Pramāṇa · Search · About · API

Viyahapannatti 745

Viyāhapannatti: ṭīkānusārī vivecana 745

Language
Gujarati

745

‘ભગવતી’ સૂત્ર-૪૯૫ થી ૪૯૮ :– [૧૧/૧/૪૯૫ થી ૪૯૮]
[૪૯૫] ઉપપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન.
[૪૯૬] યોગ,ઉપયોગ, વર્ણ,રસાદિ, ઉચ્છ્‌વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંજ્ઞા,કષાય, સ્ત્રી, બંધ.
[૪૯૭] સંજ્ઞી, ઈન્દ્રિય, અનુબંધ, સંવેધ, આહાર, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, મૂલાદિમાં સર્વ જીવોનો ઉપપાત
[૪૯૮] તે કાળે, તે સમયે, રાજગૃહે યાવત્‌ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું –
(૧) ભગવન્‌! એક પત્રવાળું ઉત્પલ એક જીવ છે કે અનેક જીવ? ગૌતમ! એક જીવ છે, અનેક જીવ નથી. તેમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય પછી તે એક જીવવાળું નથી, પણ અનેક જીવવાળું થાય છે.
ભગવન્‌! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે? ગૌતમ! નૈરયિકથી આવીને ઉપજતા નથી, તિર્યંચયોનિકમાં, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉપજે છે. એ પ્રમાણે ઉપપાત કહેવો; જેમ ‘વ્યુત્ક્રાંતિ પદ’માં કહ્યું છે, વનસ્પતિકાયિક યાવત્‌ ઈશાન કલ્પ સુધીના જીવોનો ઉપપાત કહેવો.
(૨) ભગવન્‌! તેમાં જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત.
(૩) ભગવન્‌! તે જીવો સમયે સમયે કઢાતા-કઢાતા કેટલો કાળ થાય? ગૌતમ! અસંખ્ય જીવો સમયે સમયે કઢાતા અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાઢે તો પણ પુરા ખાલી થતા નથી.
(૪) ભગવન્‌! તે જીવો શરીરની અવગાહનાથી કેટલા મોટા કહ્યા છે? ગૌતમ! તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટે સાતિરેક ૧૦૦૦ યોજન.
(૫) ભગવન્‌! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક? ગૌતમ! અબંધક નથી. બંધક કે બંધકો છે. એ પ્રમાણે અંતરાય સુધી. વિશેષ આ - આયુકર્મની પૃચ્છા. ગૌતમ! બંધક કે અબંધક, બંધકો કે અબંધકો અથવા બંધક અને અબંધક અથવા બંધક અને અબંધકો અથવા બંધકો અને અબંધક અથવા બંધકો અને અબંધકો. આ આઠ ભંગ છે.
(૬) ભગવન્‌! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના વેદક કે અવેદક? ગૌતમ! અવેદક નથી, વેદક છે અથવા વેદકો છે, યાવત્‌ અંતરાય કર્મ. ભગવન્‌! તે જીવો સાતાવેદક છે કે અસાતાવેદક? ગૌતમ! સાતાવેદક કે અશાતાવેદક હોય ઈત્યાદિ આઠ ભંગ (બંધકવત્‌) જાણવા.
(૭) ભગવન્‌! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા? ગૌતમ! અનુદયવાળા નથી, ઉદયવાળો કે ઉદયવાળા છે. એ પ્રમાણે યાવત્‌ અંતરાયકર્મ, જાણવું.
(૮) ભગવન્‌! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે? ગૌતમ! અનુદીરક નથી, ઉદીરક કે ઉદીરકો છે. એ રીતે યાવત્‌ અંતરાય. વિશેષ એ કે – વેદનીયના આઠ ભંગો કહેવા.
(૯) ભગવન્‌! તે જીવો, કૃષ્ણલેશ્યા કે યાવત્‌ તેજોલેશ્યાવાળા છે? ગૌતમ! કૃષ્ણલેશ્યક યાવત્‌ તેજોલેશ્યક અથવા અનેક જીવો કૃષ્ણલેશ્યા કે યાવત્‌ તેજોલેશ્યાવાળા છે, અથવા એક કૃષ્ણલેશ્યા અને એક નીલલેશ્યાવાળો છે. આ પ્રમાણે દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુષ્કસંયોગી, એ બધાં મળીને ૮૦ ભંગો થાય.
(૧૦) ભગવન્‌! તે જીવો સમ્યક્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્‌ મિથ્યાદૃષ્ટિ છે? ગૌતમ! તે સમ્યક્‌ કે સમ્યક્‌મિથ્યાદૃષ્ટિ નથી, પણ મિથ્યાદૃષ્ટિ જ છે.
(૧૧) ભગવન્‌! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ગૌતમ! જ્ઞાની નથી, અજ્ઞાની કે અજ્ઞાનીઓ છે.
(૧૨) ભગવન્‌! તે જીવો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી? ગૌતમ! મનયોગી કે વચનયોગી નથી, કાયયોગી, કાયયોગીઓ છે.
(૧૩) ભગવન્‌! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત? સાકારોપયુક્ત કે અનાકારોપયુક્ત આઠ ભંગો છે.
(૧૪, ૧૫) ભગવન્‌! તે જીવોના શરીરો કેટલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા કહ્યા છે?
ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા હોય, જીવ સ્વયં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે
(૧૬) ભગવન્‌! તે જીવો ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ યુક્ત છે કે ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ રહિત છે? ગૌતમ! ૧-ઉચ્છ્‌વાસક, ૨-નિઃશ્વાસક, ૩-ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસરહિત, ૪-ઉચ્છ્‌વાસકો, ૫-નિઃશ્વાસકો, ૬-ઉચ્છ્‌વાસકો નિઃશ્વાસકો, - અથવા - ઉચ્છ્‌વાસક અને નિઃશ્વાસક-ચાર ભંગ, અથવા ઉચ્છ્‌વાસ - અથવા - ઉચ્છ્‌વાસક અને અનુચ્છ્‌વાસક-નિઃશ્વાસક-ચાર ભંગ, અથવા - નિઃશ્વાસક અને અનુચ્છ્‌વાસક-નિઃશ્વાસક ચાર ભંગ, અથવા ઉચ્છ્‌વાસક અને નિઃશ્વાસક ને અનુચ્છ્‌વાસક-નિઃશ્વાસક-આઠ ભંગ.
(૧૭) તે જીવો ભગવન્‌! આહારક છે કે અનાહારક? ગૌતમ! અણાહારક નથી. આહારક કે અણાહારક એ પ્રમાણે આઠ ભંગો છે.
(૧૮) ભગવન્‌! તે જીવો વિરત છે, અવિરત છે, વિરતાવિરત છે? ગૌતમ! વિરત કે વિરતાવિરત નથી, અવિરત કે અવિરતો છે.
(૧૯) ભગવન્‌! તે જીવો સ-ક્રિય છે કે અ-ક્રિય? ગૌતમ! તેઓ અ-ક્રિય નથી, સ-ક્રિય કે સક્રિયો છે.
(૨૦) ભગવન્‌! તે જીવો સપ્તવિધબંધક છે કે અષ્ટવિધબંધક? ગૌતમ! સપ્તવિધબંધક કે અષ્ટવિધબંધકાદિ આઠ ભંગ.
(૨૧) ભગવન્‌! તે જીવો આહારસંજ્ઞોપયુક્ત છે કે ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે? ગૌતમ! આહારસંજ્ઞોપયુક્તાદિ ૮૦ ભંગ.
(૨૨) ભગવન્‌! તે જીવો ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી? ગૌતમ! (ક્રોધકષાયી આદિ) ૮૦ ભંગ.
(૨૩) ભગવન્‌! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદક છે? ગૌતમ! સ્ત્રી કે પુરુષવેદક નથી. નપુંસકવેદક કે નપુંસકવેદકો છે.
(૨૪) ભગવન્‌! તે જીવો સ્ત્રીવેદ-પુરુષવેદ કે - નપુંસક વેદ બંધક છે? ગૌતમ! સ્ત્રી-પુરુષ-નપુંસક વેદ બંધકના ૨૬ ભંગ.
(૨૫) ભગવન્‌! તે જીવો સંજ્ઞી કે અસંજ્ઞી? ગૌતમ! તે સંજ્ઞી નથી, અસંજ્ઞી કે અસંજ્ઞીઓ છે.
(૨૬) ભગવન્‌! તે જીવો સ-ઈન્દ્રિય છે કે અનિન્દ્રિય? ગૌતમ! અનિન્દ્રિય નથ, સ-ઈન્દ્રિય કે સ-ઈન્દ્રિયો છે.
(૨૭) ભગવન્‌! તે ઉત્પલ જીવ, કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ.
(૨૮) ભગવન્‌! તે ઉત્પલ જીવ, પૃથ્વીજીવમાં જઈ ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય? કેટલા કાળે ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશે જઘન્યથી બે ભવગ્રહણ કરે, ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે.
ભગવન્‌! તે ઉત્પલ જીવ અપ્‌કાય જીવ થઈને એ પ્રમાણે પૃથ્વી જીવમાં કહ્યા મુજબ કહેવું, યાવત્‌ વાયુજીવમાં પણ કહેવું. ભગવન્‌! તે ઉત્પલ જીવ, વનસ્પતિ જીવરૂપે થઈ, ફરી ઉત્પલ જીવરૂપે કેટલો કાળ રહે, કેટલા કાળે ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ-ઉત્કૃષ્ટ અનંત ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-તરુકાળ. આટલો કાળ રહે, આટલા કાળે ગતિ-આગતિ કરે છે.
ભગવન્‌! તે ઉત્પલ જીવ, બેઈન્દ્રિય જીવમાં જઈ ફરી ઉત્પલ જીવ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્યે બે ભવ ગ્રહણે, ઉત્કૃષ્ટે સંખ્યાત-ભવગ્રહણ, કાલ આદેશથી જઘન્યે બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટે સંખ્યાતાળ. આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. એ પ્રમાણે તેઈન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવમાં જાણવું.
ભગવન્‌! ઉત્પલજીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં જઈને ફરી ઉત્પલજીવમાં? પૃચ્છા. ગૌતમ! ભવાદેશથી જઘન્યે બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યે બે અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટે પૂર્વકોડિ પૃથક્ત્વ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ-આગતિ કરે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું યાવત્‌ આટલો કાળ ગતિ આગતિ કરે.
(૨૯) ભગવન્‌! તે જીવો શેનો આહાર કરે છે? ગૌતમ! દ્રવ્યથી અનંતપ્રદેશિક દ્રવ્યોને, એ પ્રમાણે જેમ આહારોદ્દેશકમાં વનસ્પતિકાયિકનો આહાર કહ્યો તેમજ યાવત્‌ સર્વાત્મના આહાર કરે છે. વિશેષ-નિયમા છ દિશાથી આહાર કરે. બાકી પૂર્વવત્‌.
(૩૦) ભગવન્‌! તે જીવોની કેટલી કાલ સ્થિતિ છે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ
(૩૧) ભગવન્‌! તે જીવ ઉદ્વર્તીને તુરંત ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે? તેઓ શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચ યોનિકમાં આદિ? એ પ્રમાણે જેમ ‘વ્યુત્ક્રાંતિ’માં ઉદ્વર્તનામાં વનસ્પતિકાયિક માફક કહેવું.
ભગવન્‌! હવે (પ્રશ્ન છે કે –) સર્વે પ્રાણો-ભૂતો-જીવો-સત્વો શું ઉત્પલના મૂળ-કંદ-નાળ-પત્ર-કેસર-કર્ણિકા-સ્તિબુકના રૂપમાં પૂર્વે ઉત્પન્ન થયા છે? ગૌતમ! અનેકવાર કે અનંતવાર થયા છે.
ભગવન્‌! તે એમજ છે, એમજ છે.

Linked texts (1)