રન્થને વાંચ્યો. યાવત્ આત્મરક્ષ - કંઈક કહે છે. ત્યારપછી તે શક્રેન્દ્ર સુધર્માસભામાં આવ્યો, આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. પછી તે શક્રેન્દ્રની પશ્ચિમ-ઉત્તર, ઉત્તર-પૂર્વમાં ૮૪,૦૦૦ સામાનિકો બેઠા. પૂર્વમાં આઠ અગ્રમહિષી, પૂર્વ-દક્ષિણમાં અભ્યંતર પર્ષદાની ૧૨,૦૦૦ દેવીઓ બેઠી. દક્ષિણમાં મધ્યમ પર્ષદાની ૧૪,૦૦૦ દેવીઓ બેઠી, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પર્ષદાની ૧૬,૦૦૦ દેવીઓ બેઠી. પશ્ચિમમાં સાત સેનાધિપતિ બેઠા. ત્યારે તે શક્રની ચારે દિશામાં ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો બેઠા. ઈત્યાદિ. કેમહિડ્ઢીએ ઈત્યાદિમાં કેવી મહાદ્યુતિ, કેવો મહાનુભાગ, કેવો મહાયશ, કેવું મહાબલ?એમ પાઠ જાણવો.
૩૨ લાખ વિમાનો. અહીં યાવત્થી આ પ્રમાણે જાણવું - ૮૪,૦૦૦ સામાનિકો, ૩૩ ત્રાયસ્ત્રિંશકો, આઠ અગ્રમહિષી યાવત્ બીજા પણ અનેક દેવ-દેવીનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit